________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
અંદરથી વિશુદ્ધ હોય તો પણ ગચ્છના આચારો, માંડલીના ધર્મો, છત્રીશ પ્રકારના જ્ઞાનાદિ આચારો યાવત આવશ્યાદિ ણીય કે પ્રવચનના સારને વારંવાર ચૂકે, સ્ખલના પામે અથવા આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને વિપરીત રૂપ પ્રચારે. જે કોઈ આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનની અંદર ગુંથેલા અને અંદર રહેલા એક પદ કે અક્ષરને વિપરીત રૂપે પ્રચારે કે આચરે તે ઉન્માર્ગ દેખાડનારો સમજવો. જે ઉન્માર્ગ દેખાડે તે અનારાધક થાય. આ કારણે કહેવાય છે કે તે અનારાધક છે.
[૮૩૪] ભગવન્ ! એવો કોઈ આત્મા થશે કે જે આ પરમગુરુનું અલંઘનીય પરમ શરણ્ય, ફ્રૂટ, અતિપ્રગટ, પરમ ક્લ્યાણરૂપ, સમગ્ર આઠર્મ અને દુઃખનો અંત રનાર જેપ્રવચન દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને અતિક્રમે અથવા લંઘન રે, મંડિત રે, વિરોધ, આશાતના કરે, મન-વચન-કાયાથી અતિક્રમણ આદિ રી અનારાધક થાય ?
૧૧૨
ગૌતમ ? અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેરા થશે. તેવામાં અસંખ્યાતા અભવ્યો, અસંખ્યાતા મિથ્યાર્દષ્ટિ, અસંખ્યાતા આશાતના નાર, દ્રવ્યલિંગમાં રહીને સ્વચ્છંદતાથી પોતાની મતિ ક્લ્પના અનુસાર દંભથી સત્કાર કરાવશે, સારની અભિલાષા રાખશે. ક્લ્યાણ ન સમજેલા જિનેશ્વરનું પ્રવચન તો સ્વીકારશે, પણ તે સ્વીકારીને જિહ્નારસની કે વિષયની લોલુપતાથી દુર્દમ ઇન્દ્રિયોના દોષથી હંમેશાં યથાર્થ માર્ગનો નાશ કરે છે અને ઉન્માર્ગનો ફેલાવો કરે છે. તે કાળે તે સર્વે તીર્થંક્સના પ્રવચનની આશાતના સુધીના પાપો કરે છે.
[૮૩૫] ભગવન્ ! અનંતાકાળે ક્યા દશ અચ્છેરા થશે ? હે ગૌતમ ! તે કાળે આ દશ અચ્છેરા થશે. (૧) તીર્થને ઉપસર્ગ, (ર) ગર્ભ પરિવર્તન, (3) સ્ત્રી તીર્થં, (૪) તીર્થંની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર સમુદાયની પર્ષદા એક્ઝી થવી. (૫) તીર્થંક્સના સમવસરણમાં ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાને આવવું. (૬) પરસ્પર વાસુદેવનું મળવું, (૭) હરિવંશ ફ્લોત્પત્તિ, (૮) ચમરનો ઉત્પાત, (૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ. (૧૦) અસંયતોની પૂજા-સાર.
[૩૬] ભગવન્ ! જે કોઈ ક્યારેક પ્રમાદ દોષથી પ્રવચનની આશાતના કરે તે શું આચાર્યપદ પામી શકે ખરા? ગૌતમ ! જે કોઈ કોઈ પ્રકારે ક્દાચિતપ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, લોભ કે રાગ-દ્વેષથી ભય-હાસ્યથી, મોહ કે અજ્ઞાનદોષથી પ્રવચનના બીજાકોઈ સ્થાનની આશાતના રે કે ઉલ્લંઘન રે, અનાચાર, આસામાચારીની પ્રરૂપણા રે, તેની અનુમોદના રે, પ્રવચનની આશાતના રે તે બોધિ પણ ન પામે, પછી આચાર્યપદની વાત જ ક્યાં રહી ?
ભગવન્ ! શું અભવી કે મિથ્યાર્દષ્ટિ આચાર્યપદ પામે? ગૌતમ ! પામે આ વિષયમાં અંગારમર્દક આદિના દૃષ્ટાંતો છે. ભગવન્ !શું મિથ્યા દૃષ્ટિને તેવા પદ પર સ્થાપી શકાય? ગૌતમ ! સ્થાપન થાય છે.
ભગવન્ ! આ નક્કી મિથ્યાર્દષ્ટિ છે, એમ ક્યા ચિહ્નોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવાપૂર્વક જેણે સર્વ સામાયિક ઉચ્ચરેલું હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org