________________
૭/૩૨૯ થી ૩૩૧
૧૬૫
જેમ પૂર્વે અમાવાસ્યા ચંદ્ર નક્ષત્ર પરિજ્ઞાનાર્થે ધ્રુવરાશિ કહી, તે જ અહીં પણ - પૌર્ણમાસી ચંદ્રનક્ષત્રની પરિજ્ઞાન વિધિમાં ઈચ્છિત પૂર્ણિમા ગુણિત - જે પૂર્ણિમા જાણવા ઈચ્છો. તે સંખ્યા ગુણિત કરવી, ગુણીને પછી, તે જ પૂર્વોક્ત શોધનક કરવા જોઈએ. કેવલ અભિજિત આદિ, પણ પુનર્વસુ વગેરે નહીં. શુદ્ધ શોધનક પછી જે રહે તે નક્ષત્ર પૂર્ણિમા યુક્ત થાય. તે નક્ષત્રમાં ચંદ્રમા પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલ
કરે છે.
એ રીતે બે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. તેની ભાવના આ પ્રમાણે કરવી જોઈએ –
કોઈ પૂછે છે – યુગની આદિમાં પહેલી પૂર્ણિમા કયા ચંદ્ર નક્ષત્ર યોગમાં સમાપ્તિને પામે છે, તેમાં ૬૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને એક ૬૨ ભાગના એક ૬૭ ભાગરૂપ અવધાર્ય રાશિ લઈ લેવાય છે.
તે પ્રથમા પૂર્ણિમાનો પ્રશ્ન હોવાથી એક વડે ગુણીએ, તેથી તેમાંથી અભિજિતના નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ, એકના બાસઠ ભાગના ૬/૬૩ ભાગ. એ રીતે એ પ્રમાણે શોધનકને શોધવું જોઈએ.
તેમાં ૬૬ના નવ મુહૂર્તો શુદ્ધ થતાં પછી ૫૭ મુહૂર્તો રહેશે, તેમાંથી એક મુહૂર્ત લઈને, ૬૨ ભાગ કરાતા, તે ૬૨ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરાતા આવશે ૬૭ ભાગ. તેમાંથી ૨૪ શુદ્ધ થતાં, પછી ૪૩ ભાગ રહેશે. એક રૂપ લઈને ૬૭ ભાગ કરાતા અને તે ૬૭ ભાગો ૬૭ ભાગૈકમાં ઉમેરતા ૬૮ ભાગો આવશે.
તેમાંથી ૬૬ ભાગ શુદ્ધ થતાં પછી ૨/૩ ભાગ રહેશે.
પછી ૩૦ મુહૂર્તો વડે શ્રવણ શુદ્ધ થતાં પછી ૨૬ મુહૂર્તો રહેશે. પછી આ આવેલ ધનિષ્ઠા નક્ષત્રના ૩૦-મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોમાં એકના ૬૨ ભાગના ૬૫/૬૭ ભાગો બાકી રહેતા પહેલી પૂર્ણિમા સમાપ્ત થાય.
એ પ્રમાણે પાંચ યુગ ભાવિની શ્રાવણી પૂર્ણિમાના કેટલાંક શ્રાવણથી અને
કેટલાંક ધનિષ્ઠાથી પરિસમાપ્તિ પામ છે તે પ્રમાણે ભાવના કરવી જોઈએ.
તથા પ્રૌષ્ઠપદી - ભાદરવી પૂર્ણિમાને, ભગવન્ ! કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂર્વભદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા.
આ પાંચેને પણ યુગ ભાવિની ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈપણ એક વડે પરિસમાપ્તિ શાય.
ભગવન્! આસોજા પૂર્ણિમાને કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમ! બે
રેવતી, અશ્વિની.
અહીં ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પણ કંઈક આસોજા પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે, પછી ભાદરવી પણ સમાપ્ત કરે.
