SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ e/359.360 201 વજીને 28 વિજયોમાં ચકી કહેવા, ભરત અને ઐરાવતમાં બે મળીને કુલ 30 ચકી થાય. જ્યારે મહાવિદેહમાં ઉત્કૃષ્ટથી ૨૯-ચક્રવર્તી હોય, ત્યારે નિયમથી ચાર અર્ધચકીનો સંભવ છે, તેમના નિરાદ્ધ ક્ષેત્રમાં ચક્રવર્તી સંભવતા નથી કેમકે બંને સાથે હોઈ ન શકે. હવે અહીં તે પ્રમાણે બલદેવ અને વાસુદેવને કહે છે - બલદેવો પણ તેટલાં જ ફાટપદે અને જઘન્યપદે હોય છે, જેટલાં ચક્રવર્તીની સંક્યા કહી, વાસુદેવો પણ તેટલાં જ હોય કેમકે તેઓ બલદેવના સહચારી જ હોય છે. ઉકત વિધાનનો અર્થ - જ્યારે ચક્રવર્તી ઉતકૃષ્ટપદે 30 હોય ત્યારે અવશ્ય બલદેવ અને વાસુદેવ જઘનપદમાં ચાર હોય કેમકે તેમનો ચારનો અવશ્ય સંભવ છે. તેથી આમનું પરસ્પર સહ અનવસ્થાન લક્ષણ વિરોધભાવથી અન્યતર આશ્રિત ક્ષેત્રમાં અન્યતરનો અભાવ છે. ( ધે તેઓ નિધિપતિઓ હોય છે, તેથી જંબૂદ્વીપદ્વીપમાં નિધિની સંખ્યા પૂછતાં કહે છે કે - જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં નિધિરત્નો - ઉલ્ટ નિધાનો છે, જે ગંગાનદીના મુખ સ્થાનમાં ચક્રવર્તી હસ્તગત પરિપૂર્ણ છ ખંડનો દિવિજયથી નિવૃત્ત થઈ અઠ્ઠમ તપ કરીને પછી આત્મસાત્ કરે છે. તેની સવગ્રહ-સર્વસંખ્યાથી કેટલાં કહ્યાં છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! 306 નિધિરનો સર્વસંગાથી કહેલ છે, તે આ પ્રમાણે - નવ સંખ્યક નિધાનોને 34 વડે ગુણતાં આ 306 નિધિની ચોક્ત સંખ્યા પ્રાપ્ત થાય. આ પ્રરૂપણા સતાને આશ્રીને કરાયેલ છે, તે પ્રમાણે જાણવું. હવે નિધિપતિના કેટલાં નિધાનો વિવક્ષિત કાળે ભોગ્ય થાય છે, એ પ્રમાણે પ્રશ્ન કરતાં કહે છે - જંબુદ્વીપદ્વીપમાં કેટલાં સો નિધિરત્નો પરિભોગ્યપણે ઉત્પન્ન થયા પછી પ્રયોજન હોય ત્યારે ચક્રવર્તી વડે વ્યાપાર્કમાણપણે શીઘ અથતુ ચક્રવર્તીની અભિલાષા ઉત્પણ થયા પછી વિના વિલંબે ઉપયોગમાં આવે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જઘન્યથી 36, કેમકે જઘન્યપદવર્તી ચાર ચક્રવર્તી હોય. તેથી નવા નિધાનને ચારથી ગુણતાં 36 થાય. ઉત્કૃષ્ટ પદમાં 270 નિધિરન પરિભોગ્યપણે જલ્દી આવે છે. કેમકે ઉત્કૃષ્ટ પદે 30 ચકી હોય, તેને 9 વડે ગુણતાં 270 થાય. હવે જંબૂદ્વીપવર્તી ચક્રવર્તીની રન સંખ્યા પૂછે છે - ભગવદ્ ! જંબૂદ્વીપમાં કેટલાં પંચેન્દ્રિયરનો-સેનાપતિ આદિ સાત, તેની સર્વસંખ્યાથી કેટલાં સો કહ્યા છે ? ગૌતમ ! 