________________
J૩૨૯ થી ૩૩૧
૧૬૯
૧૫-નક્ષત્ર પછી ફાગુની અહીં લીધું. આના પાંચ યુગભાવિ ત્રણ નામો મળે કોઈપણથી સમાપ્ત કરે તે પૂર્વવત્.
કાર્તિકી અમાવાસ્યાને બે નક્ષત્ર જોડે છે, તે આ પ્રમાણે - સ્વાતિ અને વિશાખા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી ત્રણ છે - સ્વાતિ, વિશાખા અને ચિત્રા. આમાં પણ પૂર્ણિમાના અશ્વિનીના અનુરોધથી ચિત્રા કહેલ છે. આમાં પાંચે પણ યુગભાવિનીના ત્રણ નક્ષત્રો મળે કોઈપણ નક્ષત્ર સમાપ્ત કરે છે.
માર્ગશીર્ષ પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે - અનુરાધા, જયેષ્ઠા અને મૂલ. આ પણ વ્યવહારી છે, નિશ્ચયથી વળી આ ત્રણ નક્ષત્રો અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે આ છે - વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા. શેષ પૂર્વવતુ.
પૌષી અમાવાસ્યાનો બે નક્ષત્ર યોગ કરે છે - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી વળી ત્રણે નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ – મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. આમાં યુગ મળે અધિકમાસના સંભવથી છ એ પણ પૂર્વવતું.
માધી અમાવાસ્યાને ત્રણ – અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા. આ પૂર્ણિમાવર્તિ આશ્લેષા અને મઘાથી અભિજિત સોળમું નક્ષત્ર હોવાથી વ્યવહાર અતીતવમાં પણ શ્રવણના સંબદ્ધત્વથી પંદરપણું ધારણ કરવું. આ પણ વ્યવહારી છે, નિશ્ચયથી વળી ત્રણ-ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, શેષ પૂર્વવતું.
ફાગુની અમાસને ત્રણ, તે આ રીતે - પૂર્વભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને શતભિષા. આ પણ વ્યવહારથી, નિશ્ચયથી ત્રણ આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદા શેષ પૂર્વવત.
( શૈકી અમાસને બે નબો-રેવતી અને અશ્વિની સમાપ્ત કરે છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી ત્રણ, આ પ્રમાણે - પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી.
વૈશાખી અમાસ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે - ભરણી, કૃતિકા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી ત્રણ નક્ષત્રો કરે – રેવતી, અશ્વિની, ભરણી.
જ્યવ્હામૂલી અમાવાસ્યાને બે નક્ષત્રો - રોહિણી અને મૃગશિર્ષ. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ બે નામો પૂર્ણ કરે, રોહિણી અને કૃતિકા શેષ પૂર્વવતું.
આષાઢી અમાવાસ્યાને ત્રણ નમો- આદ્ર, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહાચ્ચી કહ્યું, પરમાર્થથી આ ત્રણ નક્ષત્રો - મૃગશિર્ષ, આદ્ર, પુનર્વસુ. આનો યુગાંત અધિક માસ સંભવથી છ એમાં - પાંચેમાં પણ પૂર્વવત્ જાણવું.
અહીં સર્વત્ર નફણગણના મળે જેમાં અભિજિતુ અંતભૂત છે, તેમાં ન ગણવું, કેમકે સ્તોકકાળવી છે. જેમકે સમવાયાંગમાં કહ્યું છે - જંબૂદ્વીપમાં અભિજિત્ વજીને ૨૭-નક્ષત્રોથી વ્યવહાર વર્તે છે.