લોકમાં ભાદરવીમાં જ તેનું પ્રાધાન્ય છે, તે નામથી, તેના અભિધાનથી, તેથી અહીં વિવક્ષા નથી, માટે કોઈ દોષ નથી, તેથી બે સમાપ્ત કરે છે, તેમ કહ્યું.
૧૬૬
થાય.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આમાં ઘણી યુગભાવિનીને ઉક્ત નક્ષત્રમાંથી કોઈપણ નક્ષત્ર વડે પરિસમાપ્તિ
તથા કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે – ભરણી અને કૃતિકા. અહીં પણ અશ્વિની નક્ષત્ર કોઈક કાર્તિકી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, પરંતુ તે આસોજી પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી તેની અહીં વિવક્ષા કરી નથી, તેથી દોષ નથી. તેથી અહીં પણ બે કહેલ છે. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રની મધ્યમાં કોઈપણ વડે પરિસમાપ્તિ થાય.
તથા માર્ગશિર્ષી પૂર્ણિમાને બે નક્ષત્રો સમાપ્ત કરે છે, રોહિણી અને મૃગશિર્ષ. આમાં પાંચ યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્ર મધ્યમાં કોઈપણ એક પરિસમાપન કરે છે.
તથા પોષી પૂર્ણિમાને ત્રણ નક્ષત્રો – આર્દ્રા, પુનર્વસુ અને પુષ્ય પરિસમાપ્ત કરે છે. આમાં યુગમધ્યે અધિકમાસના સંભવથી છમાંની કોઈપણ યુગભાવિનીને ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈ એક વડે પરિસમાપ્તિ કરે છે.
તથા માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર - આશ્લેષા, મઘા તથા `ત્ર' શબ્દથી પૂર્વ ફાલ્ગુની અને પુષ્ય પણ લેવા. તેના વડે આ યુગ્માવિની પાંચે મધ્યે કેટલીકને આશ્લેષા, કેટલીકને મઘા, કેટલીકને પૂર્વા ફાલ્ગુની, કેટલીકને પુષ્ય નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. [તેમ સમજવું જોઈએ.]
તથા ફાગણ પૂર્ણિમાને બે નક્ષત્ર - પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની, આ પાંચ યુગ ભાવિની પૂર્ણિમાને ઉક્ત નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે.
ચૈત્રી પૂર્ણિમાને બે નક્ષત્ર - હસ્ત અને ચિત્રા સમાપ્ત કરે છે. આ પાંચે યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રમાંના કોઈપણ એક વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
તથા વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ અને વિશાખા બે નક્ષત્ર તથા “' શબ્દથી અનુરાધા પણ સમાપ્ત કરે. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પછી છે, વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી પર પૂર્ણિમામાં તેનો સાક્ષાત્ ઉપાત્ત નથી. માટે સૂત્રમાં બે કહી. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક સમાપ્ત કરે છે.
જ્યેષ્ઠા મૂલી પૂર્ણિમાને ત્રણ – અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ. આ પાંચ યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર. આ પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
આષાઢી પૂર્ણિમાને બે – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આના યુગાંતમાં અધિકમાસના સંભવથી છ યુગ ભાવિનીના ઉક્ત નક્ષત્રમાંથી કોઈ એક વડે સમાપ્ત કરે છે.
હવે કુલના દ્વાર પ્રતિપાદનથી સ્વતઃ સિદ્ધ છતાં પણ કુલાદિ યોજનાને મંદમતિ શિષ્યને બોધ કરવાને પ્રશ્ન કરે છે –
ભગવન્ ! શ્રાવિષ્ઠીને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપકુલ જોડે છે ? ગૌતમ ! કુલ જોડે છે, 'વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી ‘કુલ’ પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે. તેમાં ‘કુલ' વડે યોગ કરતાં ધનિષ્ઠા નક્ષત્ર જોડાય છે, તેના જ કુલપણે પ્રસિદ્ધપણાથી “શ્રાવિષ્ઠી પૂર્ણિમાનો’
એ ભાવ છે.