________________
આરંભ
પ્રજ્ઞપ્તિ'' કહેવાય.
- અથવા -
જંબુદ્વીપને સ્વસ્થિતિમાં પૂર્ણ કરે, તે જંબુદ્વીપ પ્રાજગતી વર્ષ વર્ષધરાદિની જ્ઞપ્તિ જેમાં છે, તે જંબુદ્વીપ પ્રાપ્તિ સાન્વર્થ શાસ્ત્ર નામ પ્રતિપાદનથી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિનો પીંડાર્થ કહ્યો. - x - x - નામ નિક્ષેપ ચિંતા બીજા અનુયોગમાં કરીશું. - X - પ્રસ્તુત અધ્યયનના મહાપુરની જેમ ચાર અનુયોગ દ્વારો છે – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ - સૂત્રનો અર્થ સાથે સંબંધ, અથવા અનુરૂપ કે અનુકૂળ યોગ વ્યાપાર સૂત્રના અર્થ પ્રતિપાદનરૂપ અનુયોગ. - ૪ - ૪ - અથવા અર્થની અપેક્ષાથી ઋણુ - લઘુ, પછી ઉત્પન્ન થયેલ પણાથી નુ શબ્દ વાચ્યનો, જે અભિધેય, યોગ-વ્યાપાર, તેનો સંબંધ તે અનુયોગ
- X - X -
૨૧
તેના દ્વારની જેમ દ્વાર-પ્રવેશમુખ, આ અધ્યયન પુરનો અર્થાધિગમ ઉપાય. - X - ૪ - ૪ - જંબુદ્વીપ પ્રાપ્તિ અધ્યયનપુર પણ અથાધિગમ ઉપાયદ્વાર શૂન્ય અશક્યાધિગમ થાય છે, એક દ્વારાનુગત પણ દુરધિગમ છે. પ્રભેદસહિત ચાર દ્વારાનુગત સુખાધિગમ માટે છે. - ૪ -
તેના બે, ત્રણ, બે, બે ભેદો ક્રમથી થાય છે.
નિરુક્તિ પણ ઉપક્રમણ તે ઉપક્રમ, તે ભાવસાધન વ્યાખ્યાથી શાસ્ત્રના સમીપ આનયન વડે નિક્ષેપ અવસર પ્રાપક છે. અથવા જેના વડે ગુરુવાક્યોગથી ઉપક્રમ થાય તે ઉપક્રમ. તે કરણ સાધન છે. અથવા જેમાં ઉપક્રમાય તે શિષ્ય શ્રમણ ભાવ હોવાથી ઉપક્રમ એ કરણ સાધન છે. - x » X -
નિક્ષેપણ-આના વડે, આમાં કે આનાથી જેમાં નિક્ષેપ કરાય તે અથવા નિક્ષેપ-ઉપક્રમથી લાવેલ વ્યાખ્યા કરાયેલ શાસ્ત્રના નામાદિ વડે ન્યાસ, નિક્ષેપન્યાસ-સ્થાપના એ બધાં પર્યાયો છે. એ રીતે અનુગમન કે જેના વડે - જેમાં - જેથી અનુગમન થાય તે અનુગમ - નિક્ષિપ્ત સૂર્તનો અનુકૂળ પરિચ્છેદ-અર્થક્શન. નય - લઈ જવું કે જેના વડે - જેમાં - જેથી લઈ જવા તે નય. અનંત ધર્માત્મક વસ્તુનો એકાંશ પરિચ્છેદ અર્થાત્ એક જ ધર્મથી પુરસ્કૃત્ વસ્તુનો સ્વીકાર.
ઉપક્રમાદિ દ્વારના અહીં વ્યાસનું શું પ્રયોજન છે ? અનુપક્રાંત સમીપીભૂતનો નિક્ષેપ થતો નથી, અનિક્ષિપ્ત નામાદિ વડે અર્થથી અનુગમ થતો નથી. અર્થથી અનનુગતની નય વડે વિચારણા થતી નથી. આ જ આ ક્રમનું પ્રયોજન છે - x - ફલાદિ કહ્યા.
