________________
૧/૬
સંસ્થિત કહેલા છે. તે આજિનક, રૂ, બૂર, નવનીત, વૂલ સ્પર્શવત્ મૃદુ અને સર્વરત્નમયાદિ છે.
૫૭
સૂત્રવ્યાખ્યા – તે જાતિમંડપ ચાવત્ માલુકામંડપે - ૪ - ઘણાં શિલાપટ્ટકો કહેલા છે. એકૈક શિલાપકે હંસાસનવત્ સંસ્થિત છે. - ૪ - બીજા પણ ઘણાં શિલાપટ્ટક, જે વિશિષ્ટ ચિહ્ન અને વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસન છે, તેની માફક સંસ્થિત છે. ઘણાં શિલાપટ્ટકો માંસલ-અકઠિન, સુદૃષ્ટ-અતિશય મટ્ટણ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. આજિનક ઈત્યાદિ સુગમ છે.
સૂત્ર વ્યાખ્યા – તે આ ઉત્પાત્ પર્વતાદિગત હંસાસન આદિમાં યાવત્ વિવિધરૂપ સંસ્થાન સંસ્થિત પૃથ્વીશાલિપટ્ટકમાં, ઘણાં વનોના અંતરોમાં થાય તે વાણમંતર દેવોદેવીઓ સુખ પડે તેમ બેસે છે, આશ્રયણીય સ્તંભાદિ, સુએ છે - દીર્ધકાય પ્રસારણથી
વર્તે છે. પણ નિદ્રા કરતાં નથી. તેમને દેવયોનિકતાથી નિદ્રાનો અભાવ હોય. અહીં ઉપલક્ષણ થકી “રહે છે' ઈત્યાદિ પાઠ જીવાભિગમમાં કહેલ લખેલ છે –
તિષ્ઠન્તિ - ઉર્ધ્વસ્થાનથી વર્તે છે. નિષીદંતિ-બેસે છે, વવર્તન કરે છે - ડાબુ પડખું બદલીને જમણાં પડખાં રહે છે કે જમણું પડખું બદલીને ડાબે પડખે રહે છે. લલંતિ-મનને ઈષ્ટ જેમ થાય તેમ વર્તે છે. ક્રીડન્તિ-સુખ ઉપજે તેમ અહીં-તહીં ગમન વિનોદથી, ગીત-નૃત્યાદિ વિનોદથી રહે છે. મોહન્તિ-મૈથુન સેવા કરે છે. એ પ્રમાણે - પૂર્વે - પૂર્વભવમાં, કરેલાં કર્મોનો, તેથી જ પૂર્વેના સુચરિતજનિત કર્મ. - x - તેનો આ ભાવાર્થ છે - વિશિષ્ટ તથાવિધ ધર્માનુષ્ઠાન વિષયમાં અપ્રમાદ કરણ, ક્ષાંત્યાદિ સુચરિત, સુપરાક્રાંત જનિત કર્યો. - ૪ - સર્વે સત્ત્વ મૈત્રી સત્ય ભાષણ પદ્રવ્ય અપહાર ન કરવો, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત.
તેથી જ શુભફળોમાં અહીં કિંચિત્ અશુભફળ પણ ઈન્દ્રિય મતિ વિપર્યાસથી શુભફળ માને છે. તેથી તાત્વિક શુભ ફળ પ્રતિપત્તિ અર્થે આના જ પર્યાયને કહે છે - કલ્યાણ અર્થાત્ તત્વવૃત્તિથી તથાવિધ વિશિષ્ટ ફળદાયી અથવા અનર્થોપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે.
એ પ્રમાણે પાવરવેદિકાના બહાર સ્થિત વનખંડ વક્તવ્યતા કહી, હવે તેની પૂર્વે રહેલ વનખંડ વક્તવ્યતાને કહે છે –
તે જગતી ઉપર પાવર વેદિકાની અંતર્મધ્યે જે પ્રદેશ છે, તેમાં એક મોટું વનખંડ કહેલ છે, દેશોન બે યોજન વિધ્યુંભથી પદ્મવર્વેદિકાના સમાન તુલ્ય પરિધિથી છે. - x - પાવર વેદિકાના બાહ્ય પ્રદેશથી અંદર ૫૦૦ ધનુષુ જતાં જે પરિક્ષેપ ન્યૂનત્વ છે તેની વિવક્ષા અલ્પત્વને કારણે કરી નથી. - x - બહિર્વનખંડવત્ વિશેષણ રહિત વનખંડ વર્ણક લેવું. વિશેષ એ કે તૃણ વિહીન જાણવું. - x - ઉપલક્ષણત્વથી મણિલક્ષણ વિહીન પણ જાણવું. પાવર વેદિકાના અંતરિતપણાથી તથાવિધ વાયુના અભાવથી મણી અને તૃણના અચલનથી પરસ્પર સંઘર્ષના અભાવથી શબ્દનો અભાવ છે. - ૪ -
પ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
હવે જંબુદ્વીપની દ્વાર સંખ્યા પ્રરૂપણાર્થે કહે છે –
• સૂત્ર-૭,૮ -
[9] ભગવન્ ! જંબૂદ્વીપના કેટલાં દ્વારો કહેલા છે ? ગૌતમ ! ચાર દ્વારો કહેલ છે, તે આ પ્રમાણે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. એ પ્રમાણે ચારે પણ દ્વારો સરાહનીય કહેવા.
