________________
૧૩/-/૧૦૭
આ જ વાત વિશેષ અવબોધને માટે વૈવિકવ્યથી સ્પષ્ટ કરતાં કહે છે - x - x - જ્યોત્સ્ના પ્રધાન પક્ષ તે જ્યોત્સના પક્ષ અર્થાત્ શુક્લપક્ષ. ત્યાંથી અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષ જતાં ચંદ્ર-૪૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો સુધી હાનિને પામે છે, એમ બાકી વાક્ય સમજવું.
૧૧૭
જે યથોક્ત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર, રાહુવિમાન પ્રભા વડે રંજિત થાય છે. કઈ રીતે રંજિત થાય?
એ પ્રમાણે તે જ રાગ પ્રકારને તે આ પ્રમાણે ઇત્યાદિ પ્રગટ કરે છે. પહેલામાં
– “એકમ’'રૂપ તિથિમાં પરિસમાપ્તિ કરીને પ્રથમ-પરિપૂર્ણ-પંદરમાં ભાગ સુધી રંજિત કરે છે.
બીજા દિવસે પરિસમાપ્તિ કરનારી તિથિમાં પરિપૂર્ણ બીજો પંદરમા ભાગ સુધી. એ પ્રમાણે પંદરમી તિથિ પરિસમાપ્તિ કરતાં પરિપૂર્ણ પંદર ભાગ સુધી રંજિત
કરે છે.
તે પંદરમી તિથિથી છેલ્લા સમયે ચંદ્ર સર્વયારૂપે રાહુ વિમાનની પ્રભાથી રંગાઈ જાય છે. અર્થાત્ તિરોહિત થાય છે. [દેખાતો બંધ થઈ જાય છે.]
જે ૧૬-મો ભાગ ૨/૬૨ ભાગરૂપ અનાવૃત્ત રહેલ છે. તે અલ્પ હોવાથી કે અદૃશ્યત્વથી ગણેલ નથી.
તે પંદરમી તિથિનો છેલ્લો સમય છોડીને અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષના પહેલાં સમયથી આરંભીને બાકી બધાં પણ સમયોમાં ચંદ્ર રંજિત કે વિક્ત થાય છે અર્થાત્ કેટલાંક અંશો રાહુ વડે આવૃત્ત અને કેટલાંક અંશો અનાવૃત્ત થાય.
કૃષ્ણપક્ષની વક્તવ્યતાનો ઉપસંહાર - ૪ - આ કૃષ્ણ પક્ષમાં પંદરમી તિથિ, અમાવાસ્યા નામે આ યુગમાં પહેલું પર્વ અમાવાસ્યા છે. અહીં મુખ્યવૃત્તિથી પર્વ શબ્દ નામથી અમાવાસ્યા અને પૂર્ણિમા છે. ઉપચારથી પક્ષમાં પર્વ શબ્દની પ્રવૃત્તિ છે. તેથી કહ્યું છે - ૪ -
હવે કઈ રીતે ૪૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો છે? તેમ પૂછતા - કહે છે – અહીં શુક્લપક્ષ કે કૃષ્ણપક્ષ ચંદ્રમાસનું અડધો છે. તેથી પક્ષનું પ્રમાણ ચૌદ અહોરાત્ર અને એક અહોરાત્રના - ૪/૬૨ ભાગ. અહોરાત્રનું પ્રમાણ ૩૦-મુહૂર્તો છે, તેથી ૩૦ વડે ગુણીએ. તેથી ૪૨૦ મુહૂર્તો છે. જે અહોરાત્રના ૐ૬૨ ભાગ છે, તે પણ મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેથી આવશે૧૪૧૦ તેને ૬૨ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે-૨૨ મુહૂર્તો. તેને મુહૂર્ત રાશિમાં ઉમેરીએ, તો આવશે-૪૪૨ મુહૂર્તો અને શેષ રહે છે મુહૂર્તના ૬/૬૨ ભાગ. એ પ્રમાણે જેટલો કાળ ચંદ્રમાની હાનિ, તેટલો કાળ પ્રતિપાદન કર્યું. હવે વૃદ્ધિનો કાળ કહે છે -
-
- ૪ - અંધકાર પક્ષથી - ૪ - જ્યોત્સના પક્ષ-શુક્લપક્ષે ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો સુધી વૃદ્ધિને પામે છે. તે વાક્ય
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
શેષ છે.
