________________
૧/૬
મેલ, કજ્જલ-કાજળ, દીપશિખાથી પતિત મી, તાણ ભાજનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત, મીગુલિકા-ઘોલિત કાજળની ગુટિકા, ગવલ-ભેંસની શીંગ, તે પણ દૂર કરાયેલ ઉપરના ત્વચા ભાગવાળા લેવા. કેમકે તેમાં વિશેષ કાલિમા સંભવે છે.
૪૫
તેમાંથી બનાવેલ ગુટિકા તે ગવલગુટિકા. ભ્રમરાવલી-ભ્રમરપંક્તિ, ભ્રમરસાર-ભ્રમની પાંખની ભ્રમરની પાંખની અંદરનો વિશિષ્ટ શ્યામતાથી ઉપચિત પ્રદેશ. આદ્રષ્ઠિકોમળકાક, પરપુષ્ટ-કોકીલ, કૃષ્ણસર્પ-કાળા વર્ણની સર્પજાતિ વિશેષ. કૃષ્ણ કેસરકૃષ્ણ બકુલ. શરદનો મેઘમુક્ત આકાશખંડ, તે ઘણો કૃષ્ણ દેખાય છે. કૃષ્ણાશોક આદિ વૃક્ષના ભેદો છે. અશોકાદિ પંચવર્ણી જ છે, તેથી બાકીના વર્ણોને છોડવા કૃષ્ણનું ગ્રહણ કર્યું.
ત્યારે ગૌતમે પૂછ્યું – શું મણી અને તૃણોના કૃષ્ણવર્ણ આવા સ્વરૂપનો છે ? - ૪ - ભગવંતે કહ્યું – આ અર્થ ઉપયુક્ત નથી. - x - તે કૃષ્ણ મણિ-તૃણ જીમૂત
આદિથી ઈષ્ટતરક છે, તે કંઈક અકાંત હોવા છતાં કોઈકને ઈષ્ટતર હોય છે, તેથી અકાંતતાનો છેદ કરવા કહ્યું કાંતતક, - ૪ - તેથી જ મનોજ્ઞતક-મન વડે જણાય છે, અનુકૂળપણે સ્વપ્રવૃત્તિ વિષયી કરાય છે, તેથી મનોજ્ઞ-મનોનુકૂલ, તે મનોજ્ઞ છતાં કંઈક મધ્યમ હોય, તેથી સવોત્કર્ષ પ્રતિપાદન માટે કહે છે – મનઆપતક-જોનારના મનમાં વસી જાય છે. પ્રકૃષ્ટતા દેખાડવા 'તર' પ્રત્યય મુક્યો. અથવા આ બધાં એકાર્થિક શબ્દો છે, પણ વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્ચે છે.
તેમાં જે નીલમણી-તૃણ છે, તેમનો આવા સ્વરૂપનો વર્ણાવાસ કહેલ છે - જેમ કોઈ ભંગ-ભંગપત્ર, ચાસ-ચાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદ-નીલીગુલિકા, શ્યામાક, ઉચંતક વનરાજી કે બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારાપતની ગ્રીવા, અતસીકુસુમ, બાણકુસુમ, જનકેશિકા કુસુમ, નીલોત્પલાદિ વત્ વર્ણ છે ? ગૌતમ ! ના, આ અર્થ યુક્ત નથી, તે નીલ મણી અને તૃણ કરતાં પણ ઈષ્ટતરક, કાંતતરક, મનોજ્ઞતક, મણામતરક વર્ણથી કહેલ છે.
-
ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર ભૃગ-કીટક વિશેષ, પક્ષ્મલ-પાંખ, શુક-પોપટ, પિચ્છ-પીંછા, ચાપ-પક્ષી વિશેષ નીલી-ગળી, શ્યામક-ધાન્ય વિશેષ અથવા શ્યામાપ્રિયંગુ, ઉચંતક-દંતરાગ, હલધ-બલભદ્ર, તેનું વસ્ત્ર, તે નીલ હોય છે. તે - x - નીલવસ્ત્ર જ ધારણ કરે છે. અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ તેનું પુષ્પ. નીલોત્પલકુવલય. નીલાશોક આદિ બધાં વૃક્ષ વિશેષ છે.
તેમાં જે લોહિતક-લાલ મણી અને તૃણ છે. તેનો આવો વર્ણવારા કહેલ છે, તે આ પ્રમાણે – જેમ કોઈ સસલાનું, ઘેટાનું, વરાહનું, મનુષ્યનું, ભેંસનું આ બધાંનું લોહી હોય, બાલેન્દ્રગોપ, બાળસૂર્ય સંધ્યાભ્રરાગ, ગુંજાદ્વરાગ, જાતહિંગલોક, શિલપ્રવાલ, પ્રવાલાંકુર, લોહિતાક્ષમણી, લાક્ષારસ, કૃમિરાગકંબલ, ચીણષ્ટિરાશિ, જાસુનદકુસુમ, કિંશુક કુસુમ, પારિજાતકુસુમ, સ્ક્વોત્પલ, રક્તાશોક, રક્ત કણવીર, રક્ત બંધુજીવક, આ બધાં જેવો છે ? ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે લોહિત મણી
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૪૬
અને તૃણ, આનાથી ઈષ્ટતકાદિ વર્ણથી કહેલ છે.
ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર – શશક-સસલું, ઉરભ-ઘેટું, વરાહ-શૂકર, ઈત્યાદિ લોહીનો વર્ણ બીજા લોહીથી ઉત્કટ વર્ણનો છે. માટે આ લોહીનું ગ્રહણ કર્યું. બલેન્દ્રગોપ-તાજો જન્મેલ ઈન્દ્રગોપ, કેમકે તે મોટો થતાં કંઈક પાંડુક્ત વર્ણનો થાય છે. ઈન્દ્રગોપ-વર્ષાકાળમાં થતો કીટક વિશેષ. બાલ દિવાક-પહેલો ઉગતો સૂર્ય. સંધ્યાભ્રરાગ-વર્ષાકાળમાં સંધ્યા સમયે થતો અભ્રરાગ. ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ અતિલાલ હોય છે. અડધો અતિકૃષ્ણ હોય, તેથી ગુંજાદ્ધ ગ્રહણ કર્યું છે. શિલાપ્રવાલપ્રવાલ નામે રત્ન વિશેષ. પ્રવાલાંકુ-તેના જ અંકુર, તે જ પહેલા ઉદ્ગત થતાં અતિ લાલ હોય છે. લોહિતાક્ષ-એ રત્ન વિશેષ છે, લાક્ષારસ-લાખનો રસ, કૃમિરાગથી રંગેલ કંબલ, ચીનષ્ટિ-સિંદૂર, જયાકુસુમાદિ પ્રસિદ્ધ છે. - x -
તેમાં જે પીળા મણી અને તૃણ છે, તેનો આવો વર્ણ કહેલ છે. તે આ રીતે
-
– જેમ કોઈ ચંપક, ચંપકની છાલ, ચંપકનો છેદ, હળદર, હળદરખંડ, હળદર ગુલિકા, હાલિકા, હાલિકાગુલિકા, ચીકુર, ચીકરંગરાગ, વસ્કનક, વસ્કનક નિઘસ, વાસુદેવનું વસ્ત્ર, અલ્લકી-ચંપક-કોહંતુકના પુષ્પ, કોરંટમાલ્યદામ, ઈત્યાદિ પુષ્પો - ૪ - પીતાશોક, પીતકણવીર, પીતબંધુજીવા, આ બધાં જેવો વર્ણ હોય ? ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે પીળા મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવત્
વર્ણથી કહેલાં છે.
સૂત્ર વ્યાખ્યાસાર – ચંપ - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષ. ચંપકછલ્લી-સુવર્ણ ચંપકની ત્વચા, ભેદ-છંદ, હરિદ્રાગુલિકા-હળદરના સારમાંથી બનાવેલ ગુટિકા. હરિતાલિકા-પૃથ્વીવિકારરૂપ - X - ચિકુર-રંગવાનું દ્રવ્ય વિશેષ, ચિકુરાંગરાગ-ચિકુર સંયોગ નિમિત્ત વસ્ત્રાદિમાં રાગ, વસ્કનક-પ્રધાન પીળું સુવર્ણ - x - વરપુરુષ-વાસુદેવ, વાન-વસ્ત્ર, તે પીળું જ હોય છે.
અલ્લકી કુસુમ-લોકથી જાણવું, ચંપકુસુમ-સુવર્ણ ચંપકનું ફૂલ, કૂષ્માંડિકા કુસુમ-પુસ્કલીનું પુષ્પ, કોરંટકમાલ્યદામ-કોરંટક પુષ્પની એક જાતિ. તે કંટાસેલિ નામે સંભવે છે. માલ્ય-પુષ્પ, દામ-માળા, સમુદાયમાં જ વર્ણની ઉત્કટતાં સંભાવે છે તેથી માળાનું ગ્રહણ કર્યુ. તડવડા-આઉલીનું પુષ્પ, - ૪ - સુહિરણ્વિકા-વનસ્પતિ વિશેષ, બીજક-વૃક્ષ વિશેષ, પીતાશોક-પીળું અશોકવૃક્ષ બાકી પૂર્વવત્.
તેમાં જે શ્વેત મણી અને તૃણ છે, તેનો આવારૂપે વર્ણાવાસ કહેલ છે – જેમ કોઈ અંક, ક્ષીર, ક્ષીરપુર, ક્રૌંચાવલી, હારાવલી, બલાકાવલી, શારદીય બલાહક, દંતધધૃતરૂપ્યપ, ચોખાના લોટનો ઢગલો, કુંદપુષ્પરાશિ, કુમુદરાશિ, શુક્લછિવાકિ, - ૪ - મૃણાલ, ગજદંત, લવંગદલ, પુંડરીકદલ, સિંદુવારમાલ્યદામ, શ્વેતાશોક, શ્વેતકણવીર, શ્વેતબંધુજીવક. એ બધાં જેવો શ્વેત વર્ણ હોય છે? ગૌતમ! આ અર્થયુક્ત નથી. તે શુક્લ મણી અને તૃણ આનાથી ઈષ્ટતર ચાવત્
વર્ણથી કહેલ છે.