SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૨૭૬ ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે ? ૧૧૯ દૂર - ગૌતમ! મેરુથી ૪૫,૩૩૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! સવાિંતર નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે ? અને તેની પરિધિ કેટલી છે ? ગૌતમ! સાંતર નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ ૯૯,૬૪૦ યોજન અને તેની પરિધિ કંઈક વિશેષાધિક ૩,૧૫,૦૮૯ યોજન છે ભગવન્ ! સબાહ્ય નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે? અને તેની પરિધિ કેટલી છે ? ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ ૧,૦૦,૬૬૦ યોજન અને પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન છે. ભગવન્ ! જ્યારે નક્ષત્ર સતિર મંડલને ઉપસંક્રમિત થઈને ચાર રે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! ૫૨૬૫ યોજન અને ૧૮,૨૬૩ ભાગને ૨૧,૯૬૦ ભાગ વડે છેદીને જે ક આવે તેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! જ્યારે નક્ષત્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર ચારે છે, ત્યારે એક-એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ભગવન્ ! જ્યારે નક્ષત્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર સરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! તે ૫૩૧૯ યોજન અને ૧૬,૩૬૫ ભાગને ૨૧,૯૬૦ વડે છંદીને જે અંક આવે તેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! આ આઠ નક્ષત્ર મંડલો કેટલા ચંદ્રમંડલોમાં સમવસ્તૃત અર્થાત્ તભૂત થાય છે ? ગૌતમ ! આઠ ચંદ્ર મંડલોમાં સમવવૃત થાય છે, તે આ રીતે – પહેલાં ચંદ્રમંડલમાં, ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા દશમા, અગિયારમાં અને પંદરમાં ચંદ્રમંડલમાં સમવકૃત થાય છે. ભગવન્ ! એક-એક મુહૂર્તમાં ચંદ્ર, મંડલ પરિધિના કેટલાં સો ભાગમાં જાય છે? ગૌતમ ! જે-જે મંડલ ઉપરસંક્રમિત થઈને ચાર સરે છે, તે-તે મંડલ પરિધિના ૧૭૬૮ ભાગને ૧,૦૯,૮૦૦ ભાગ વડે છંદતા જે આવે તેટલાં ભાગ તે મંડલ પરિધિના અતિક્રમે છે. ભગવન્ ! એકએક મુહૂર્તમાં સૂર્ય કેટલા સો ભાગ જાય ? ગૌતમ ! જે-જે મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર ચરે છે, તે - તે મંડલ પરિધિના ૧૮૩૦ ભાગને ૧,૦૯,૮૦૦ વડે છેદતાં જે અંક આવે તેટલાં ભાગ સૂર્ય ૧૨૦ એક એક મુહૂર્તમાં જાય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભગવન્ ! એક-એક મુહૂર્તમાં નક્ષત્ર કેટલા ભાગ જાય ? ગૌતમ ! જે-જે મંડલમાં ઉપસંક્રમિત થઈ નક્ષત્ર ચાર સરે છે તે-તે મંડલ પરિધિમાં ૧૮૩૫ ભાગ અને તેને ૧,૦૯,૮૦૦ વડે છંદતા જે અંક આવે તેટલા ભાગમાં નક્ષત્ર જાય. • વિવેરાન-૨૭૬ : ભગવન્ ! કેટલાં નક્ષત્ર મંડલો કહેલા છે ? । ગૌતમ ! આઠ નક્ષત્ર મંડલો કહેલાં છે. અઠ્ઠાવીસ નક્ષત્રોના પ્રતિનિયત સ્વસ્વ મંડલોમાં તેટલું જ સંચરણ કરવાથી આમ કહ્યું છે. જે રીતે આમાં સંચરણ છે, તે રીતે નિરૂપે છે. - આ જ વાત હવે ક્ષેત્ર વિભાગથી પૂછે છે જંબુદ્વીપ દ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહ્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન અવગાહ્યા પછી, આ અંતરે બે નક્ષત્ર મંડલ કહેલાં છે. લવણ સમુદ્રમાં કેટલું અવગાહ્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે? ગૌતમ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહ્યા પછી આ અંતરમાં છ નક્ષત્ર મંડલો કહેલાં છે. અહીં ઉપસંહાર વાક્ય વડે ઉક્ત સંખ્યાનો સરવાળો કહે છે – આ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણસમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, એમ કહેલ છે. હવે મંડલ ચાર-ક્ષેત્ર પ્રરૂપણા કરે છે – ભગવન્ ! સર્વાંતર નક્ષત્રમંડલથી કેટલી દૂરી ઉપર સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજનની ફરી ઉપર સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ઉક્ત સૂત્ર નક્ષત્રની જાતિ અપેક્ષાથી જાણવું, અન્યથા સર્વ અત્યંતર મંડલ સ્થાયી અભિજિતાદિ બાર નક્ષત્રોના અવસ્થિત મંડલપણાથી સર્વબાહ્ય મંડલનો જ અભાવ થાય. તેનો અર્થ આ છે – “સર્વત્યંતર નક્ષત્ર મંડલ જાતિથી સર્વબાહ્ય નક્ષત્રમંડલ જાતિ'' એટલી અબાધાથી કહેવાયેલ છે, એમ જાણવું. હવે અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા ભગવન્ ! નક્ષત્ર વિમાનથી નક્ષત્ર વિમાનનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ ! બે યોજન. અર્થાત્ આઠે મંડલોમાં જે-જે મંડલમાં જેટલાં નક્ષત્ર વિમાનો છે, તેના અંતરનું બોધક આ સૂત્ર છે. જેમકે - અભિજિત્ નક્ષત્ર વિમાનનું અને શ્રવણનક્ષત્ર વિમાનનું પરસ્પર અંતર બે યોજન છે. પણ તે સર્વાભ્યતરાદિ મંડલોનું અંતર સૂચક નથી. અન્યથા નક્ષત્ર મંડલના વક્ષ્યમાણ ચંદ્રમંડલ સમવતાર સૂત્ર સાથે વિરોધ આવે. હવે નક્ષત્ર વિમાનની લંબાઈ આદિ પ્રરૂપણા. ભગવન્ ! નક્ષત્ર મંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ અને બાહલ્ય-ઉંચ્ચાઈ
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy