________________
૩/૫૫
લક્ષણોથી યુક્ત હતો. અખંડિત છત્રનો સ્વામી હતો.
તેના માતૃવંશ તથા પિતૃવંશ નિર્મળ હતા. પોતાના વિશુદ્ધ કુળરૂપી આકાશમાં તે પૂર્ણિમાના ચંદ્ર જેવો હતો. તે ચંદ્ર જેવો સૌમ્ય, મન અને નયનને આનંદપ્રદ, સમુદ્રસમાન ગંભીર, યુદ્ધમાં સદા અપરાજિત, પરમ વિક્રમશાળી હતો, તેના શત્રુ નષ્ટ થઈ ગયેલા. કુબેરની જેમ તે ભોગોપભોગમાં દ્રવ્યનો સમુચિત પ્રચુર વ્યય કરતો હતો. એ રીતે તે સુખપૂર્વક ભરતક્ષેત્રના રાજ્યને
ભોગવતો હતો.
૨૧
• વિવેચન-૫૫ :
ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે રાજા હતો. રાજા તો સામંતાદિ પણ
હોય, તેથી કહે છે – ચક્રવર્તી, પણ ચક્રવર્તી તો વાસુદેવ પણ હોય, તેથી કહે છે – ચાર અંત જેને છે તે – પૂર્વ, પશ્ચિમ, દક્ષિણમાં ત્રણ સમુદ્રો છે, ચોથો હિમવંત, એ પ્રમાણે જેને છે તે ચાતુરંત એવો ચક્રવર્તી થયો. મહાહિમવાન્ - હૈમવત અને હરિવર્ષ ક્ષેત્રના વિભાજક કુલગિરિ, તેની જેમ મહાત્, મલય - ચંદનવૃક્ષ ઉત્પત્તિ પ્રસિદ્ધ ગિરિ, મંદ-મેરુ. યાવત્ પદથી પહેલા ઉપાંગથી સમગ્ર રાજવર્ણન લેવું. તે રાજ્યને પાળતો વિચરે છે, સુધી કહેવું.
(શંકા) એમ હોય તો પણ શાશ્વતી ભરત નામક પ્રવૃત્તિ કેમ છે ? કહેવાનાર
નિગમન પણ અસંભવે, એવી આશંકાથી બીજા પ્રકારે તે-તે કાળ ભાવિ ભરત નામે ચક્રવર્તી ઉદ્દેશથી રાજવર્ણન કહે છે.
બીજો પાઠ વિશેષ - ૪ - તે વિનીતામાં અસંખ્યાતકાળ જે વર્ષોથી, તેના અંતરાલથી અર્થાત્ પ્રવચનમાં જ કાળની અસંખ્યેયતા છે - ૪ - અન્યથા સમય અપેક્ષાથી અસંખ્યેયત્વમાં ઔયુગીન મનુષ્યોના અસંખ્યેય આયુકત્વના વ્યવહારનો પ્રસંગ આવે. અસંખ્યેય વર્ષરૂપ કાળ જતાં એક ભરતચક્રવર્તી પછી બીજો ભરત ચક્રવર્તી, જેનાથી આ ક્ષેત્રનું ભરત એવું નામ પ્રવર્તે છે, તે ઉત્પન્ન થાય છે. આવશ્યક ચૂર્ણિમાં “સંખ્યાતકાળ વર્ષાયુક' - X - પાઠ છે, તેનાથી યુગ્મી મનુષ્યત્વનો વ્યવહાર દૂર કરેલો જાણવો. કેમકે તેમનો અસંખ્યાત વર્ષાયુ હોય છે.
(શંકા) ભરતચક્રીથી અસંખ્યાતકાળે સગર ચક્રી આદિ વડે આ સૂત્ર વ્યભિચરે છે, કેમકે તેમાં ભરત નામત્વનો અભાવ હોય છે ? [સમાધાન] આ સૂત્ર અસંખ્યાતકાળ વર્ષાતરથી સર્વકાળવર્તી ચક્રવર્તી મંડલમાં નિયમથી ભરતના નામનો સૂચક નથી, કદાચિત્ સંભવ સૂચવે છે. જેમકે આગામી ઉત્સર્પિણીમાં ભરત નામે પહેલો ચકી થશે. - ૪ -
તે કેવો છે ? યશસ્વી, શલાકાપુરુષત્વથી ઉત્તમ, ઋષભાદિ વંશ્યત્વથી કુલીન, સાહસિક, આંતરબળયુક્ત, શત્રુ વિત્રાસન શક્તિવાળો આવા રાજાને ઉચિત સર્વાતિશાયી ગુણવાળો, પ્રશસ્ત-વખાણવાલાયક, શરીરની ત્વચા-વર્ણ, ધ્વનિ, શુભ પુદ્ગલોપચય જન્મ ધાતુ વિશેષ, સંહનન - અસ્થિ નિચચરૂપ, તનુ-શરીર, ઔત્પાતિકી આદિ-બુદ્ધિ, ધારણા-અનુભૂત અર્થની અવિચ્યુતિ, મેધા-હેયોપાદેય બુદ્ધિ, સંસ્થાન
૨૨
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
યથાસ્થાને અંગઉપાંગનો વિન્યાસ, શીલ-આચાર, પ્રકૃતિ-સહજ.
