________________
3/9E
- જલાદિ વડે ભેદ ન પામે તેવો. - ૪ - ૪ - આલંબન-ઉપર જતાં અવલંબનરૂપી દૃઢતર ભીંત જેવા આલંબન સહિત ઉભયપાર્શ્વ જેના છે તેવો. સંપૂર્ણ રત્નમય. જો કે અન્યત્ર પાષાણમય કે કાષ્ઠમય કહ્યો છે. સુખેથી પગ મૂકી ચલાય તેવો. આવો સેતુ બનાવીને મારી આજ્ઞા પાછી સોંપો,
હવે તે શું કરે છે, તે કહે છે – આ અનુવાદ સૂત્ર હોવાથી બધું પૂર્વવત્.
[શંકા] ઉત્પન્નજલાના જળનો ઉન્મજ્જનનો સ્વભાવ છે, તો તેમાં સંક્રમાર્યક શિલાસ્તંભાદિ કઈ રીતે સુસ્થિત રહે છે ? તે દીર્ધપશાલા આકારે છે, જળ ઉપરના કાષ્ઠ આદિમય સંભવતો નથી. કેમકે તેના અસારત્વથી ભાર સહન કરી શકતો નથી. [સમાધાન] વર્ધકીરત્ને દિવ્યશક્તિના અચિંત્ય શક્તિપણાથી કરેલ છે. એના વડે ચક્રી રાજ્યની પરિસમાપ્તિ સુધી સર્વલોક પણ પાર ઉતરે છે. ચક્રીના કાળ સુધી ગુફામાં તે મંડલો પણ તેમજ રહે છે, ગુફા પણ ખુલ્લી રહે છે. ચક્રીના મૃત્યુ બાદ બધી ઉપરમે છે. ઈત્યાદિ - ૪ -
૬૯
ત્યારપછી તે ભરતરાજા સ્કંધાવાર-રૂપ-બલ સહિત ઉત્સર્ગી-નીમગ્નજલા મહાનદી પાર ઉતરે છે. એમ ઉતરતા ચક્રીને ઉત્તરદ્વારે જે થયું તે કહે છે – ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ - દંડરષ્નના પ્રહાર વિના જ મોટા-મોટા ક્રૌંચારવથી સરસર કરતાં ખુલી ગયા - ૪ - ૪ - તેનું કારણ એ છે કે – સેનાપતિએ કરેલ કમાડના ઉદ્ગાટન વિધિથી સંતુષ્ટ ગુપાના અધિપતિના અનુકૂળ આશયથી બીજી બાજુના કમાડ સ્વયં ઉઘડી ગયા. • હવે ઉત્તર ભરતાદ્ધ વિજય વિવક્ષા –
-સૂત્ર-૮૦ ઃ
તે કાળે તે સમયે ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ઘણાં આપાત નામે કિરાતો
વસતા હતા, જે આઢ્ય, દીપ્ત, વિત્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસનયાન-વાહન, બહુધન-બહુ સુવર્ણ-રજત, આયોગ પ્રયોગ સંયુક્ત, વિછર્દિત પ્રચુર ભોજન-પાનયુક્ત, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા ભૂત હતા, ઘણાં લોકોથી અપરિભૂત-શૂર-વીર-વિક્રાંત, વિસ્તીર્ણ-વિપુલ-બલ-વાહનવાળા, ઘણાં સમર સંપરાયમાં લધલક્ષ્ય હતા.
ત્યારે તે આપાત કિરાતો અન્યદા કોઈ દિવસે દેશમાં અકસ્માત સેંકડો
ઉત્પાત ઉત્પન્ન થયા. તે આ રીતે અકાલે ગર્જિત, અકાલે વિદ્યુત, અકાલે વૃક્ષો ઉપર પુષ્પો આવવા, વારંવાર આકાશમાં દેવતાનો નાય. ત્યારે તે આપાતકિરાતો દેશમાં ઘમાં સેંકડો ઉત્પાત ઉદ્ભવેલા જુએ છે. જોઈને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું
નિશે દેવાનુપિયો ! અમારા દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉદ્ભવ્યા છે, જેમકે – અકાળે ગર્જના, અકાળે વિદ્યુત્ - x - ઈત્યાદિ. તો દેવાનુપિયો ! ન જાણે આપણા દેશમાં કેવો ઉપદ્રવ થશે ! એમ વિચારી અપહત મનોસંકલ્પવાળા, ચિંતા-શોક સાગરમાં પ્રવિષ્ટ, હથેળી ઉપર મુખ રાખીને આધ્યિાનોપગત, ભૂમિગત દૃષ્ટિક થઈ ચિંતિત થઈ ગયા.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
ત્યારે તે ભરતરાજા ચકરાં દર્શિત માર્ગે યાવત્ સમુદ્રના રવભૂતની જેમ કરતાં-કરતાં તમિસ ગુફાના ઉત્તરીય દ્વારેથી અંધકારમાંથી નીકળતાં ચંદ્રની જેમ નીકળ્યો. ત્યારે તે આપાત કિરાતો ભરતરાજાના અગ્રસૈન્યને આવતા જુએ છે, જોઈને આસૂત, રુષ્ટ, ચાંડિફ્ય, કુપિત, ગુસ્સાથી ધમધમતા એકમેકને બોલાવે છે, અને બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો ! આ કોણ પાર્થિતના પ્રાર્થિત, દુરંત-પ્રાંતલક્ષણ, હીનપુન્ય ચાતુર્દશ, ડ્રી-શ્રી પરિવર્જિત છે, જે અમારા દેશની ઉપર બલાત્કારે જલ્દીથી આવે છે.
