________________
૧૪૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામનારા છે. આગળ બીજો ભવ નથી જ થવાનો તો પણ પોતાનું બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છુપાવ્યા વિના ઉગ્ર ષ્ણમય ઘોર દુક્ર તપનું સેવન ક્રે છે. તો પછી ચાગતિ સ્વરૂપ સંસારના જન્મ મરણાદિ દુઃખતી ભયભીત બીજાં જીવોએ તો તીર્થક્ર ક્રેલ આજ્ઞા પ્રમાણે યથાવસ્થિત અનુષ્ઠાનો રવા જ જોઈએ.
[૧૩૧૮ થી ૧૩૨૩] ગૌતમ ! પૂર્વે તેં જ કહેલું કે પરિપાટી ક્રમાનુસાર ધેલા અનુષ્ઠાનો વા જોઈએ. ગૌતમ ! ટ્રાંત સાંભળ-મોટા સમુદ્રમાં બીજા અનેક મગરમસ્યો આદિના અથડાવાથી ભય પામેલો કાચબો જળમાં બુડાબૂડ તો,
ક્યાંક બીજા જંતુથી બટકા ભરાતો, દુખાતો, ઉંચે ફેંકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો, દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળતો, પડતો, પછાડતો, કુટાતો ત્યાં અનેક પરેશાની ભોગવતો સહેતો ક્ષણવાર પલારા જેટલો મળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન પામતો, દુઃખથી સંતાપ પામતો, ઘણાં લાંબા કાળે, જળને અવગાહતો ઉપરના ભાગે પહોંચ્યો, ઉપરના ભાગે પદ્મિનીનું ગાડું વન હતું, તેમાં લીલ ફૂગના ગાઢ પડથી કંઈ પણ ઉપરના ભાગે દેખાતું ન હતું. પરંતુ આમતેમ ફરતાં મહામુશ્કેલીથી જામેલ નીલફુગમાં છિદ્ધ મેળવીને જોયું તો તે સમયે શરદપૂર્ણિમા હોવાથી નિર્મળ આકાશમાં ગ્રહ-નક્ષત્રોથી પરિવરેલ પૂનમનો ચંદ્ર જોવામાં આવ્યો.
[૧૩ર૪ થી ૧૩ર૮] વળી વિક્સીત, શોભાયમાન, નીલ ક્મળ-શ્વેતકમળ આદિ તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતા હંસો, કાદંડ પક્ષીઓ, ચક્રવાકો આદિને સાંભળતો હતો. સાતમી વંશ પરંપરામાં પણ કદી ન જોયેલ એવા અદ્ભૂત તેજસ્વી ચંદ્ર મંગલને જોઈને ક્ષણવારમાં ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે ? તો હવે આનંદ આપનારા આ દેયને મારા બંધને બતાવું.
એમ વિચારી પાછો ઉંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણાં લાંબા કાળે તેમને શોધીને સાથે લાવીને પાછો આવ્યો. ગાઢ ઘોર અંધકાવાળી ભાદરવી કૃષ્ણ ચૌદશની રાત્રે પાછો આવ્યો. તેથી પૂર્વે જોયેલી સમૃદ્ધિ જ્યારે જોવા ન પામ્યો ત્યારે આમ તેમ ઘણાં કાળ સુધી ફર્યો. તો પણ શરદ પૂર્ણિમાની રાત્રિની શોભા જોવાને સમર્થ થઈ શક્તો નથી.
[૧૩૨૮, ૧૩૨૯] તે જ પ્રમાણે ચારે ગતિ સ્વરૂપ ભવ સમુદ્રનાં જીવને મનુષ્યપણું મેળવવું દુર્લભ છે, તે મળી ગયા પછી અહિંસા લક્ષ્મણવાળાં ધર્મને પામીને જે પ્રમાદ
રે છે, તે અનેક લાખો ભવે પણ દુખેથી ફરી મેળવી શકાય તેવું મનુષ્યપણું મેળવીને પણ જેમ કાચબો ફરી તે સમૃદ્ધિ જોવાં ન પામ્યો, તેમ જીવ પણ સુંદર ધર્મની સમૃદ્ધિ પામવા સમર્થ થઈ શક્તો નથી.
[૧૩૩૦ થી ૧૩૩૩] બે-ત્રણ દિવસની બહારગામની મુસાફરી ક્રવાની હોય તો સર્વાદરથી માર્ગની જરૂરિયાતો, ખાવાનું ભાતું આદિ લઈને પછી પ્રયાણ ક્રે છે, તો પછી ૮૪-લાખ યોનિ વાળા સંસારની ચાર ગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપ, શીલ સ્વરૂપ ધર્મનું ભાથું કેમ વિચારતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org