________________
૧૦/૧૦/૫૩
-
પછી કોઈ પણ પૂછે છે દક્ષિણાયનના કેટલા જતાં ? અહીં ઐરાશિક કવિતાર છે. જો ચાર ગુલનયા એકત્રિશ ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો ચાર ગુલ વડે કેટલી તિથિ પ્રાપ્ત થાય? રાશિત્રય સ્થાપના - ૪ | ૧ | ૪
અહીં અંત્ય રાશિ અંગુલરૂપ ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ. તેથી ૧૨૪ સંખ્યા આવશે. તેના વડે મધ્ય રાશિ ગુણીએ. ત્યારે પણ ૧૨૪ આવશે કેમકે ૧૨૪ × ૧ = ૧૨૪ જ થાય. તેનો ચાર લક્ષણ આદિ રાશિ વડે ભાગ કરાતા, પ્રાપ્ત થશે ૩૧-તિથિઓ. તેનાથી આવશે દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર અંગુલ પોરિસિની વૃદ્ધિ. [એ પ્રમાણે જાણવું.]
તથા ઉત્તરાયણમાં ચાર પદથી અંગુલ આઠ હીન એ પૌરિસિ પ્રાપ્ત થતાં કોઈ પૂછે છે - ઉત્તરાયણની કેટલી છે?
૧૮૧
અહીં પણ ઔરાશિક - જો ચાર અંગુલના એકત્રીશ ભાગ વડે એક તિથિ થાય છે તેને આઠ અંગુલ વડે હીનથી કેટલી તિથિ પ્રાપ્ત થાય છે ? સાશિત્રય સ્થાપના
- ૪|૧|૮
અહીં અંત્ય રાશિના ૩૧ ભાગ કરવાને માટે ૩૧ વડે ગુણીએ તેનાથી થાય ૨૪૮. આ ૨૪૮ને મધ્ય રાશિ એક વડે ગુણવામાં આવતા થાય છે - ૨૪૮. તે ૨૪૮ને
આધ રાશિ ચાર છે, તેના વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે ૬૨. તેથી આવે છે - ઉત્તરાયણમાં ૬૨મી તિથિમાં આઠ અંગુલ પોરિસિ હીન.
તે અષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુના વૃતની વૃત્તતા, સમચતુરસ સંસ્થાન સ્થિતની સમચતુરસ સંસ્થાન સંસ્થિતા, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનની ન્યગ્રોધ પરિમંડલની ન્યગ્રોધ પરિમંડલ વડે ઉપલક્ષણથી આ શેષ સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુના શેષ સંસ્થાન સંસ્થિતાથી, અષાઢ માસમાં પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોયો ભાગ અતિ ક્રાંત થતાં કે શેષ રહેતા સ્વ પ્રમાણ છાયા થાય છે. નિશ્ચયથી વળી અષાઢ માસના છેલ્લાદિને. તેમાં પણ સવન્વિંતર મંડલમાં વર્તતો સૂર્ય, તેથી જે પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન થાય છે, તેની છાયા પણ તેવું સંસ્થાન ઉપજાવે છે. તેથી કહ્યું - વૃત્તની વૃત્તતા આદિ.
એ જ વાત કહે છે – સ્વાયમનુશિયા - પોતાની છાયા નિબંધન વસ્તુના શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરે છે, એવું શીલ. તે સ્વકાય અનુરંગિણી છાયા વડે સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત થાય છે - પાછો ફરે છે. એવું કહે છે કે – અષાઢના પહેલા અહોરાત્રથી આરંભીને પ્રતિદિવસ અન્ય અન્ય મંડલ સંક્રાંતિ વડે, તે પ્રમાણે કંઈક પણ સૂર્ય પાછો ફરે છે, જે રીતે બધી જ પ્રકાશ્ય વસ્તુના દિવસનો ચોથો ભાગ અતિક્રાંત થતા બાકીની અથવા સ્વ અનુત્તર અને સ્વપ્રમાણ છાયા થાય છે. ૦ પ્રાકૃપામૃત-૧૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦
— x = * — * — x = x =
૧૮૨
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૧૧ છે
૦ એ પ્રમાણે દશમાં પ્રામૃતનું દશમું પ્રામૃત પ્રાભૂત કહ્યું. હવે અગિયારમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “નક્ષત્રને આશ્રીને ચંદ્રમાર્ગની વક્તવ્યતા.’ તદ્વિષયક પ્રશ્ન સૂત્ર –
• સૂત્ર-૫૪ :
તે ચંદ્રમાર્ગ કઈ રીતે કહેલો છે તેમ કહેવું? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે, જે સદા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે એવા પણ નક્ષત્રો છે, જે સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમદર્દરૂપ છતાં પણ યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ પ્રમદરૂપ, છતાં પણ યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે જે ચંદ્રને સદા પ્રમરૂપ યોગ કરે છે.
તે અઠ્ઠાવીશ નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો જે સદા દક્ષિણથી યોગ કરે છે, પૂર્વવત્ ચાવર્તી કેટલા નક્ષત્રો છે, જે સદા ચંદ્રને પ્રમરૂપ યોગ કરે છે ?
આ ૨૮-નક્ષત્રોમાં જે નક્ષત્રો સદા ચંદ્રને દક્ષિણેથી યોગ કરે છે, તે છ છે, તે આ રીતે – સંસ્થાન, આર્ટ, પુષ્ય, આશ્લેષા, હસ્ત, મૂલ. તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે. તે આ છે – અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરૌષ્ઠપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વાફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને સ્વાતિ.
-
તેમાં જે નો ચંદ્રને દક્ષિણથી પણ, ઉત્તરથી પણ પ્રમર્દરૂપ પણ યોગ કરે છે, તે સાત છે કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, તેમાં જે નક્ષત્રો ચંદ્રને દક્ષિણેથી પ્રમર્દરૂપ યોગ કરે છે, તે જે આષાઢાઓ છે. તે સર્વ બાહ્ય મંડલમાં યોગ કર્યો હતો, કરે છે અને યોગ કરશે. તેમાં જે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમદ યોગ કરે છે તે એક છે - જ્યેષ્ઠા.
• વિવેચન-૫૪ :
કયા પ્રકારે નક્ષત્રોના દક્ષિણથી, ઉત્તરથી, પ્રમર્દથી અથવા સૂર્ય નક્ષત્રથી વિરહિતપણે - અવિરહિતપણે ચંદ્રનો માર્ગ-ચંદ્રનો મંડલગતિથી પરિભ્રમણરૂપ કે મંડલરૂપ માર્ગ કહેલો છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. એવા પણ નક્ષત્રો છે, જે સદા ચંદ્રની ઉત્તર દિશામાં રહીને યોગ કરે છે. તથા એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં પણ રહીને અને ઉત્તર દિશામાં પણ રહીને યોગ કરે છે. પ્રમર્દ - પ્રમર્દરૂપ યોગ કરે છે - તથા એવા પણ નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે - પ્રમર્દ રૂપ યોગ કરે છે. તેવા પણ નક્ષત્ર છે, જે સાદા ચંદ્રને પ્રમર્દરૂપ યોગ કરે છે. એ પ્રમાણે સામાન્યથી ભગવંતે કહ્યું ત્યારે ગૌતમ