90
દેવાનુપિયો ! જલ્દી ત્યાં ધસી જઈએ, જ્યાં આ અમારા દેશની ઉપર બલાત્કારે જલ્દી ન આવે. એમ કહી એકબીજાની પાસે આ અર્થને સાંભળે છે, સાંભળીને સાદ્ધબદ્ધવર્મિતકવચવાળા થઈ, ઉત્પીડિત શરાસનપટ્ટિકા, પિનદ્ધ ત્રૈવેયકા, ભાદ્ધ-આવિદ્ધ-વીમલવર ચિંધ, આયુધ-પ્રહરણ લઈને જ્યાં ભરત રાજાનું અગ્ર સૈન્ય હતું. ત્યાં આવે છે, આવીને તેમની સાથે યુદ્ધે ચડી ગયા. ત્યારે તે આપાત કિરાતોએ ભરત રાજાના અગ્રસૈન્યને હત-મથિત-પ્રવરવીર ઘાતિક-વિપતિત ચિહ્ન-ધ્વજ-પતાકાવાળું કરી દીધું. ત્યારે તે સૈન્ય મુશ્કેલીથી પોતાના પ્રાણ બચાવી અહીં-તહીં ભાગી છૂટ્યું.
• વિવેચન-૮૦ :
ત્રીજા આરાને અંતે, જેમાં ભરત ઉત્તર ભરતાદ્ધને જીતવા માટે તમિસા ગુફાથી નીકળે છે, ઉત્તરાર્ધભરત ક્ષેત્રમાં આપાત નામે કિરાતો વસતા હતા, તેઓ ધનિક, ગર્વિષ્ઠ, તેમની જાતિમાં પ્રસિદ્ધ, અતિ વિપુલ ભવનો તેમાં હતા તથા શયન-આસન, રથાદિ, અશ્વાદિયુક્ત હતા. તેમાં પ્રભૂત ગણિમ-ધરિમાદિ ધન, ઘણાં જાત્યરૂપરજત હતા. આયોગ અને પ્રયોગ વ્યાપારમાં જોડાયેલા હતા. તેમને ત્યજેલ-ઘણાં લોકોને
ભોજનના દાનથી બચેલું-છાંડેલું સંભવે છે. સવિસ્તર, ઘણાં પ્રકારે, પ્રભૂત ભોજનપાન જેમાં છે તે. ઘણાં દાસી-દાસ ઈત્યાદિ જેમાં છે તે. ઘણાં લોકો વડે અપભૂિત, પ્રતિજ્ઞાના નિર્વાહ કે દાનમાં શૂર, સંગ્રામમાં વીર, પૃથ્વી ઉપર આક્રમણમાં સમર્થ, અતિ વિપુલ બલવાહનવાળા, ઘણાં યુદ્ધોમાં - આના દ્વારા અતિ ભયાનકત્વ સૂચવેલ છે, સમરરૂપ યુદ્ધોમાં અમોઘહસ્ત હતા. - ૪ - હવે તે મંડલમાં જે થયું, તે કહે છે –
તે આપાતકિરાતોને અન્યદા કોઈ દિને ચક્રવર્તીના આગમન કાળથી પૂર્વે, - ૪ - ૪ - દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો - અષ્ઠિ સૂચક સેંકડો નિમિત્તો પ્રગટ થયા. તે આ પ્રમાણે – અકાળે વર્ષા, કાલ વ્યતિક્તિ કાળે ગર્જના, અકાળે વિજળી, અકાળમાં - વૃક્ષમાં પુષ્પો ઉગવા, વારંવાર આકાશમાં ભૂતવિશેષો નાચે છે.
હવે તે આપાતકિરાતો શું કરે છે ? ઉત્પાત્ થયા પછી તેઓ દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો પ્રગટ થયેલા જુએ છે, જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું " x - આપણાં દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થયા છે, જેમકે – અકાળે ગર્જનાદિ, જાણતાં નથી કે અમારા દેશમાં - ૪ - કેવા ઉપદ્રવો થશે ? એમ કહીને વિમનરક, રાજ્યભ્રંશ અને ધન અપહારાદિ ચિંતનથી જે શોકની ચિંતાથી