________________
૧૨૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
કુળોથી અંદર અને બહારથી ખવાતો, બચા ભરાતો, ર૯ વર્ષ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, મનુષ્યગતિમાં મહાધનાઢય કોઈ મોટાના ઘેર જમ્યો.
ત્યાં પણ વમન ક્રવાનું, ખારા, ક્કવાં, ભખાં, ક્ષાયેલા સ્વાદવાળા ત્રિફળા ગુગ્ગલ વગેરે ઔષધોના કટા પીવા પડતા હતા. હંમેશાં તેની સાફ સુફી ક્રવી પડે.
અસાધ્ય, ઉપશમ ન થાય તેવા ઘોર ભયંક્ર દુઃખોથી જાણે અગ્નિમાં સેકતો હોય તેવા આકાર દુઃખો તે સાવધાચાર્યનો જીવ ભોગવતો ભોગવતો, મળેલ મનુષ્ય ભવ નિષ્ફળ ર્યો.
એ પ્રમાણે હે ગૌતમ ! સાવધાચાર્યનો જીવ ચૌદ રાજલોક જન્મ મરણાદિનાં નિરંતર દુ:ખ સહન ક્રીને ઘણાં લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્ય પણે ઉત્પન્ન થયો.
ત્યાં ભાગ્ય યોગે લોક્ની અનવૃત્તિથી ભયંક્ર ભગવંતને વંદન ક્રવા ગયો. પ્રતિબોધ પામ્યો, દીક્ષા અંગીકાર ક્રી. અહીં તેવીસમાં શ્રી પ્રાર્થનાથ તીર્થક્રના શાસનકાળમાં તે જીવ સિદ્ધિગતિને પામ્યો.
હે ગૌતમ ! સાવધાચાર્યે આ પ્રમાણે દુઃખ મેળવ્યું.
ભગવન્! આવા પ્રકારનું દુસ્સહ, ઘોર, ભયંક્ર, મહા દુ:ખ આવી પડ્યું. તેને ભોગવવું પડ્યું. આટલા લાંબાકાળ સુધી આ સર્વે દુઃખો ક્યા નિમિત્તે ભોગવવા પડ્યા ?
ગૌતમ ! તે કાળે અને તે સમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત તમામ હેલું છે. એનંતે પ્રરૂપણા ન જાય, પણ અનેકાંતથી પ્રરૂપણા
કરાય.
પરંતુ અપાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મૈથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દઢ પણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થીઓ માટે નિષેધેલા છે.
અહીં સૂત્રનું ઉલ્લંઘન ક્રવામાં આવે તો સમ્યગ્ર માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થયા છે. તેનાથી આજ્ઞાભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે.
ભગવન ! શું સાવધાચાર્યએ મૈથુન સેવન રેલું?
હે ગૌતમ! સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમ પણ નહીં અને સેવ્યું છે તેમ પણ નહીં.
ભગવન્! બંને પ્રક્રરે કેમ જ્હો છો? ગૌતમ! જે આર્યાએ તે કાળે મસ્તથી પગનો સ્પર્શ ક્યોં કે સ્પર્શ થયો તે સમયે તેણે પગ ખેંચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે મેથુન સેવ્યું અને ન સેવ્યું.
ભગવન્! આટલા માત્ર કારણમાં આવું ઘોર દુઃખે ક્રી મુક્ત કરી શકાય તેવું બદ્ધ સ્પષ્ટ નિકાચિત ર્મબંધ થાય છે? ગૌતમ! એમ જ છે, એમાં ફેરફાર થતો નથી.
ભગવન્! તેણે તીર્થક્ટ નામ કર્મ એકઠું કરેલું હતું. એક જ ભવ બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org