યથોક્ત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર ધીમે ધીમે વિક્સ્ડ અર્થાત્ રાહુ વિમાનથી અનાવૃત્ત થાય છે.
૧૧૪
-
વિરાગના પ્રકારો કહે છે તે આ પ્રમાણે-વિરાગ પ્રકાર દર્શાવવામાં પહેલા દિવસમાં એકમ રૂપ તિથિમાં પહેલા ૧૫-ભાગ સુધી ચંદ્ર વિક્ત થાય છે. બીજા દિવસે બીજા પંદર ભાગ સુધી એ પ્રમાણે ૧૫-૧૫ ભાગ સુધી. તેમાં પંદરમી પૂર્ણિમા રૂપ તિથિના છેલ્લા સમયે ચંદ્ર વિરક્ત થાય છે. અર્થાત્ સર્વયા રાહુવિમાન વડે અનાવૃત્ત થાય છે, એમ કહેવાનો ભાવ છે.
તે પંદરમો ચરમ સમય છોડીને શુક્લપક્ષને પહેલાં સમયથી આરંભીને બાકીના સમયોમાં ચંદ્ર ફ્ક્ત પણ હોય અને વિક્ત પણ હોય. દેશથી ક્ત અને દેશતી વિક્ત હોય છે, એવું કહેવાનો ભાવ છે. [તેમ જાણવું મુહૂર્વસંખ્યા ભાવના પૂર્વવત્ કરવી.
શુક્લપક્ષ વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે – આ અનંતર કહેલ પંદરમી તિથિ પૂર્ણિમા નામે આ યુગમાં છે, તે બીજી પર્વ પૂર્ણિમા જાણવી.
હવે એવા સ્વરૂપે યુગમાં કેટલી અમાવાસ્યા અને કેટલી પૂર્ણિમા છે, તેમાં રહેલ સર્વ સંખ્યા કહે છે -
- સૂત્ર-૧૦૮ :
તેમાં નિશ્ચે આ ૬૨-પૂર્ણિમા અને ૬૨-અમાવાસ્યાઓ કહેલી છે. ૬૨ મી પૂર્ણિમા સંપૂર્ણ વિર્દી અને ૬૨મી અમાસ સંપૂર્ણ રક્ત-અવરાયેલી છે.
આ ૧૨૪-૫૮, આ ૧૨૪ સંપૂર્ણ ક્ત-વિક્ત છે. જેટલા પાંચ સંવત્સરોના સમયો ૧૨૪-સમયથી ન્યૂન છે, એટલા પરિત અસંખ્યાતા દેશ ક્ત-વિત થાય છે.
અમાવાસ્યાથી પૂર્ણિમા ૪૪૨-મુહૂર્તો અને મુહૂર્તના ૬/પુર ભાગ કહેલ છે, તેમ કહેવું.
re
તે પૂર્ણિમાથી અમાવાસ્યા ૪૪૨ મુહૂર્તો અને મુહૂર્તના /દુર ભાગ કહેલ છે, તેમ કહેવું.
તે અમાવાસ્યાથી અમાવાસ્યા ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૦/૬ર ભાગ કહેલ છે, તેમ કહેવું.
તે પૂર્ણિમાથી પૂર્ણિમા-૮૮૫ મુહૂર્ત અને મુહૂર્તના ૩૦/૬૨ ભાગ કહેલા છે, તેમ કહેવું.
આ આટલો ચંદ્રમાસ, આટલો સર્વ યુગ છે. • વિવેચન-૧૦૮ :
ત્યાં યુગમાં નિશ્ચે આ સ્વરૂપે ૬૨-પૂર્ણિમાઓ અને ૬૨-અમાવાસ્યાઓ કહેલી
છે, તથા યુગમાં ચંદ્રમા આ - અનંતરોક્ત સ્વરૂપ પરિપૂર્ણ રંજિત ૬૨-મી અમાવાસ્યાના