પ્રશસ્ત વર્ણાદિ અર્થવાળા, - ૪ - ૪ - ગૌરવ-મહાસામંત આદિએ કરેલ અભ્યુત્થાનાદિ, છાયા-શરીર શોભા, ગતિ-સંચરણ, વિવિધ વક્તવ્યોમાં મુખ્ય. નિજશાસન પ્રવર્તનાદિમાં અનેક પ્રકારના વચનપ્રકારો હોય છે. જેમકે આદિમાં મધુર
ઈત્યાદિ - ૪ - ૪ -
તેજ-બીજા વડે અસહનીય - ૪ - ૪ - આયુબલ-પુરુષાયુક્ તે વીર્ય વડે યુક્ત. તેથી જરા-રોગાદિ વડે ઉપ વીર્યત્વ જેને નથી તે. પુરુષાયુષુ - તે કાળે લોકોને પૂર્વકોટિ સંભવે છે, તો પણ આનું ત્રુટિતાંગ પ્રમાણ જાણવું. કેમકે નરદેવનું આટલું જ આયુ સિદ્ધાંતમાં કહ્યું છે.
અશુષિર-નિછિદ્ર, તેથી જ ઘનનિયિત લોઢાની સાંકળની જેમ વજ્ર
ઋષભનારાય સંઘયણ જેમાં છે તેવા પ્રકારે દેહ ધરનાર.
છત્રીશ લક્ષણોમાંના વિશિષ્ટ લક્ષણનો અર્થ – ૫-માછલું, યુગ-ગાડાંનું અંગ વિશેષ, ભૂંગા-જળનું ભાજન વિશેષ, વ્યંજની-ચામર, ધૂપ-યજ્ઞસ્તંભ, સિંહાસનસિંહના ચિહ્નવાળું રાજાનું આસન, બંધાવર્ત્ત-પ્રતિ દિશામાં નવખૂણાવાળું, ગાગરસ્ત્રીનું પરિધાન વિશેષ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક દેવાવાસ.
આટલા માંગલ્ય, અતિશય વિવિક્ત, જે સાધિક હજાર પ્રમાણ લક્ષણો, તેના વડે વિસ્મયકર હાથ-પગના તળીયાવાળા, તીર્થંકરોની જેમ ચક્રવર્તીને પણ ૧૦૦૮ લક્ષણો સિદ્ધાંત સિદ્ધ છે. નિશીથ ચૂર્ણિમાં પણ તેનો સાક્ષીપાઠ છે.
ભૂમિમાંથી ઉગેલા અંકુરોની જેમ જેના મુખ ઉર્ધ્વ છે, તે ઉર્ધ્વમુખ એવા જે રોમ, તેનો સમૂહ જેમાં છે તે. આના વડે શ્રીવત્સાકાર સ્પષ્ટ કર્યો. - x - - સુકુમાલ, નવનીત-પિંડાદિ દ્રવ્યવત્ મૃદુ, આવર્ત-ચિકુર સંસ્થાન વિશેષ. પ્રશસ્ત-માંગલ્ય દક્ષિણાવર્ત્ત. તેનાથી વિરચિત જે વત્સ - ૪ - ૪ - તેના વડે આચ્છાદિત વિપુલ વક્ષવાળા. દેશકોશલ દેશાદિમાં, ક્ષેત્ર-તેના એકદેશરૂપ વિનીતા નગરી આદિમાં, યથાસ્થાન વિનિવિષ્ટ અવયવવાળો જે દેહ, તેને ધારણ કરનાર. અર્થાત્ તે કાળે ભરતક્ષેત્રમાં ભરતચક્રીથી વધુ સુંદર કોઈ ન હતો.
ઉગતા સૂર્યના કિરણો વડે વિકસિત જે શ્રેષ્ઠ કમળ-સરોજ, તેનો વિકસ્વર જે ગર્ભ, તેના જેવો વર્ણ-શરીરની ત્વચા જેની ચે તે. અશ્વના ગુદા પ્રદેશ જેવો - x - સુગપ્તત્વથી તેની સમાન, પ્રશસ્ત પૃષ્ઠ ભાગનો અંત-ગુદા પ્રદેશ, તે મળના લેપથી
રહિત હોય છે.
ઉત્પલ-કુષ્ઠ, કુદજાતિ, વત્સ્યપક-રાજચંપક, નાગકેસર્કુસુમ સારંગ-પ્રધાનદલ અથવા - ૪ - સારંગમદ-કસ્તૂરી, એ બધાંની તુલ્ય ગંધ-શરીર પરિમલ જેની છે તે. ૩૬અધિક પ્રશસ્ત એવા રાજાના ગુણો વડે યુક્ત, તે આ પ્રમાણે – અવ્યંગ, લક્ષણથી પૂર્ણ, રૂપ સંપત્તિયુક્ત શરીર, અમદ, જગત્ઓજસ્વી, યશસ્વી ઈત્યાદિ જાણવા.
ઉક્ત ૩૬-ગુણોમાં વિશેષ શબ્દોનો અર્થ આ પ્રમાણે છે – ઔદાર્ય-દાક્ષિણ્યતા, તેથી દાન શોંડતા ગુણથી આ ગુણ જુદો છે. જોકે આ ગુણોમાંના કેટલાંક ગુણો