________________
૭/૨૫૨ થી ૨૫૫
૫
થાય. આના વડે મંડલ યોગનું પ્રમાણ કહ્યું. મંડલ ક્ષેત્ર એટલે સૂર્યમંડલ વડે સર્વ અભ્યતરાદિથી સર્વબાહ્ય છેલ્લા મંડલ સુધીનું વ્યાપ્ત આકાશ. તેને ચક્રવાલ વિધ્યુંભથી જાણવું. મંડલ ક્ષેત્ર દ્વાર કહ્યું.
હવે મંડલાંતર દ્વાર કહે છે – ભગવન્ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલની કેટલી અબાધા છે? અર્થાત્ અવ્યવધાનથી અંતર કહેલ છે ? ગૌતમ! બે યોજન અંતર કહેલ છે. અંતર શબ્દથી વિશેષ પણ કહે છે, તેથી તેની નિવૃત્તિ અર્થે અબાધા વડે કહેલ છે. શો અર્થ છે ? પૂર્વથી પછીનું મંડલ કેટલું દૂર છે ? બે યોજન - X -
હવે બિંબના લંબાઈ-પહોળાઈનું દ્વાર કહે છે – ભગવન્ ! સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ, જાડાઈ અને ઉચ્ચત્વ કહેલા છે ? ગૌતમ ! યોજનના ૪૮ ભાગ લંબાઈ-પહોળાઈ કહેલી છે. અર્થાત્ એકયોજનના ૬૧ ભાગ કલ્પીએ, તેવા સ્વરૂપના જે ૪૮-ભાગો, તેટલાં પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ છે.
તેનાથી ત્રણગુણાથી વિશેષ-સાધિકપરિધિ છે. ૪૮/૬૧ ને ત્રણ વડે ગુમતાં - ૧૪૪/૬૧ થાય. અર્થાત્ ૨ યોજન - ૨૨/૬૧ ભાગ થાય, તેની જાડાઈ ૨૪/૬૧ યોજન છે. વિમાનની પહોળાઈનો અર્ધ ભાગ ઉંચાઈ જાણવી. - x - હવે મેરુ અને મંડલનું અબાધાદ્વાર કહે છે. તેનું આદિ સૂત્ર આ પ્રમાણે છે –
- સૂત્ર-૨૫૬ --
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સવાિંતર સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન દૂર સવયિંતર સૂર્યમંડલ કહેલ છે.
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સર્વ અત્યંતર પછીનું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૨ યોજન અને ૪૮/૧ ભાગ દૂર કહે છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતથી કેટલે દૂર ત્રીજું અત્યંતર સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૫ - ૩૫/૬૧ યોજન દૂર ત્રીજું અત્યંતર મંડલ કહેલ છે.
એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બબ્બે યોજન અને યોજનના ૪૮ ૬૧ ભાગ એક-એક મંડલની અબાધા વૃદ્ધિથી અભિવૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બાહ્યમંડલને ઉપસંક્રમિત કરીને - સર્વ બાહ્ય મંડલે પહોંચીને ગતિ કરે છે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - કેટલે દૂર સર્વભા સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૩૦ યોજન દૂર સર્વ બાહ્ય સૂર્યમંડલ કહેલ છે.
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી કેટલે દૂર સર્વબાહ્ય પછીનું સૂર્યમંડલ કહેલ છે? ગૌતમ ! ૪૫,૩૨૭ યોજન અને એક યોજનના ૧૩/૬૧ ભાગ અબાધાથી બાહ્યની અંદરનું અનંતર સૂર્યમંડલ કહેલ છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી કૈટલે દૂર
-
૩૬
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
બાહ્ય ત્રીજું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૨૪ યોજન અને એક યોજનના ૨૬/૬૧ ભાગની બાધાથી સર્વ બાહ્યથી ત્રીજું સૂર્યમંડલ કહેલ છે.
એ પ્રમાણે નિશ્ચે આ ઉપાયથી પ્રવેશ કરતો એવો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બબ્બે યોજન અને એક
યોજનના ૪૮/૬૧ ભાગ એકૈક મંડલ અબાધાથી વૃદ્ધિ કરતાં-કરતાં સયિંતર
મંડલમાં ઉપરસંક્રમીને - સત્યિંતર મંડલે પહોંચીને ગતિ કરે છે.
