________________
૨/૪૧
છે, એવા અભિપ્રાયથી બંનેનું ગ્રહણ કરેલ છે. સાતમાં સ્થાનમાં સાત, દશમાં સ્થાનમાં દશ અને અહીં પંદર કુલકરો કહેલા છે. - X - દાય આ વાસનાભેદ હોય
૧૪૯
પહેલા સુમતિનું પલ્ય દશમાંશ આયુ, પછી બાર વંશ્ય સુધી પૂર્વ દર્શિત ન્યાયથી એક/ચાલીશમાં બાકીના ભાગમાં અસંખ્યાત પૂર્વે, તે આગળ-આગળ હીન-હીન થતાં નાભિનું સંખ્યાતપૂર્વીયુ. એ અવિરુદ્ધ લાગે છે. - ૪ - આવશ્યકવૃત્તિમાં મતાંતરથી નાભિનું અસંખ્યાત પૂર્વીયુ કહ્યું - ૪ - ઈત્યાદિમાં પરસ્પર વિરોધ નથી અને આવશ્યકાદિમાં વિમલવાહનનું પલ્યદશમાંશ આયુ કહ્યું તે વાંચનાભેદ જાણવો. નામ-પાઠ ભેદ પણ તેમજ જાણવો.
હવે પ્રસ્તુત ઉપક્રમ કહ્યો તે – સુમતિ, પ્રતિશ્રુતિ યાવત્ ઋષભ છે, તે સૂત્રાર્થ મુજબ સમજી લેવો.
વળી પદ્મ ચરિત્રમાં ચૌદ કુલકરો કહ્યા છે, અહીં પંદરમાં ઋષભનો પણ ઉલ્લેખ છે. તે ભરતક્ષેત્ર પ્રકરણમાં ભરતભર્તા ભરત નામે પણ મહારાજાની પ્રરૂપણા અનુક્રમે છે, તે જણાવવાને છે.
હવે આ કુલકરત્વ કઈ રીતે કરે છે તે કહે છે –
• સૂત્ર-૪૨ -
તેમાં સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમંધર અને ક્ષેમંકર એ પાંચ કુલકરોની ‘હક્કાર’ નામે દંડનીતિ હતી, તે મનુષ્યો ‘હક્કાર' દંડથી અભિહત થઈ લજ્જિત, વિલજ્જિત, વ્ય, ભીત થઈ મૌનપૂર્વક વિનયથી નમીને રહેતા હતા.
તેમાં મંકર, વિમલવાહન, ચક્ષુમ્ન, યશવાન્ અને અભિચંદ્ર એ પાંચ કુલકરોની મક્કાર નામે દંડનીતિ હતી. તે મનુષ્યો મક્કાર દંડથી અભિહત થઈ યાવત્ રહે છે.
તેમાં ચંદ્રભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરોમાં ધિક્કાર નામે દંડનીતિ હતી. તે મનુષ્યો ધિક્કાર દંડ વડે અભિહત થઈ યાવત્ રહે છે.
• વિવેચન-૪૨ :
તે પંદર કુલકરો મધ્યે સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમંધર, ક્ષેમંકર એ પાંચ કુલકરોના ‘હા’ એવા અધિક્ષેપાર્થક શબ્દના કરવાને ‘હાકાર’ નામે દંડ-અપરાધિનું અનુશાસન, તેમાં નીતિન્યાય થતો હતો. અહીં સંપ્રદાય આ રીતે છે –
પૂર્વે ત્રીજા આરાના અંતે કાલદોષથી વ્રતભ્રષ્ટ ચતીની માફક દ્રુમના મંદપણામાં પોતાના દેહના અવયવોની જેમ તેમાં યુગલોના મમત્વના જન્મમાં બીજાએ સ્વીકારેલ બીજા અન્ય વડે ગ્રહણ કરાતા પરસ્પર વિવાદ જન્મતા, પરાભવથી અસહિષ્ણુતા આવતા તેમને સ્વામીપણે કરતાં. તે તેમનો ભાગ કરીને વૃદ્ધો ગોત્રીઓને દ્રવ્યની માફક આપતા. જ્યારે તે સ્થિતિ અતિ થઈ, ત્યારે તેના શાસનને માટે જાતિસ્મરણથી નીતિજ્ઞપણે ‘હાકાર’ દંડનીતિ કરી. તેને પ્રતિશ્રુતિ આદિ ચારે પ્રવર્તાવી.
