________________
૩/૬૯ થી ૨
મૂકેલ છે.
હવે પ્રસ્તુત સૂત્રની વૃત્તિ કહે છે – વસ્તુપચ્છિા અર્થાત્ વાસ્તુ અને પરીક્ષામાં વિધિજ્ઞ. - ૪ - અથવા વાસ્તુના પરિચ્છેદમાં - કટકંબાદિ વડે આવરણ, તેમાં વિધિજ્ઞ - ૪ - નેમિપાર્શ્વ - સંપ્રદાયથી જાણવું, ભોજનશાળામાં, કોટ્ટની-તેમાં કોટ્ટ એટલે દુર્ગ - X - કોટ્ટના ગ્રહણને માટે પ્રતિકોટ્ટભિંતને ઉત્થાપે છે, તેમાં. તથા વારાગૃહશયનગૃહમાં, વિભાગ કુશલ - ઔચિત્યાનુસાર વિભાજક, છેધ-છેદનયોગ્ય કાષ્ઠાદિ, વેરા-વેધન યોગ્ય, દાનકર્મ-અંકનાર્થે ગિકિક સૂત્રથી રેખાદાન, તેમાં પ્રધાનબુદ્ધિ તથા જળગત ભૂમિકાની જલોત્તરણાર્થે કપધાકરણને માટે ઔચિત્યથી વિભાજક.
૪૭
ઉન્મગ્ન નિમગ્ન નદી આદિના ઉતરવામાં સામર્થ્ય. જળ અને સ્થળના સંબંધીમાં,
ગુફા-સુરંગમાં તથા યંત્ર-ઘટી યંત્રાદિમાં, પરિખામાં વિધિજ્ઞ. કાલજ્ઞાન-વાસ્તુના પ્રશસ્તઅપ્રશસ્ત લક્ષણના પરિજ્ઞાનમાં-વૈશાખ, શ્રાવણ, માઘ, ફાગણમાં ઘર કરવું ઈત્યાદિ. શબ્દશાસ્ત્રમાં સર્વ કળા વ્યુત્પત્તિમાં, વાસ્તુપ્રદેશ-ગૃહોત્રના એક દેશમાં – ઈશાનમાં દેવગૃહ, રસોડુ અગ્નિમાં કરવું નૈઋત્યમાં ભાંડોપસ્કર અર્થધાન્ય વાયવ્યમાં ઈત્યાદિ ગૃહ અવયવ વિભાગમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનમાં મુખ્ય છે.
ગર્ભિણી-ફલાભિમુખ વેલ, કન્યા-અફલા અથવા દૂર ફલા વલ્લી અને વૃક્ષ જે વાસ્તુક્ષેત્રમાં વધેલ હોય. વલ્લિવેપ્ટન - વાસ્તુ ક્ષેત્રમાં ઉગેલ વૃક્ષોમાં આરોહણ. આ બધાંના ગુણ-દોષનો વિશેષજ્ઞ. જેમકે – જે ભૂમિમાં ગર્ભિણીવલ્લી ઉગી હોય તે, તુરંત ફળદાયી છે ઈત્યાદિ - ૪ - ૪ - x - ફરી તેને જ વિશેષથી કહે છે .
-
ગુણાઢ્ય-પ્રજ્ઞા, ધારણા, બુદ્ધિ, હસ્તલાઘવાદિ ગુણવાળો. ૧૬-પ્રાસાદો - સ્વસ્તિકાદિ રાજાના ગૃહો, તે કરવામાં કશળ, ૬૪ ભેદે ગૃહો-જે વાસ્તુમાં પ્રસિદ્ધ છે. તેમાં અમૂઢ મતિ જેની છે તે તથા. વિકલ્પો ચોસઠ જ છે - પ્રમોદ વિજયાદિ ૧૬ ગૃહો પૂર્વદ્વારવાળા છે. સ્વાનાદિ ૧૬-ગૃહો દક્ષિણ દ્વારવાળા, ધનદાદિ-૧૬-ઉત્તર દ્વારવાળા, દુર્ભગાદિ-૧૬-પશ્ચિમ દ્વારવાળા, બધાં મળીને ૬૪-થાય છે. નંધાવર્ત-ગૃહ વિશેષ, એમ આગળ પણ જાણવું - ૪ - વર્ધમાન, સ્વસ્તિક, રુચક તથા સર્વતોભદ્ર સંનિવેશમાં ઘણાં પ્રકારે જ્ઞેયપણે અને કર્તવ્યપણે જેને છે તે.
અહીં વરાહના મત મુજબની ચાર ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે. [અમને તેમાં કંઈ સમજાતુ નથી, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોવી.