[૮] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન જઈને જંબૂઢીપ દ્વીપના પૂર્વી છેડાથી લવણસમુદ્રના પૂર્વાર્ધથી પશ્ચિમમાં સીતા મહાનદીની ઉપર અહીં જંબૂદ્વીપનું વિજય નામે દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ચાર યોજન વિખુંભથી, તેટલું જ પ્રવેશથી છે. તે શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ સ્તુપિકાથી યાવત્ દ્વારનું વર્ણન યાવત્ રાજધાની [કહેવું.
• વિવેચન-૭,૮ :
સૂત્રનો પ્રશ્ન અને ઉત્તર બંને પણ સુગમ છે. વિશેષ એ કે – પૂર્વથી પ્રાદક્ષિણા વડે વિજયાદિ દ્વારો જાણવા. દ્વારોના જ સ્થાન વિશેષ નિયમનને માટે કહે છે –
ભદંત! જંબૂદ્વીપ દ્વીપનું વિજય નામે પ્રસિદ્ધ દ્વાર ક્યાં કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં જે મેરુગિરિ છે, તેની પૂર્વ દિશામાં ૪૫,૦૦૦ યોજન અતિક્રમીને જંબૂદ્વીપ દ્વીપમાં પૂર્વના અંતે અને લવણસમુદ્રના પૂર્વાર્ધના પાશ્ચાત્ય ભાગમાં શીતા મહાનદી ઉપર જે પ્રદેશ છે તે, આમાં જંબુદ્વીપ દ્વીપના વિજય નામે દ્વાર કહેલ છે, તે આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ચાર યોજન વિસ્તારથી છે. આ દ્વાર વિખુંભનું પ્રમાણ સ્થૂળ ન્યૂન કહ્યું છે. સૂક્ષ્મતાથી વિભાવના કરતાં દ્વાર શાખાના બે વિખંભથી બે ક્રોશ ઉમેરતા સાઈયોજન થાય છે. તેની વિવક્ષા કરી નથી, ચાર યોજન ભીંતનું બાહલ્સ છે.
!
તે કેવા છે, તે કહે છે ? શ્વેત વર્ણયુક્ત, કેમકે બાહુલ્યથી અંકરત્નમયપણે છે. વર કનકમયી રૂપિકા જેની છે તે.
હવે શેષ દ્વાર વર્ણન રાજધાનીવર્ણનના અતિદેશથી કહે છે – દ્વારનું વર્ણન યાવત્ રાજધાની વર્ણન, જે જીવાભિગમ ઉપાંગમાં કહેલ છે, તે સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા દ્વારવર્ણક આ રીતે – ઇહામૃગ, ઋષભ, તુરગ, નગર, મગર ઈત્યાદિના ચિત્રો આલેખેલ છે. સ્તંભ ઉપરની વેદિકામાં અભિરામ વિધાધર સમલયુગલ યંત્રયુક્ત, અર્ચીસહસ્ર માલનીય, હજારો રૂપયુક્ત દીપતા, વિશેષ દીપતા ચક્ષુલોચનલેશ, સુખસ્પર્શ, સશ્રીકરૂપ યુક્ત છે. દ્વારવર્ણનમાં વજ્રમય નેમા, ષ્ટિમય પ્રતિષ્ઠાન, ધૈર્યના સ્તંભ, જાત્ય રૂપોપચિત, પંચવર્ણ મણિ-રત્ન કુટ્ટિમતલ, હંસગર્ભમય લુક, ગોમેજ્જમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષમય દ્વારચેટી, જ્યોતિસ્મૈય ઉત્તરંગ, ધૈર્યમય કાટ, વજ્રમય સંધી, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય
-