________________
૪૧૬૬
૧૬૯
૨,૬૫,૬૩૬ યોજન પરિધિથી છે બાકી જેમ સમરાંચા રાજધાની છે, તેમ પ્રમાણ કહેવું. તે મહદ્ધિક, મહાધુતિક છે.
ભગવના તેને માલ્યવંત વક્ષસ્કાર પર્વત કેમ કહે છે? ગૌતમ! માલ્યવંત વક્ષકાર પર્વતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં સકિા, નવમાલિકા યાવત્ મગતિકા ગુલ્મો છે. તે ગુલ્મો પંચવર્તી કુસુમને કુસુમિત કરે છે. તે માલ્યતંત વક્ષસ્કાર પર્વતના બહુ સામરમણીય ભૂમિભાગને વાયુ દ્વારા કલ્પિત અગ્ર શાખાથી મુકત પુષ્પના પુંજોપચાર યુક્ત કરે છે. અહીં માલ્યવંત નામે મહકિ યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમ! એમ કહેલ છે. અથવા તે ચાવત્ નિત્ય છે.
• વિવેચન-૧૬૬ ઃ
ભદંત ! માલ્યવંત વક્ષસ્કાર ગિરિમાં હરિાહકૂટ ક્યાં છે ? પૂર્ણભદ્રની ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે છે. તે ૧૦૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો, બાકીનું યમકગિરિ પ્રમાણથી જાણવું. તે આ છે – ૨૫૦ યોજન ઉદ્વેદથી મૂળમાં, ૧૦૦૦ યોજન લાંબોપહોળો છે - ૪ - ૪ - આના અધિપતિની બીજી રાજધાનીથી દિશા પ્રમાણાદિથી વિશેષ છે, તેની વિવક્ષા – રાજધાની ઉત્તરમાં છે. તેનું વર્ણન - મેરુ પર્વતની ઉત્તરમાં તીછાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજા જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરમાં ૧૨,૦૦૦ યોજન
જઈને અહીં હરિસહ દેવની હરિાહા રાજધાની કહેલ છે. તે ૮૪,૦૦૦ યોજન લાંબી-પહોળી, ૨,૬૫,૬૩૨ યોજનની પરિધિચી છે. બાકી-જેમ રામરેન્દ્રની રાજધાની ભગવતી સૂત્રમાં કહી છે, તે પ્રમાણ પ્રાસાદાદિનું કહેવું.
અહીં મહદ્ધિક, મહાધુતિક શબ્દોથી આના નામ નિમિત્ત પ્રશ્નોત્તર સૂચવેલ છે. જેમકે - ભગવન્ ! તેને હરિસહકૂટ કેમ કહે છે ? ત્યાં ઘણાં ઉત્પલો, પો હરિસ્સહકૂટ સમાન વર્ણવાળા છે યાવત્ હરિાહ નામે દેવ ત્યાં વસે છે, તેથી અથવા તે શાશ્વત નામ છે. હવે વક્ષસ્કારના નામાર્થે પ્રશ્ન કરે છે –
ઉત્તરમાં - માલ્યવંત વક્ષસ્કાર પર્વતમાં તે-તે સ્થાનમાં ઘણાં સરિકા, નવમાલિકા ચાવત્ મગદંતિકા ગુલ્મો છે. તે ક્ષેત્રાનુભાવથી સદૈવ પંચવર્તી પુષ્પો ઉત્પન્ન કરે છે. માલ્યવંત પર્વતના બહુ સમ રમણીય ભૂમિભાગને વાયુથી કંપિત આદિ પૂર્વવત્. તેથી માલ્ય-પુષ્પ, નિત્ય જ્યાં હોય છે, તે માલ્યવંત. માલ્યવંત દેવ અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, માટે માલ્યવંત.
વિદેહ બે છે – પૂર્વ અને પશ્ચિમ. મેરુની પૂર્વે છે, તે પૂર્વ વિદેહ, તે સીતા મહાનદીના દક્ષિણ-ઉત્તર ભાગથી બે ભાગમાં વિભક્ત છે, એ રીતે જે મેરુની પશ્ચિમમાં છે, તે પશ્ચિમ વિદેહ છે. તે પણ સીતોદાને બે ભાગમાં વિભક્ત કરે છે. એ રીતે વિદેહના ચાર ભાગો દર્શાવેલા છે. તેમાં વિજય વક્ષસ્કારાદિ - x - નિરૂપે છે— તેના એક ભાગમાં યથાયોગ્ય માલ્યવંતાદિ ગજદંત વક્ષસ્કાર ગિરિની નીકટ એક વિજય તથા ચાર સરળ વક્ષસ્કારો અને ત્રણ અંતર્નદી છે. આ સાતના છ અંતરો છે. - ૪ - ૪ - તેથી અંતરમાં એકેકના સદ્ભાવથી છ વિજયો, આ ચાર વક્ષસ્કારાદિ, એકૈક અંતર્નદી અંતતિથી ચાર પર્વતના અંતરમાં સંભવે છે, તેથી અંતર્નદી ત્રણ છે, એ વ્યવસ્થા સ્વયં જાણી લેવી તથા વનમુખની અવધિ કરીને એક
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
વિજય, તેથી પ્રતિ વિભાગમાં આઠ વિજય, ચાર વક્ષસ્કાર, ત્રણ અંતર્નદી, એક વનમુખ જાણવા.
-
અહીં આ ભાવના છે – પૂર્વ વિદેહમાં માલ્યવંત ગજદંત પર્વતની પૂર્વે, સીતાની ઉત્તરે એક વિજય, તેની પૂર્વે પહેલો વક્ષસ્કાર, તેની પૂર્વે બીજી વિજય, તેની પૂર્વે પહેલી અંતર્નાદી - ૪ - ૪ - એ ક્રમે આઠમી વિજય સુધી કહેવું. પછી એક વનમુખ
જગતી નીકટ છે.
૧૭૦
એ પ્રમાણે સીતાની દક્ષિણે પણ સૌમનસ ગજદંત પર્વત પૂર્વે પણ આ વિજયાદિક્રમ કહેવો. એ જ રીતે - x - બાકીના જાણવા. હવે પ્રદક્ષિણા ક્રમે નિરૂપતા, પ્રથમ વિભાગમુખમાં કચ્છવિજય –
- સૂત્ર-૧૬૭ થી ૧૬૯ -
[૧૬૭] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં કચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં જંબૂઢીપ
દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, પાંક સંસ્થાને સંસ્થિત છે. તે ગંગાનદી, સિંધુનદી અને વૈતાઢ્ય પર્વતથી છ ભાગમાં વિભકત છે. તે ૧૬,૫૯૨-૨/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન પહોળી છે.
કચ્છ વિજયના બહુમધ્યદેશ ભાગમાં અહીં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે, તે કચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે તે આ - દક્ષિણ કચ્છ અને ઉત્તકચ્છ.
-
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામક વિજય ક્યાં કહી છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારપર્વતની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધ્વકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, ૮૨૭૧-૧/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન પહોળી, પલ્ટંક સંસ્થાન સંસ્થિત છે.
ભગવન્ ! દાક્ષિણાર્ધ કચ્છની વિજયના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે આ - સાવત્ કૃત્રિમ અને અકૃત્રિમ વડે શોભિત છે.
ભગવન્ ! દાક્ષિણા કચ્છ વિજયના મનુષ્યના કેવા આકાર-ભાવપ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ છ ભેદે છે યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છવિજયમાં વૈતાઢ્ય નામે પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! દાક્ષિણાર્ધ્વ કચ્છ વિજયની ઉત્તરે, ઉત્તરાઈ કચ્છની દક્ષિણે, ચિત્રકૂટની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પર્વતની પૂર્વે, અહીં કચ્છવિજયમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