________________
૧૯/-/૧૨૯ થી ૧૩૪
કરે છે, એમ કહેવું.
(૭) એક વળી એમ કહે છે – ૪૨-ચંદ્રો અને ૪૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું.
૧૬૯
(૮) એક વળી એમ કહે છે – ૭૨ ચંદ્રો અને ૭૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું.
(૯) એક વળી એમ કહે છે – ૧૪૨ ચંદ્રો અને ૧૪૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું.
(૧૦) એક વળી એમ કહે છે – ૧૭૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું.
(૧૧) એક વળી એમ કહે છે – ૧૦૪૨ ચંદ્રો અને ૧૦૪૨ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરે છે, એમ કહેવું.
(૧૨) એક વળી એમ કહે છે – ૧૦૭૨ ચંદ્રો અને ૧૦૭૨ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરે છે, એમ કહેવું.
આ બધી જ પ્રતિપત્તિઓ મિથ્યારૂપ છે. તથા ભગવંત સ્વમતથી આ બધાંને પૃભૂત કહે છે –
અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી વક્ષ્યમાણ પ્રકારે કહીએ છીએ. તે આ પ્રકારે જાણવું - આ જંબુદ્વીપ, વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ ભણવું અને વ્યાખ્યાન કરવું જોઈએ.
તે જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. દ્રવ્યાસ્તિક મત નયથી સર્વકાળ એ પ્રમાણે જ જગત્ સ્થિતિના સદ્ભાવથી કહ્યું. તથા બે સૂર્યો તાપિત થયા, તાપિત થાય છે, તાપિત થશે.
તથા એક-એક ચંદ્રનો ૨૮-નક્ષત્રોનો પરિવાર છે. જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, તેથી ૫૬-નક્ષત્રો જંબુદ્વીપમાં ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરેલ છે, યોગ કરે છે અને યોગ કરશે.
તથા એક-એક ચંદ્રનો ૮૮ ગ્રહ પરિવાર છે, તેથી બે ચંદ્રના એકત્ર ગ્રહ મિલનથી સર્વસંખ્યા વડે ૧૭૬ ગ્રહો થાય છે. તે જંબૂદ્વીપમાં ચાર ચર્ચા હતા, ચરે છે અને ચરશે.
તથા એક-એક ચંદ્રનો તારા પરિવાર ૬૬,૯૭૫ કોડાકોડી છે જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, તેથી આ તારા પ્રમાણને બે વડે ગુણીએ, તેથી ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ થાય છે. આટલા પ્રમાણમાં તારા જંબૂદ્વીપમાં શોભિત થયા-થાય છે અને થશે.
હવે શિષ્યજનના અનુગ્રહને માટે યયોક્ત જંબુદ્વીપગત ચંદ્રાદિ સંગ્રાહિકા બે
ગાથા કહે છે –
ઉક્ત બંને ગાથા સુગમ છે. વિશેષ એ કે – જંબુદ્વીપમાં વિચાર કરવો. તે માટે 'ચિયારી' શબ્દ મૂક્યો છે.
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
જંબુદ્વીપ દ્વીપને લવણ નામનો સમુદ્ર જે વૃત્ત છે અને વલયાકાર સંસ્થાન વડે સંસ્થિત છે. બધી જ દિશા-વિદિશામાં વીંટીને રહેલો છે. [એ પ્રમાણે કહેવું.] ભગવંતે તેમ કહેતાં ગૌતમ પ્રશ્ન કરે છે તે સુગમ છે. ભગવંતે કહ્યું – તે
-
૧૭૦
સમચક્રવાલ છે, ઈત્યાદિ સુગમ છે.
=
ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહે છે – તે બે લાખ યોજન ચક્રવાલ વિખંભથી છે. તે પરિક્ષેપથી ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન કહી છે.
તે આ રીતે – લવણસમુદ્રમાં એક તફ બે લાખ યોજન ચક્રવાલ વિખંભ છે, અને બીજી તરફ પણ બે લાખ યોજન છે. મધ્યમાં એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે. બધાં મળીને પાંચ લાખ યોજન છે. આનો વર્ગ કરતાં પચીશ અને તેની ઉપર દશ શૂન્યો આવશે, તેને ૧૦ વડે ગુણવાથી આવે છે પચીશ પછી ૧૧-શૂન્યો. આ રાશિનું વર્ગમૂળ
=
કાઢતાં પ્રાપ્ત થાય છે – ૧૫,૮૧,૧૩૮ અને શેષ વધે છે - છવીશ લાખ, ચોવીશ હજાર, નવસો છપ્પન, તેને ભાંગ્યા ૩૧-લાખ, ૬૨-હજાર, ૨૭૬ અર્થાત્ ૨૬,૨૪,૯૫૬+
૩૧,૬૨,૨૬.
આ અપેક્ષાથી એક યોજનમાં કંઈક ન્યૂન પ્રાપ્ત થાય છે. તેથી કહેલ છે કિંચિત્ ન્યૂન-૧૩૯.
લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો છે, તેથી ૨૮-નક્ષત્રોને ચાર વડે ગુણીએ, તેથી ૧૧૨
।
નક્ષત્રો તેમાં હોય છે.
૮૮-ગ્રહોને ચાર વડે ગુણીએ, તેથી ૩૫૨ થાય છે.
તારા કોડાકોડીના-૬૬,૯૭૫ છે, તેને ચાર વડે ગુણીએ-તેનાથી યયોક્ત તારા પ્રમાણ થાય છે.
તે લવણસમુદ્ર આદિ બધું જ સુગમ છે. વિશેષ એ - પરિધિ ગણિત પરિભાવના આ પ્રમાણે કરવી જોઈએ –
જંબુદ્વીપના વિખુંભ લાખ યોજનને લવણના બંને બાજુ બબ્બે લાખ યોજનના મેળવવાથી ચાર લાખ, ધાતકીખંડની બંને બાજુ ચાર-ચાર લાખ મળીને આઠ લાખ છે.
તેથી આ બધાં મળીને ૧૩-લાખ થાય છે. તેથી આ રાશિનો વર્ગ કરતાં-૧૬૯ અને તેના પછી દશ શૂન્યો મૂકતાં પ્રાપ્ત સંખ્યા જાણવી. ફરી તેને દશ વડે ગુણતાં-૧૬૯ની આગળ ૧૧-શૂન્યો મૂકવા. ત્યારપછી તેનું વર્ગમૂળ કાઢવામાં આવતા ૪૧,૧૦,૯૬૧ નક્ષત્રાદિ
પરિમાણ પ્રાપ્ત થશે.
તેનું નક્ષત્રાદિ પરિમાણ પણ ૨૮ આદિ સંખ્યક નક્ષત્રો બાર વડે ગુણીને સ્વયં આણવું.
ધાતકીખંડ ઈત્યાદિ બધું સુગમ છે. તે કાલોદ સમુદ્ર ઈત્યાદિ. એ પણ સુગમ
છે. વિશેષ એ કે – પરિક્ષેપ ગણિત ભાવના આ પ્રમાણે જાણવી. [કરવી.]
કાલોદ સમુદ્ર એક તરફ ચક્રવાલથી આઠ લાખ યોજન છે. બીજી તરફ પણ આઠ લાખ યોજન છે, તેથી સોળ લાખ થયા. ધાતકીખંડના એક તફ ચાર લાખ, બીજી