હવે અનુયોગ દ્વારભેદના કહેવા પૂર્વક આ અધ્યયનની વિચારણા કરીએ. તેમાં ઉપક્રમ બે ભેદે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી છે. તેમાં દ્રવ્ય ઉપક્રમ બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમથી ઉપક્રમ શબ્દાર્થના જ્ઞાતા, તેમાં અનુપયુક્ત આદિ - ૪ - તેમાં જે ઉપક્રમ શબ્દાર્થનું-જ્ઞનું શરીર, જીવરહિત છે તે, જ્ઞશરીર દ્રવ્યોપક્રમ. - x
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
- X - જ્ઞ અને ભવ્યશરીર વ્યતિક્તિ તે સચિત્ત, અચિત્ત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત દ્રવ્યોપક્રમ - દ્વિપદ, ચતુષ્પદ, અપદના ભેદથી ત્રણ પ્રકારે છે. ઈત્યાદિ - X - X - X + X - X - X -
-
ક્ષેત્ર કાલોપક્રમ પણ બે ભેદે છે પરિકર્મ અને વસ્તુવિનાશ. તેમાં ક્ષેત્ર - આકાશ, તે અમુર્ત છે, નિત્ય છે. તેથી તેમાં પકિર્મરૂપ કે વિનાશરૂપ ઉપક્રમ ન ઘટાવી શકાય. - X - - ઈક્ષુ ક્ષેત્રનો હલ આદિ વડે પરિકર્મ, ગજ બંધન આદિ વડે વિનાશ છે.
૨૨
એ રીતે ‘કાળ’નો પૂર્વોક્ત ન્યાયથી ઉપક્રમ અસંભવ છે, છતાં શંકુ આદિ છાયાદિ વડે યથાર્થ પરિજ્ઞાન, તે પરિકર્મ-કાલોપક્રમ. ગ્રહ-નક્ષત્રાદિ ચાર વડે અનિષ્ટફળદાયકતાથી પરિણમન તે વિનાશ કાલોપક્રમ. તથા લોકમાં પણ અમુક ગ્રહાદિથી આ વિનાશ તે કાળ.
ભાવોપક્રમ બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમ વડે ઉપક્રમ
શબ્દાર્થનો જ્ઞાતા, તેમાં ઉપયુક્ત. નોઆગમથી બે ભેદે અપ્રશસ્ત અને પ્રશસ્ત્ર. - x
- x -
હવે અનુયોગ અંગ પ્રતિપાદન અધિકારમાં ગુરુભાવોપક્રમ અભિધાન અનર્થક છે. તે અસમ્યક્ છે. - ૪ - X - X - X - કહે છે કે – બાળ-લગ્નાદિ સાધુને પથ્ય અન્ન-પાનાદિ વડે વૈયાવચ્ચમાં નિયુક્ત સાધુ દ્રવ્યોષક્રમથી પ્રતિજાગૃત રહે. ગુરુના આસન-શયનાદિ ઉપભોગમાં ભૂતલ પ્રમાર્જનાદિ વડે ક્ષેત્રોપક્રમથી સંસ્કાર કરે છે, કાલોપક્રમથી ભવ્યના છાયાલગ્નાદિ વડે દીક્ષાદિ સમયને સમ્યક્ સાધે છે અને ગુરુ કૃપા કરે છે અથવા - ૪ - ઉપક્રમ સામ્યથી જે કંઈ ઉપક્રમભેદથી સંભવે છે, તે બધું પણ કહેવું. • x " x + X +
લૌકિક ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે. તે પણ છ ભેદે જ છે - x આનો અર્થ અનુયોગદ્વાર સૂત્રથી જાણવો. ગ્રન્થ વિસ્તારના ભયથી અહીં કહેતા નથી. કેવલ આનુપૂર્વાદિ પાંચ ઉપક્રમ ભેદોમાં છઠ્ઠો સમવતાર ભેદ વિચારતા આ અધ્યયનનો સમવતાર કરવો. તેથી આનુપૂર્વાદિ ઉપક્રમ છ ભેદે કહેવો. તેથી કહે છે. દશ ભેદે આનુપૂર્વીમાં આ અધ્યયનનો ઉત્કીર્તનગણનાનુપૂર્વીનો સમવતાર છે.
તેમાં ઉત્કીર્તન-નામ કથન માત્ર, જેમકે બાર અંગઉપાંગ મધ્યે ઉવવાઈ આદિ
છે. ગણન - એક, બે, ત્રણ આદિ, તે ગણનાનુપૂર્વી ત્રણ ભેદે છે – પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીથી આ છઠ્ઠું, પશ્ચાનુપૂર્વીથી સાતમું, અનાનુપૂર્વીથી અનિયત છે.
નામમાં - ૪ - છ ભાવો ઔદયિકાદિને નિરૂપે છે. તેમાં આનો ક્ષાયોપશમિક ભાવમાં અવતાર છે. કેમકે સર્વશ્રુત ક્ષાયોપશમિક ભાવરૂપ છે. પ્રમાણ ચાર ભેદે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી. તેમાં આ અધ્યયન ક્ષાયોપશમિક
–