________________
૧૦/૨૦/૭૮
ઋતુ સંવત્સર, ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર.
• વિવેચન-૭૮ :
-
પ્રમાણ સંવાર પાંચ ભેદે કહેલ છે નક્ષત્ર સંવત્સર, ઋતુસંવાર ઈત્યાદિ. તેમાં નક્ષત્ર, ચંદ્ર અને અભિવર્હુિત સંવત્સરોનું સ્વરૂપ પૂર્વે કહેલ છે, હવે ઋતુ સંવત્સર અને સૂર્ય સંવત્સર, બંનેનું સ્વરૂપ કહીએ છીએ. તે આ છે – બે ઘટિકાનું એક મુહૂર્ત, ૩૦-મુહૂર્તનું અહોરાત્ર, પરિપૂર્ણ પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો માસ, બાર માસનો સંવત્સર. જે સંવત્સરમાં ૩૬૦ પરિપૂર્ણ અહોરાત્ર થાય તે ઋતુ સંવત્સર,
34
ઋતુઓ લોકપ્રસિદ્ધ વસંતાદિ છે. તે વડે પ્રધાન તે ઋતુ સંવત્સર. આના બીજા પણ બે નામો છે. તે આ પ્રમાણે – કર્મ સંવત્સર, સવન સંવત્સર.
તેમાં કર્મ સંવત્સર લૌકિક વ્યવહારથી પ્રધાન સંવત્સર છે, તે કર્મ સંવત્સર. લોકો જ પ્રાયઃ બધાં, આ જ સંવત્સર વડે વ્યવહાર કરે છે. તથા આમાં રહેલ માસને આશ્રીને બીજે પણ કહેલ છે કે – નિરંસતાથી કર્મ માસ વ્યવહારકારક લોકમાં છે, બાકીના સંસયથી વ્યવહાર દુષ્કર છે.
સવન - કર્મમાં પ્રેરણ, તેથી પ્રધાન સંવત્સર તે સવન સંવત્સર એવું. તેનું નામ છે. કહ્યું છે કે – બે નાલિકા મુહૂર્ત, ન્યૂન ૬૦ નાલિકા અહોરાત્ર, પંદર અહોરાત્રનો પક્ષ, ૩૦ દિવસનો માસ. બાર માસનો સંવત્સર. તેના ૨૪-પક્ષો થાય. ૩૬૦ અહોરાત્ર થાય. આ કર્મ કહેલ છે, નિયમા કર્મનો સંવત્સર છે. કર્મ, સાવણ અને ઋતુ એ તેના નામો છે.
તથા જેટલા કાળથી છ એ પ્રાતૃષ આદિ ઋતુ પરિપૂર્ણ પ્રાવૃત્ત થાય છે, તેટલો કાળ વિશેષ આદિત્ય [સૂ] સંવત્સર છે. કહ્યું છે કે છ ઋતુ પવિત્ત, આ સંવત્સર આદિત્ય છે. તેમાં જો કે લોકમાં ૬૦ અહોરાત્ર પ્રમાણ પ્રાવૃ આદિ ઋતુ પ્રસિદ્ધ છે, તો પણ પરમાર્થથી તે ૬૧ અહોરાત્ર પ્રમાણ જાણવી. કેમકે તે પ્રમાણે ઉત્તરકાળનું અવ્યભિચાર દર્શન છે. તેથી આ સંવત્સરમાં ૩૬૬ રાત્રિ દિવસના બાર માસ વડે સંવત્સર થાય છે.
તથા બીજે પણ પાંચે સંવત્સરોમાં જે કહ્યું તે રાત્રિદિવસનું પરિમાણ કહેવું – ૩૬૬ અહોરાત્રનું ભાસ્કર વર્ષ થાય છે. ૩૬૦નું વળી કર્મ સંવત્સર થાય છે ૩૫૪ અહોરાત્રનું નિયમથી ચંદ્ર સંવત્સર ૧૨/૬૨ ભાગ અધિકથી છે. ૩૨૭ અહોરાત્રનું નક્ષત્ર સંવત્સર ૫૧/૬૭ ભાગથી અધિક છે. ૩૮૩ અહોરાત્ર અને ૐ/૬૨ ભાગ અધિક અભિવૃદ્ધિ સંવત્સર થાય.
આ ચારે પણ ગાથા સુગમ છે.
આ પ્રત્યેક સંવત્સરનું અહોરાત્ર પ્રમાણ આગળ પણ કહીશું પરંતુ અહીં પ્રસ્તાવથી કહ્યું.