• વિવેચન-૨૫૬ :
ભગવન્ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની કેટલી દૂરીથી સર્વાયંતર સૂર્યમંડલ કહેલ છે? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજનની દૂરીથી સર્વાન્વંતર સૂર્યમંડલ કહેલ છે. તે કઈ રીતે ?
મેરુ પર્વતથી જંબૂદ્વીપનો વિષ્લેભ ૪૫,૦૦૦ યોજન છે. આ જ મંડલ જગતીથી દ્વીપની દિશામાં ૧૮૦ યોજન સંક્રમિત થાય છે. તેથી ૪૫,૦૦૦ યોજનરૂપથી દ્વીપ વિખંભથી ૧૮૦ યોજનરૂપ શોધિત કરતાં યયોક્ત પ્રમાણ આવે. આ ચક્રવાલ વિખંભથી થાય છે. તેથી બીજો સૂર્ય સર્વાન્વંતર મંડલના પણ આ જ કરણ વડે આટલી જ અબાધા - દૂરી જાણવી. - ૪ - ૪ -
આ જ અત્યંતર મંડલ ક્ષેત્રની સીમાકારિત્વથી છે. હવે પ્રતિમંડલ સૂર્યની દૂર દૂર જવાથી અબાધા પરિમાણ અનિયત છે, તેમ કહે છે – [બતાવે છે –
ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સવાિંતરની પછીનું - નિરંતરપણાથી આવતું બીજું સૂર્યમંડલ કહેલ છે? ગૌતમ ! ૪૪,૮૨૨ - ૪૮/૬૧ યોજન અબાધા અંતરથી સન્વિંતર અનંતર સૂર્યમંડલ કહેલ છે. પૂર્વના કરતાં અહીં જે અધિક છે, તે બિંબના વિખુંભથી અનંતર માનથી છે.
હવે ત્રીજા મંડલ વિશે પૂછતાં કહે છે – તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – અત્યંતર ત્રીજું. આના દ્વારા બાહ્ય ત્રીજા મંડલનો વિચ્છેદ કર્યો છે. ઉત્તરમાં - ૪૪,૮૨૫ - ૩૫/૬૧ યોજન અબાધાથી અત્યંતર ત્રીજું સૂર્યમંડલ કહેલ છે. તેની ઉપપત્તિ આ રીતે બીજા મંડલનું અબાધા પરિમાણ છે - ૪૪૮૨૨ - ૪૮/૧ યોજન, એવા સ્વરૂપના પ્રસ્તુત મંડલમાં સાંતર બિંબ વિખંભ ઉમેરતા આ પ્રમાણ આવે.
–
--
એ પ્રમાણે પ્રત્યેક મંડલ અબાધાની વૃદ્ધિ લાવવાને માટે ગ્રંથ મોટો ન થઈ જાય તે માટે તે જિજ્ઞાસુને બોધને માટે અતિદેશ કરતાં કહે છે એ પ્રમાણે ઉક્ત રીતે અર્થાત્ ત્રણ મંડલ દેખાડ્યા. હવે આ ઉપાયથી પ્રત્યેક અહોરાત્ર એકૈક મંડલને છોડવારૂપે નીકળતા - લવણસમુદ્ર અભિમુખ મંડલો કરતો સૂર્ય, તેની પછીના - વિવક્ષિત પૂર્વના મંડલથી પછીના - વિવક્ષિત મંડલથી ઉત્તરમંડલમાં સંક્રમણ કરતો કરતો બબ્બે યોજન અને ૪૮/૬૧ યોજન, એકૈક મંડલમાં અબાધાથી વૃદ્ધિને કરતો
કરતો સર્વબાહ્ય મંડલ તરફ ગતિ કરે છે.
જે અહીં અતિદેશ છતાં સૂત્રકારશ્રીએ ત્રણ મંડલની અભિવ્યક્તિ દેખાડી, તેમાં પહેલું વાંકદર્શનાર્થે છે. બીજું મંડલ અભિવૃદ્ધિ દર્શનાર્થે છે, ત્રીજું ફરી તેના