________________
9/-/૩૮
Ø પ્રાકૃત-૭
― x = x =
૧૧૫
એ રીતે છટ્ઠ પ્રામૃત કહ્યું, હવે સાતમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ભગવન્ ! આપના મતે સૂર્યનું કોણ વરણ કરે છે ? એ વિષયમાં પ્રશ્નસૂત્ર
કહે છે –
• સૂત્ર-૩૮ :
તે સૂર્યને કોણ વરણ કરે છે તેમ કહેવું ? તે વિષયમાં આ વીશ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે – મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે. એક વળી એમ કહે છે કે મેરુ પર્વત સૂર્યનું વરણ કરે છે તેમ કહેવું. એ પ્રમાણે આ અભિપાયથી જાણવું કે યાવત્ પર્વતરાજ પર્વતમાં સૂર્યનું વરણ થાય છે તેમ કહેવું. • એક એમ કહે છે.
અમે વળી એમ કહીએ છીએ કે
-
મંદર પર્વતમાં પણ કહેવું, તે પ્રમાણે યાવત્ પર્વતરાજમાં પણ કહેવું. જે પુદ્ગલો સૂર્યની લેશ્માને સ્પર્શે છે, તે પુદ્ગલો સૂર્યનું વરણ કરે છે. અદૃષ્ટ પુદ્ગલો પણ સૂર્યનું વરણ કરે છે. ચરમ લેશ્યાંતર ગત પણ પુદ્ગલો સૂર્યનું વરણ કરે છે.
• વિવેચન-૩૮ :
ભગવન્ ! આપના મતે કોણ સૂર્યનું વરણ કરે છે ? વરચન્ - સ્વપ્રકાશકપણાથી સ્વીકારીને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે. તે કહો. ત્યારે ભગવંતે આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપત્તિઓ છે, તેટલી કહે છે, તેમાં ૨૦-પ્રતિપત્તિઓ છે –
=
તેમાંનો એક પરતીર્થિક એમ કહે છે – મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે, મંદર પર્વત જ સૂર્ય વડે મંડલ પરિભ્રમણથી ચોતરફથી પ્રકાશે છે. તેથી સૂર્યના પ્રકાશકત્વી વરણ કરે છે, તેમ કહેવાય છે. - ૪ - વળી એક એમ કહે છે મેરુ પર્વતને સૂર્યનું વરણ કરતો કહેવો. - ૪ - એમ ઉક્ત પ્રકારથી લેશ્યા પ્રતિહત વિષય વિપ્રતિપત્તિ
માફક ત્યાં સુધી જાણવું યાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને વરણ કરતો કહેલ છે. અર્થાત્ -
જેમ પૂર્વે લેશ્યા પ્રતિહતિ વિષયમાં ૨૦ પ્રતિપત્તિઓ જે ક્રમથી કહી, તે ક્રમથી અહીં પણ કહેવી. સૂત્રપાઠ પણ પહેલી પ્રતિપતિગત પાઠ મુજબ અન્ય્નાતિક્તિ સ્વયં વિચારવી. - ૪ - x - હવે ભગવદ્ સ્વમતને દર્શાવે છે
-
=
અમે વક્ષ્યમાણ પ્રકારથી એમ કહીએ છીએ. તે જ પ્રકારે કહે છે – જે આ પર્વત સૂર્યનું વરણ કરે છે, તે મંદર પણ કહેવાય છે, મેરુ પણ કહેવાય છે ચાવત્ પર્વતરાજ પણ કહેવાય છે. આ પૂર્વવત્ કહેવું. ભિન્ન ભિન્ન પ્રતિપત્તિઓ બધી પણ મિથ્યારૂપે જાણવી. માત્ર મેરુ જ સૂર્યનું વરણ કરતો નથી, પણ અન્ય પણ પુદ્ગલો તેનું વરણ કરે છે. - - X - જે પુદ્ગલો મેરુગત કે અમેરુગત સૂર્યલક્ષ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો સ્વ પ્રકાશત્વથી સૂર્યનું વરણ કરે છે. ઈણિતને જ સૂર્ય વડે પ્રકાશે છે.
૧૧૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
તેથી લેશ્યા પુદ્ગલ સાથે સંબંધ પરંપરાથી સૂર્ય સ્વ [પોતાનો] કરે છે, તેમ કહેવાય છે અને જે પ્રકાશ્યમાન પુદ્ગલ સ્કંધ અંતર્ગત્ મેરુગત કે અમેરુગત સૂર્ય વડે પ્રકાશિત પણ સૂક્ષ્મત્વથી ચક્ષુસ્પર્શને પામતા નથી. તે પણ પૂર્વોક્ત યુક્તિથી સૂર્યનું વરણ કરે છે. જે પણ સ્વ ચરમ લેશ્યા વિશેષ સ્પર્શી પુદ્ગલો છે, તે પણ સૂર્યનું વરણ કરે છે. કેમકે તે પણ સૂર્ય વડે પ્રકાશ્યમાનત્વથી છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