૧૫૦
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ત્યારે તેઓ કેવા થયા ? તે કહે છે –
તે મનુષ્યો ‘હાકાર' દંડ વડે અભિહત થઈ લજ્જિત થઈ, વ્રીડિત થઈ, વ્યર્લ - પ્રકર્ષવાળી લજ્જાવાળા થઈ. આ ત્રણે પર્યાયવાચી શબ્દો છે, ડરીને, મૌન ધરી વિનયથી નમીને - ૪ - રહેતા. તેઓ આ દંડ વડે પોતાને હરાયેલા માનીને ફરી તે અપરાધમાં ન પ્રવર્તતા. અહીં પૂર્વે ન જોયેલ શાસનના તેમને દંડાદિ ઘાતથી અતિશય મર્મઘાતીપણે થવાથી ‘હત' એવું આ વચન છે.
હવે પછીના કાળવર્તી કુલકર કાળમાં તે જ દંડનીતિ શું હતી ? તે આશંકાનું
સમાધાન કરતાં કહે છે –
તેમાં ક્ષેમંધરાદિ પાંચ કુલકરોમાં ‘મા' એવા નિષેધાર્થ કરણ - નામક “માકાર’ નામે દંડનીતિ થઈ. બાકી પૂર્વવત્.
આવશ્યકાદિમાં તો વિમલવાહન અને ચક્ષુષ્પત કુલકરને ‘હાકાર’રૂપ દંડનીતિ
છે. જે અભિચંદ્ર અને પ્રસેનજિતના મધ્યે ચંદ્રાભનું અકથન છે, તે વાચનાંતર જાણવું. અહીં એવું કહેવા માંગે છે કે – ક્રમથી અતિ સંસ્તવ આદિ વડે જીર્ણભીતિકત્વથી ‘હાકાર'ના અતિક્રામમાં ગંભીર વેદી હાથીની માફક યુગલોમાં ક્ષેમંધર કુલકરે બીજી ‘માકાર' રૂપ દંડનીતિ કરી, તેને વિમલવાહનાદિ ચારેએ અનુસરી.
-
અહીં સંપ્રદાય આ પ્રમાણે છે મોટા અપરાધમાં ‘માકાર' રૂપ અને બીજામાં ‘હાકાર' દંડનીતિ જ હતી. હેમસૂરીએ ઋષભચત્રિમાં સાત કુલકર અધિકારમાં યશસ્વીના વારામાં દંડનીતિને આથ્રીને કહ્યું છે કે – અલ્પ અપરાધમાં
પહેલી નીતિ, મધ્યમમાં બીજી, મહા અપરાધમાં બંને પણ નીતિ તે મહામતિએ પ્રયોજી.
હવે ત્રીજા કુલકર પંચકમાં વ્યવસ્થા કહે છે - ૪ - તેમાં ‘ધિક્’ એ પ્રમાણેના ઉચ્ચારણયુક્ત ‘ધિક્કાર' નીતિ હતી. સંપ્રદાય આ છે – પૂર્વનીતિના અતિક્રમણમાં ચંદ્રાભકુલકરે ધિક્કાર દંડનીતિ કરી. તેને પ્રસેનજિત આદિ ચારે એ અનુસરી, મોટા અપરાધમાં ધિક્કાર અને મધ્યમ-જઘન્યમાં માકા-હાકાર નીતિ.
બીજી પરિભાષણાદિ નીતિ ભરતના કાળમાં હતી. તે આ — પહેલી પરિભાષણા, બીજી મંડલિબંધ, ત્રીજી ચાક, ચોથી છવિચ્છેદાદિ એ ભરતની ચારે નીતિઓ હતી. કોઈ કહે છે તે ઋષભના કાળે હતી.
હવે ૧૫-કુલકરમાં કુલકરત્વ માત્ર ૧૪-સાધારણ, અસાધારણ પુન્ય પ્રકૃતિ ઉદયજન્મ ત્રિ જગા જનથી પૂજનીયતાને દર્શાવવા આ લોકમાં વિશિષ્ટ ધર્મઅધર્મ સંજ્ઞા વ્યવહાર પ્રવર્તાવેલ, તેને કહે છે –
• સૂત્ર-૪૩ :
નાભિ કુલકરની મરુદેવા નામે પત્નીની કુક્ષિમાં તે સમયે ઋષભ નામે અહ, કૌશલિક, પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલિ, પ્રથમ તીર્થંકર, પ્રથમ