હવે શિષ્યજનના અનુગ્રહને માટે સંવત્સર સંખ્યાથી માસ સંખ્યા દર્શાવીએ
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તેમાં સૂર્ય સંવત્સરના પરિમાણ ૩૬૬ અહોરાત્ર અને બારમાસ વડે સંવત્સર થાય. તેમાં ૩૬૬ને ૧૨ ભાગ વડે ભાગ દેવાથી પ્રાપ્ત થશે-૩૦. બાકી રહે છે છ. તેને અડધા કરતાં થશે બાર. તેથી પ્રાપ્ત એક દિવસના અદ્ધ, એટલા પ્રમાણ સૂર્યમાસ. કર્મ સંવત્સરનું પરિમાણ ૩૬૦ અહોરાત્ર. તેના બાર ભાગ કરાતા પ્રાપ્ત ૩૦અહોરાત્ર, આટલું કર્મમાસ પરિમાણ છે.
૩૬
છીએ.
ચંદ્ર સંવત્સરનું પરિમાણ ૩૫૪ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગ છે. તેમાં ૩૫૪ને ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત ૨૯ અહોરાત્ર અને શેષ વધે છે ૬અહોરાત્ર. તેના ૬૨ ભાગ કરવાને ૬૨ વડે ગુણીએ, તેથી ૩૭૨ આવશે. જે ૧૨/૬૨ ભાગની ઉપરની રાશિ, તેમાં ઉમેરીએ, તેથી યશે ૩૮૪. તેમાં ૧૨ વડે ભાગ દેવાતા
પ્રાપ્ત થશે ૩૨/૬૨ ભાગ. તે ચંદ્રમાસ પરિમાણ.
નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૫૧/૬૭ ભાગ. તેમાં ૩૨૭ને ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૨૭ અહોરાત્ર. શેષ વધે છે ત્રણ. તેથી તેના પણ ૬૭ ભાગ કરવાને ૬૭ વડે ગુણીએ, તો થશે ૨૦૧. જે પણ ઉપરના ભાગ ૫૧-છે, તેને તેમાં ઉમેરીએ, તો થશે ૨૫૨. તે પણ ૧૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે ૨૧/૬૭ ભાગ. આટલું નક્ષત્ર માસ પરિમાણ છે.
અભિવદ્ધિત સંવત્સરનું પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરાત્રના ૪૪/૬૨ ભાગ. તેમાં ૩૮૩ને બાર વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૩૧-અહોરાત્ર અને શેષ રહેશે ૧૧ અહોરાત્ર. તેના ૧૨૪ ભાગ કરવાને માટે ૧૨૪ વડે ગુણીએ. તેથી આવશે ૧૩૬૪. જે પણ ઉપરના ૪૪/૬૨ ભાગ છે, તે પણ ૧૨૪ ભાગ કરવા માટે બે વડે ગુણીએ, તેથી થશે-૮૮. તે અનંતર રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૪૫૨. તેને ૧૨-વડે ભાગ કરીએ. તો ૧૨૧ સંખ્યા આવશે અને ૧૨૪ ભાગ થશે. આટલું અભિવદ્ધિત માસ પરિમાણ છે.
|
તેથી કહ્યું છે – સૂર્ય માસ સાદ્ધ્ત્રીશ, સાવણ ત્રીશ, ચંદ્ર-૨૯ અને ૩૨/૬૨ ભાગ. નક્ષત્ર માસ ૨૭-અહોરાત્ર અને ૨૧/૬૭- અભિવર્હુિત માસ ૩૧-અહોરાત્ર અને ૧૨૧/૧૨૪ ભાગ.
હવે આ પાંચ સંવત્સરથી પૂર્વોક્ત સ્વરૂપ યુગ-પાંચ સંવત્સરાત્મક મારાને આશ્રીને મપાય છે.
તેમાં યુગ-પૂર્વોક્ત સ્વરૂપ જો સૂર્ય માસ વડે ભાગ કરાય, તેથી ૬૦ સૂર્ય માસનો યુગ થાય. કહે છે – સૂર્યમાસમાં આદ્ધ-૩૦ અહોરાત્રનો યુગ અને અહોરાત્ર ૧૮૩૦ થાય છે. આ કઈ રીતે જાણવું ? તે કહે છે –
આ યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર, બે અભિવર્છિત સંવત્સર, એકૈક ચંદ્ર સંવત્સરમાં અહોરાત્ર ૩૫૪ તથા એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગ થાય. આને ત્રણ વડે ગુણીએ, તેનાથી ૧૦૬૨ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૬/૬૨ ભાગ.