________________
૧૦/૧૦/૫૩
૧૭૫
છે પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રામૃત-૧૦
એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું નવમું પ્રાભૃપામૃત કહ્યું. હવે દશમું આરંભે છે • તેના આ અર્થાધિકાર છે - “કેટલા નક્ષત્રો સ્વયં અસ્તગમન વડે અહોરાત્ર પરિસમાપ્તિ કરીને કયા માસને લઈ જાય છે ?'' તદ્વિષયક પ્રશ્નસૂત્ર કહે છે– • સૂત્ર-૫૩ ઃ
કઈ રીતે નક્ષત્રરૂપ નેતા કહેલ છે ? વર્ષના પહેલા માસને કેટલાં નક્ષત્રને પૂર્ણ કરે છે ? ચાર નક્ષત્રને, તે આ ઉત્તરાષાઢા, અભિજિત્, શ્રવણ અને ધનિષ્ઠા. ઉત્તરાષાઢા ચૌદ અહોરાત્રથી પૂર્ણ થાય, અભિજિત્ સાત અહોરાત્રથી, શ્રવણ આઠ અહોરાત્રથી, ધનિષ્ઠા નક્ષત્ર એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે મારાના ચરિમ દિવસમાં બે પાદ અને ચાર અંગુલો પોરિસિ થાય છે.
-
તે વર્ષના બીજા માસને કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ચાર નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષજા, પૂર્વૌષ્ઠપદા, ઉત્તરપૌષ્ઠપદા. ધનિષ્ઠા ચૌદ અહોરાત્રથી, શતભિષજા સાત અહોરાત્રથી, પૂર્વાભાદ્રપદા આઠ અહોરાત્રથી અને ઉત્તરા પ્રૌષ્ઠપદા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના ચરિમ દિવસે બે પાદ અને આઠ આંગળ પોરિસિ હોય છે.
તે વર્ષાનો ત્રીજો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? તેને ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે – ઉત્તરપ્રૌષ્ઠપદા, રેવતી, અશ્વિની. ઉત્તરાપૌષ્ઠપદા ચૌદ અહોરમથી, રેવતી પંદર અહોરાત્રથી, અશ્વિની એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર ગુલ પોરિસિછાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદોની પોરિસિ થાય છે.
તે વર્ષાનો ચોથો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્વિની ચૌદ અહોરાત્રથી, ભરણી પંદર અહોરાત્રથી, કૃતિકા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૧૬ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને ચાર ગુલ પોરિસિ હોય છે.
તે હેમંતના પહેલા માસને કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – કૃતિકા, રોહિણી, સંસ્થાન. કૃતિકા ચૌદ અહોરાત્રથી, રોહિણી પંદર અહોરાત્રથી, સંસ્થાન એક અહોરાત્રથી પૂર્ણ કરે છે, તે જ માસમાં વીશ અંગુલ પોરિસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદો અને આઠ અંગુલ પોરિસી થાય છે.
તે હેમંતના બીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કેર છે ? ચાર નક્ષત્રો
૧૭૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સંસ્થાન, આર્દ્રા, પુનર્વસ, પુષ્ય. સંસ્થાન ચૌદ અહોરાત્રથી, આર્દ્ર સાત અહોરાત્રથી, પુનર્વસુ આઠ અહોરાત્રથી, પુષ્ય એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૨૪ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાની
ચાર પદ પોરિસિ થાય છે.
તે હેમંતના ત્રીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કેર છે ? ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે – પુષ્ય, આશ્લેષા, મઘા, પુષ્પ ચૌદ અહોરાત્રથી. આશ્લેષા પંદર અહોરાત્રથી, મઘા એક અહોરાત્રથી પૂર્ણ કરે ચે. તે માસમાં વીશ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદ અને આઠ ગુલ પોરિસિ થાય છે.
તે હેમંતનો ચોથો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂર્વા ફાલ્ગુની. પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગુની એક અહોરાત્રથી પૂર્ણ રે છે. તે માસમાં ૧૬ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ હોય.
-
તે ગ્રીષ્મનો પહેલો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો – ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરા ફાલ્ગુની ચૌદ અહોરાત્રથી, હસ્ત પંદર અહોરાત્રથી, ચિત્રા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખાસ્થાયી ત્રણ પદ પૌરિસિ થાય છે.
તે ગ્રીષ્મનો બીજો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કેર છે ? ત્રણ નક્ષત્રો – ચિત્રા, સ્વાતી, વિશાખા, ચિત્રા ચૌદ અહોરાત્રથી, સ્વાતી પંદર અહોરાત્રથી, વિશાખા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પદ આઠ અંગુલ પોરિસિ હોય છે.
ગ્રીષ્મનો ત્રીજો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠામૂલી, વિશાખા ચૌદ અહોરાત્રથી, અનુરાધા સાત [પંદર] અહોરાત્રથી, જ્યેષ્ઠામૂલ એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પોરિસિ થાય છે.
ગ્રીષ્મના ચોથો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? તે ત્રણ નક્ષત્રો – મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલ ચૌદ અહોરાત્રથી, પૂર્વાષાઢ પંદર અહોરાત્રથી, ઉત્તરાષાઢા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં વૃત્ત - સમચતુસ્ર સંસ્થિત-ન્યગ્રોધ પરિમંડલ-સકાય અનુરંગિણી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી બે પાદ પોરિસિ થાય છે.