ફરી તેને જ વિશેષથી કહે છે ઉર્ધ્વ દંડમાં થાય તે ઉડિંક અર્થાત્ ધ્વજ, દેવ-ઈન્દ્રાદિ પ્રતિમા, કોષ્ઠ-ઉપરનું ગૃહ કે ધાન્યની કોઠી. દારૂ-વાસ્તુ ઉચિત કાષ્ઠ, ગિદુિર્ગાદિકરણાર્થે જનાવાસ યોગ્ય પર્વત, ખાત-પુષ્કરિણી આદિ, વાહન-શિબિકાદિ, તેના વિભાગમાં કુશળ. ધ્વજની રચના વિશે એક ગાથા છે, - - ૪ - તે-તે ગ્રંથોથી જાણવું. એમ ઉક્ત પ્રકારે બહુ ગુણાઢ્ય, તે નરેન્દ્રચંદ્ર - ભરતચકીના સ્થપતિરત્નવર્ધકીરત્ન તપ અને સંયમ અને કરણભૂત વડે પ્રાપ્ત છે. “શું કરીએ ?” ઈત્યાદિ પૂર્વવત્. હવે ઉપસ્થિત થઈને વર્ધકી જે કરે છે, તે કહે છે – તે વર્ણકી દેવકર્મવિધિથી
ચિંતિત માત્ર કાર્યકરણરૂપથી કંધાવારને નરેન્દ્રના વચનથી રાજાનો આવાસ-ભવન
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
આદિથી યુક્ત કરે છે. બધું જ મુહૂર્વથી અર્થાત્ વિલંબરહિત કરે છે. પછી શ્રેષ્ઠ પૌષદગૃહ કરે છે. કરીને ભરત રાજા છે ત્યાં જાય છે. આ આજ્ઞા જલ્દી જ પાછી સોંપે છે. - ૪ -
• સૂત્ર-3 :
જઈને - તે રથ પૃથ્વી ઉપર શીઘ્રગતિથી ચાલનાર હતો. અનેક ઉત્તમ લક્ષણયુક્ત હતો. હિમવંત પર્વતની વાયુરહિત કંદરાઓમાં સંવર્ધિત તિનિશ નામક થનિર્માણોપયોગી વૃક્ષોના કાષ્ઠથી બનેલ હતો. તેનું સૂપ જાંબૂનદ સુવર્ણથી નિર્મિત હતો. આરા સ્વર્ણમયી વાડીના હતા. તે પુલક, વરે, નીલ સાસક્, પ્રવાલ, સ્ફટિક, લેટુ, ચંદ્રકાંત, વિક્રમ, રત્નો અને મણીઓથી વિભૂષિત હતા. પ્રત્યેક દિશામાં બાર બારના ક્રમથી તેના ૪૮ આરા હતા. તુંબો સ્વર્ણપ્રિય પોથી ઢીકૃત્ હતા. તેના પૃષ્ઠ વિશેષરૂપથી ઘેરાયેલ, બાંધેલી, જોડેલી નવી પટ્ટીથી સુનિı હતી. અત્યંત મનોજ્ઞ નવી લોઢાની સાંકળ તથા ચામડાની રસીથી તેના અવયવ બાંધેલ હતા. તેના બંને પૈડા વાસુદેવના શસ્ત્રરત્ન સમાન હતા. જાલી ચંદ્રકાંત, ઈન્દ્રનીલ, શણ્યક રત્નોથી સુરચિત અને સુસજ્જિત હતી. તેના ઘોડાના ગળામાંની રસ્સી કમનીય, કીરણયુક્ત, લાલિમામય સ્વણથી બનેલ હતી. તેમાં સ્થાને સ્થાને કવચ પ્રસ્થાપિત હતા. તે રથ પ્રહરણોથી પરિપૂરિત હતો.
ઢાલો, કણકો, ધનુષો, પંડલાગ, ત્રિશૂળ, ભાલા, તોમર તથા સેંકડો બાણોથી યુકત બન્નીશ વ્રણીરોથી તે પરિમંડિત હતો. તેના ઉપર સુવર્ણ અને રત્નો દ્વારા ચિત્ર બનેલા હતા. તેમાં હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મોતી, ભલ્લિકા, કુદ, કુટજ તથા કંદલના પુષ્પ, સુંદર ફીણની રાશિ, મોતીના હાર અને કાશ સશ શ્વેત, પોતાની ગતિ દ્વારા મન અને વાયુની ગતિને જિતનારી, ચપળ, શીઘ્રગામી, ચામર અને સ્વર્ણમય આભૂષણોથી વિભૂષિત ચાર ઘોડા જોડેલ હતા. તેના ઉપર છત્ર હતું, ધ્વજા-ઘંટિકા-પતાકા લાગેલી.
તેનુ સંધિ યોજન સુંદર રૂપમાં નિષ્પાદિત હતો. યથોચિત રૂપે સુસ્થાપિત સમરના ગંભીર ઘોષ જેવો તેનો ઘોષ હતો. તેના કૂપર ઉત્તમ હતા. તે સુંદર ચક્રયુક્ત તથા ઉત્કૃષ્ટ નેમિમંડલયુક્ત હતા. યૂપના બંને કિનારા ઘણાં સુંદર હતા. બંને તુંબ શ્રેષ્ઠ વજ્રરત્નના બનેલ હતા, તે શ્રેષ્ઠ સુવર્ણથી શોભિત હતા. સુયોગ્ય શિલ્પીથી નિર્મિત હતા, ઉત્તમ ઘોડા જોડેલ હતા. સુયોગ્ય સારથીથી સુનિયોજિત હતા. ઉત્તમોત્તમ રત્નથી પરિમંડિત હતો. નાની-નાની સોનાની ઘંટીઓથી શોભિત હતી. તે અયોધ્યા હતો.
તેનો વર્ણ વિધુત્ પતિપ્ત વર્ણ, કમળ, જાકુસુમ, દીપ્ત અગ્નિ તથા પોપટની ચાંચ જેવો હતો. તેની પ્રભા ચણોઠીના અર્ધ ભાગ, બંધુજીવકપુષ્પ, સંમતિ હિંગુલ રાશિ, સિંદુર, શ્રેષ્ઠ કેસર, કબૂતરના પગ, કોયલની આંખ, અધરોષ્ઠ, મનોહર તાશોક વરુ, સ્વર્ણ, પલાશપુષ્પ, હાથીનું તાળવું, ઈન્દ્રગોપક, જેવી હતી. કાંતિ બિંબફળ, શિલપ્રવાલ અને ઉદીયમાન સૂર્ય સશ હતી. બધી