હવે અમાવાસ્યામાં કુલાદિ પ્રયોજનનો પ્રશ્ન - ભગવન્! અમાવાસ્યનો શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો કે કુલોપકુલનો
૧૩૦
જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ યોગ કરે છે ? ગૌતમ ! કુળને પણ જોડે, ઉપકુલને જોડે છે, પણ કુલોપકુલ અહીં પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં શ્રાવિષ્ઠી અમાવાસ્યાને મઘા નક્ષત્ર જોડે છે. આ પૂર્વોક્ત યુક્તિથી વ્યવહારચી કહ્યું, પરમાર્થથી વળી કુળનો યોગ કરતાં પુષ્ય નક્ષત્રને જોડે છે આ પૂર્વોક્ત જ છે.
એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ વ્યવહારને આશ્રીને યથાયોગ્ય પરિભાવિત કરવું. ઉપકલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર - ઉક્ત પ્રકારે બે કુલ વડે શ્રાવણી અમાવાસ્યાને ચંદ્રયોગ સમાપ્ત કરે છે. કુલોપકુલથી નહીં. તેથી શ્રાવણી અમાવાસ્યા કુલોપયુક્ત અને ઉપકુલોપયુક્ત કહેવી.
ભાદરવી અમાવાસ્યાદિના પૂર્વવત્ પ્રશ્ન. *
ઉત્તરસૂઝમાં બે કુલ ઉપકુલને જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુલને જોડતાં ઉત્તરાફાલ્યુની નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં પૂવફાળુની નક્ષત્રને જોડે છે.
માર્ગશીર્ષનો પ્રશ્ન પૂર્વવતું. તેમાં કુળનો યોગ કરતાં મૂલનક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં જ્યેષ્ઠા નક્ષત્રનો, કુલોપકુલનો યોગ કરતાં અનુરાધા નક્ષત્રનો યોગ કરે છે. યાવત્ કરણ વડે ઉપસંહાર સૂત્ર યુક્ત છે, તેમ કહેવું
એ પ્રમાણે માપી, ફાગુની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલીપકુલને જોડે છે. બાકીની અમાવાસ્યા કુલને કે ઉપકુલને જોડે છે, તે પ્રમાણે કહેવું.
હવે સધિપાતદ્વાર - તેમાં સન્નિપાત એટલે પૂર્ણિમાનક્ષત્ર થકી અમાવાસ્યા અને અમાવાસ્યા નtત્ર થકી પૂર્ણિમામાં નક્ષત્રનો નિયમથી સંબંધ છે, તેનું સૂગ
ભગવદ્ ! જ્યારે શ્રવિઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની પૂર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુક્ત હોય છે અને જ્યારે મઘાનક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પૂર્વેની અમાવાસ્યા શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત હોય છે ?
ગૌતમ ! હા, હોય છે. તેમાં જ્યારે શ્રાવિષ્ઠી ઈત્યાદિ તેમજ કહેવું, પ્રશ્નના સમાન ઉત્તર હોવાથી તેમ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે - અહીં વ્યવહાર નયના મતથી જે ફોગમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા. તેથી જ્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વની અમાસ મઘા નક્ષત્રયુક્ત થાય છે. કેમકે શ્રવિઠા નાગથી આરંભીને મઘા નામની પૂર્વે ચૌદમું છે. • x -
ભગવન! જ્યારે મઘા નpયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે શ્રવિઠા નક્ષત્રયુક્ત પાશ્ચાત્ય અમાવાસ્યા હોય છે. કેમકે મઘાનક્ષત્ર થકી આરંભીને પૂર્વ શ્રવિઠાનક્ષત્ર પંદરમું છે. આ માઘમાસને આશ્રીને કહેલ છે, તેમ વિચારવું.
ભગવદ્ ! જ્યારે ઉત્તરાભાદ્રપદયુક્ત પૂર્ણિમાં હોય છે. ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરાફાગુની નક્ષત્ર યુક્ત હોય, કેમકે ઉત્તરાભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તરાફાગુની નક્ષત્ર પંદરમું છે. આ ભાદરવા માસને આશ્રીને જાણવું. જ્યારે ઉત્તરાફાગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા ઉત્તરાભાદ્રપદયુક્ત