________________
૬૨
૫/૨૪૪ સ્વીકારે છે.
ત્યારપછી વૈિશ્રમણ દેવો] જંભક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી બનીશ કરોડ હિરણય, યાવત્ તીર્થકર ભગવંતના જન્મ ભવનમાં સંહરીને મારી આ આજ્ઞા પાછી સોંપો.
ત્યારપછી તે જંભક દેવો, વૈશ્રમણ દેવોએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થયા યાવતુ જલ્દીથી બગીશ કરોડ હિરણય ચાવત તીર્થકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે. સંતરીને જ્યાં વૈશ્રમણ દેવ છે, ત્યાં આવીને વાવત આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારપછી તે વૈશ્રમણ દેવો જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક છે, ત્યાં આવીને ચાવતું આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થકર ભગવંતના જન્મ નગરમાં શૃંગાટક યાવત મહાપથ અને માણોંમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્દઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો કે - ઓ માં ભવનપતિ, વ્યંતર,
જ્યોતિક અને વૈમાનિક દેવ-દેવીઓ ! આપ સાંભળો. “તમારામાં જે કોઇ તીર્થકર કે તેમની માતા પરત્વે પોતાના મનમાં અશુભ ભાવ લાવશે, તેના મસ્તકના આમંજરીની માફક સો-સો ટુકડા થઈ જશે.”
ઉક્ત ઘોષણા કરાવો, કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે અભિયોગિક દેવો યાવત એ પ્રમાણે શક્રેન્દ્રની આજ્ઞા સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર દેવરાજ શકની પાસેથી નીકળે છે, નીકળીને જલ્દીથી તીર્થકર ભગવંતના જન્મનગરમાં શૃંગાટકે યાવત આ પ્રમાણે કહે છે - ઓ ઘણાં ભવનપતિ આદિ સાંભળો . જે કોઈ તીર્થકરનું શુભ ચિંતવશે વાવ તેના મસ્તકના સો ટુકડા થઈ જશે. એ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારપછી તે અનેક ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો તીર ભગવંતનો જન્મમહોત્સવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાબ્લિકા મહામહોત્સવ કરે છે. કરીને જે દિશાથી આવેલા, તે દિશામાં પાછા ગયા.
વિવેચન-૨૪૪ :
હવે જન્મનગર જવાનું સૂત્ર - ત્યારપછી શક પાંચરૂપો વિક્ર્વીને પછી ૮૪,ooo સામાનિકો આદિથી પરિવરીને, સર્વ ઋદ્ધિથી ચાવતુ નાદિત રવ સાથે, તેવી ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી જતો-જતો તીર્થકર ભગવંતના જન્મનગરમાં, જન્મ ભવનમાં, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને માતાની બાજુમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થકરના પ્રતિબિંબનું પ્રતિસંહરણ કરે છે, કરીને અવસ્થાપિની નિદ્રાને પાછી લે છે.
ત્યારપછી ત્યાં એક મોટા દુકૂલ યુગલ - વ યુગલ અને બે કુંડલો તીર્થકર
જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવંતના ઓશીકા પાસે મૂકે છે. મૂકીને એક મોટું શ્રીદામ-શોભાવાળુ અને વિચિત્ર રત્નમાળાનું ૬ - વૃત્ત આકાપણાથી ગોળ કાંડ કે સમૂહ તે શ્રીદામ ગંડ કે શ્રીદામ કાંડ ભવવત તીર્થકરના ઉલ્લોચ-છતમાં લટકાવે છે. તપનીય ઈત્યાદિ ત્રણ પદ પૂર્વવત્ જાણવા.
વિવિધ મણિ અને રત્નોના જે વિવિધ હાર-અદ્ધહાર, તેના વડે ઉપશોભિત સમુદાય-પરિકર જેમાં છે તે. અર્થ આ છે – શ્રીયુક્ત રનમાલા તથા ગ્રથિત કરીને ગોલાકારથી કરેલ જેમ ચંદ્રગોપકની મળે ઝુંબનક પ્રાપ્ત થાય. * * *
ઉક્ત સ્વરૂપ ઝુંબનક વિધાનમાં પ્રયોજન કહે છે - પૂર્વવતું. તીર્થકર ભગવંત અનિમેષ - નિર્નિમેષ દૃષ્ટિથી અતિ આદરથી જોતાં-જોતાં સુખે સુણે રતિ પામીને રહેલા છે.
હવે વૈશ્રમણ દ્વારા શકનું કૃત્ય કહે છે - પછી તે શક્રેન્દ્ર ઉત્તરના દિકપાલ વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને કહે છે કે- જલદીથી, તમે બગીશ હિરણ્યકોટી,
મીશ સુવર્ણકોટી, બત્રીશ વૃત લોહાસન, બગીશ ભદ્રાસન, જે શોભન આકાશદિવાળા હોય, તેને તીર્થકરના જન્મ ભવનમાં સંહરો, પછી વૈશ્રમણ દેવ, શકની આજ્ઞાથી હર્ષિત આદિ થયો, વિનયથી આજ્ઞા સ્વીકારી ઈત્યાદિ - ૪ -
પછી તેણે તીછલોકમાં પૈતાની બીજી શ્રેણીમાં રહેલ તીછલોકમાં રહેલ નિધાનાદિના જાણકાર જંભક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું કે - બબીશકોટી હિરણ્યાદિ સુગમ છે.
હવે આપણામાં સ્વસ્થાને રહેલ સૌંદયધિક ભગવંતમાં કોઈ દુષ્ટ દુષ્ટદૈષ્ટિ ના નાંખે, તેના ઉપાયાર્થે કહેલ છે - વૈશ્રમણની આજ્ઞા સોંપણી પછી તે શકેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું - જલ્દી તીર્થકરના જન્મનગરના શૃંગાટકાદિએ જઈને મોટા-મોટા શબ્દોથી ઉદઘોષણા કરતા કહો કે - [ઈત્યાદિ સુગાવત જાણવી તીર્થકર કે માતા વિશે દુષ્ટ સંકલ્પ કરશે, તેના આર્યક • વનસ્પતિ વિશેષ, જે લોકમાં ‘આજવો' નામે પ્રસિદ્ધ છે. તેની મંજરિકાની જેમ મસ્તક સો ટુકડામાં ફાટી જશે. આવી ઘોષણા કરો. તેઓએ પણ આજ્ઞાનુસાર ઘોષણા કરી.
ઘણાં ભવનપત્યાદિ દેવોએ તીર્થકર ભગવનો જન્મ મહોત્સવ કર્યો. પછી સમીતિ કાર્ય સિદ્ધ થતાં અને મંગલાયેં નંદીશ્વરદ્વીપે આવે છે. ત્યાં આઠ દિવસનો ઉત્સવ વિશેષ કરે છે. અહીં બહુવચન સૌધર્મેન્દ્રાદિ પ્રત્યેક વડે કરાતા હોવાથી છે. તેઓ કોણ ક્યાં મહોત્સવ કરે છે, તે ઋષભદેવાધિકારમાં જોવું.
| મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-પ-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