210 પંચેન્દ્રિયરનો સર્વસંખ્યાથી કહેલ છે. તે આ રીતે - ઉત્કૃષ્ટ પદ વત 30 ચકીના પ્રત્યેકના સાત પંચેન્દ્રિય રત્નોના સભાવથી 30 x કરતાં 210 સંખ્યા પ્રાપ્ત થાય. 202 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ [શંકા સર્વ સંખ્યાથી નિધિની પૃચ્છામાં 34 વડે ગુણેલા, અહીં પંચેન્દ્રિય રત્નોમાં 30 વર્ડ ગુણન કેમ ? [સમાઘાન ચાર વાસુદેવ વિજયમાં ત્યારે તે પંચેન્દ્રિયરનો પ્રાપ્ત થતાં નથી, જ્યારે નિધિઓ નિયતભાવવથી સર્વદા પ્રાપ્ત જ હોય છે, તેથી રન સર્વસંખ્યા સૂત્રમાં અને રક્ત પરિભોગ સૂત્રમાં સંખ્યાકૃત કોઈ જ ભેદ ન સમજવો. હવે રત્ન પરિભોગ સૂત્ર કહે છે - બંધૂ ઈત્યાદિ. તે પ્રાયઃ વ્યાખ્યાત હોવાથી વ્યક્ત છે, પછી એકેન્દ્રિય રનોનો પ્રશ્ન - તે પણ સ્પષ્ટ છે. વિશેષ છે - એકેન્દ્રિય રનો ચકાદિ સાત હોય છે. પછી એકેન્દ્રિય રક્ત પરિભોગ સૂટ છે, તે પણ વ્યક્ત જ છે. હવે જંબૂદ્વીપના વિઠંભાદિની પૃચ્છા - * સૂત્ર-૩૬૧ થી 363 : [61] ભગવન્! જંબૂદ્વીપ દ્વીપ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલા ઉદ્વેધથી, કેટલાં ઉદd ઉચ્ચત્વથી, કેટલો સવાંગથી-બંને મળીને કહેલ છે ? ગૌતમ (1) જંબદ્વીપ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજન છે. (2) તેની પરિધિ - 3,16,227 યોજન, 3 કોશ, 128 ધનુષ અને 1all અંગુલથી કંઈક વિશેષ કહેલી છે. (3) જંબૂદ્વીપ દ્વીપનો ઉદ્વેધ-ભૂમિગત ઉંડાઈ 10eo યોજન છે અને (4) સાતિરેક 9,000 યોજન ઉM ઉંચો છે. (5) એ રીતે સર્વગ્રણી સાધિક એક લાખ યોજન કહેલ છે. [36] ભગવન ! જંબૂદ્વીપ હીપ શાશ્વત છે કે શાશ્વત ? ગૌતમ ! જંબૂઢીપદ્વીપ કથંચિત શાશ્વત કહેલ છે, અને કથંચિત્ આશald છે, તેમ કહેલ છે. ભગવાન ! કયા હેતુથી એમ કહે છે કે - જંબૂદ્વીપ કથંચિત્ શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે ? ગૌતમ દ્રવ્યાતિવાણી શાશ્વત છે અને વણ પર્યાયિોગી, ગંધ પચયિોથી, રસ પયયોગી અને સ્પર્શ પર્યાયોથી જંબૂદ્વીપ અશાશ્વત છે, તે કારણથી હે ગૌતમાં એમ કહેલ છે કે - જંબૂદ્વીપદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે. ભગવદ્ ! જંબૂદ્વીપ કાળથી જ્યાં સુધી રહેશે ? ગૌતમ જંબૂઢીપદ્વીપ ક્યારેય ન હતો તેમ નથી, ક્યારેય નથી તેમ પણ નહીં, કયારેય ન હો, તેમ પણ નથી. તે હતો * છે અને રહેશે. તે ધવ, નિત્ય, શાશad, અવ્યય, અવસ્થિત, નિતિય એવો જંબૂદ્વીપ દ્વીપ છે, તે પ્રમાણે કહેલ છે. [63] ભગવાન્ ! જંબૂઢીપદ્વીપ શું પૃથ્વી પરિણામ છે ?, આ પરિણામ
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy