________________
૩/૧૨૨
૧૦૭
ત્યારે તે કૌટુંબિક પુરુષો ભરત રાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમા, હર્ષના વશથી વિકસિત થયેલા હૃદયવાળા થઈને વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલ્દીથી શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર જઈને યાવત્ ઘોષણા કરે છે, કરીને આજ્ઞા પાછી સોંપે છે.
ત્યારે તે ભરત રાજા મોટા-મોટા રાજાભિષેકથી અભિષિક્ત થઈને સીંહારાનથી ઉભો થાય છે, ઉભો થઇને સ્ત્રીરત્ન સાથે યાવત્ હજારો નાટકો સહિત સંપતિરીને અભિષેકપીઠથી પૂર્વના ત્રિસોપાન-પ્રતિરૂપકથી નીચે ઉતરે છે, ઉતરીને અભિષેક
મંડપથી નીકળે છે, નીકળીને જ્યાં આભિષેક્સ હસ્તિરત્ન છે, ત્યાં આવે છે, આવીને અંજનગિરિના કૂટ દશ ગજપતિ ઉપર સાવત્ આરૂઢ થયો.
ત્યારપછી તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા અભિષેક પીઠથી ઉત્તરના ત્રોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે ભરતરાજાના સેનાપતિન્ યાવત્ સાર્થવાહ વગેરે અભિષેકપીઠથી દક્ષિણના ત્રિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે.
ત્યારપછી તે ભરત રાજા આભિષેક્સ હસ્તિરત્ન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ યાવત્ ચાલ્યા. જે કંઈ જતી વખતનો આલાવો કુબેર સુધીનો હતો, તે જ અહીં પણ કહેવો, ક્રમથી સત્કારાદિ જાણવા યાવત્ કુબેરવત્ દેવરાજા કૈલાશના શિખરૂપ છે.
ત્યારપછી તે ભરત રાજા નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવત્ ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી, અક્રમભક્તનું પારણું કરે છે. પારીને ભોજનમંડપથી નીકળે છે. નીકળીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ફૂટ થતા મૃદંગ યાવત્ ભોગવતો વિચરે છે.
ત્યારે તે ભરત રાજા બાર વર્ષીય પ્રમોદોત્સવ પૂર્ણ થતાં જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને યાવત્ સ્નાનગૃહથી નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, યાવત્ શ્રેષ્ઠ સીંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને ૧૬,૦૦૦ દેવોને સત્કારે છે, સન્માને છે, સત્કારી-સન્માનીને વિદાય આપે છે. વિદાય આપીને ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજાઓને સત્કારે છે, સન્માને છે. પછી સેનાપતિરત્નને સત્કારે છે, સન્માને છે યાવત્ પુરોહિત રત્નને સત્કારે છે, સન્માને છે. એ પ્રમાણે ૩૬૦-રસોઈયાઓ, ૧૮-શ્રેણી પ્રશ્રેણિઓને સત્કારે છે, સન્માને છે. સત્કારીસન્માનીને બીજા ઘણાં રાજા, ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ આદિને સત્કારે છે, સન્માને છે. સત્કારી-સન્માનીને વિદાય આપે છે, આપીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે જઈ યાવત્ વિરે છે.
• વિવેચન-૧૨૨ :
પછી તે ભરતરાજા મિત્રો, જ્ઞાતિજનો, નિજક-માતા, પિતા, ભાઈ વગેરે, સ્વજનકાકા આદિ, સંબંધી-શ્વશુરાદિ, પરિજન-દારાદિ, એ બધાંને કુશલ પ્રશ્નાદિ પૂછીને બોલાવે છે. અથવા લાંબાકાળથી ન જોવાથી મિત્રાદિને સ્નેહપૂર્વક નીહાળે છે. પછી જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને સર્વે સ્નાનવિધિ કહેવી. સ્નાનગૃહથી નીકળે છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
અહીં બાહુબલિ આદિ ૯૯ ભાઈઓના રાજ્ય પોતાના કરવા વડે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશે છે, તે બીજે પ્રસિદ્ધ છે, છતાં સૂત્રકારે કહેલ નથી. એ પ્રમાણે વિચરતા તેને જ ઉત્પન્ન થયું તે કહે છે –
પછી તે ભરતને રાજ્યની ધુરા સંભાળતા, અન્ય કોઈ દિને ઉક્ત વિશેષણ વિશિષ્ટ સંકલ્પ ઉત્પન્ન થયો. તે સંકલ્પ કહે છે – મેં પોતાના બળ-વીર્યપુરુષાકારપરાક્રમથી લઘુ હિમવંતગિરિ અને સમુદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતક્ષેત્રને જીતેલ છે. તો મારે મારા પોતા માટે શ્રેયસ્કર છે કે મહારાજ્યાભિષેક કરાવવો જોઈએ. એમ વિચારીને ભરત રાજ્યાભિષેકની વિચારણા કરે છે. હવે પછીનું કાર્ય કહે છે – તે સસ્પષ્ટ છે. સિંહાસને બેસીને જે કહ્યું તે સ્પષ્ટ છે. શું કહ્યું ?
દેવાનુપ્રિય ! મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતેલ છે. તો હે દેવાનુપ્રિયો ! તમે મારા મહારાજ્ય અભિષેક કશે. આવશ્યક ચૂર્ણાદિમાં તો ભક્તિથી સુ-નરો તે મહા રાજ્યાભિષેકને માટે વિજ્ઞપ્તિ કરતાં ભરતે અનુમતિ આપી, તેમ કહેલ છે. આ જ વિધેયજનવ્યવહાર છે કે સ્વામીની સેવા માટે તેઓ સ્વયં જ ઉપસ્થિત થાય છે. પરંતુ અહીં ભરત પોતે અનુચર દેવાદિને અભિષેક કરવા કહે છે, તે અમારા જેવા મંદબુદ્ધિને સમજાતું નથી. હવે જે રીતે તેઓએ અંગીકાર કર્યુ, તે કહે છે પછી તે ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજા યાવત્ સાર્થવાહ આદિ લેવા. ભરતરાજાએ આમ કહેતા - x - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને, અનંતરોક્ત અર્થને વિનયથી અંગીકાર કરે છે. - ૪ - ૪ - ત્યારપછી ભરતે જે કર્યુ, તે કહે છે – તે પૂર્વવત્.
-
ત્યારપછી તે ભરત અટ્ટમભક્ત પરિપૂર્ણ થતાં આભિયોગ્ય દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીના ઈશાનખૂણામાં, કેમકે તે અત્યંત પ્રશસ્ત છે, ત્યાં અભિષેકને માટે મંડપ વિકર્યો, વિક્ર્વીને મારી આજ્ઞા પાછી સોંપો.
૧૦૮
ત્યારપછી તે આભિયોગ્ય દેવોને ભરતે આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થયો આદિ પદો પૂર્વવત્. હે સ્વામી ! જેમ તમે આજ્ઞા કરો છો તેમ અમે સ્વામીના ચરણોમાં રહીને કરીશું, એવા પ્રકારે વિનયથી વચનને સ્વીકારે છે. સ્વીકારીને વિનીતા રાજધાનીના ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈક્રિય સમુદ્ઘાત કરવાને માટે પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશોને દૂરથી કાઢે છે. તે સ્વરૂપને કહે છે
-
સંખ્યાત યોજન દંડ જેવા ઉપ-નીચે લાંબો, શરીર જેવો પહોળો, જીવપ્રદેશથી - શરીરથી બાહ્ય કાઢે છે, કાઢીને તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ દવિ છે – રત્ન - કર્કેતનાદિ, વજ્ર, વૈસૂર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિ-રસ, અંજન, અંજનપુલક, જાત્યરૂપ, અંક, સ્ફટિક લેવા. તેમાં જે બાદર-અસાર પુદ્ગલોને છોડે છે અને સાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી ઈચ્છિત નિર્માણને માટે બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કરીને, બહુામરમણીય ભૂમિભાગ