________________
૪/-/૩૫
૧૦૩
આથી એ પ્રમાણે જંબૂદ્વીપના ૫૦,૦૦૦ યોજનને પ્રકાશે છે તે સંભાવનાથી સર્વાન્વંતર મંડલમાં વર્તતા સૂર્યમાં તાપક્ષેત્રનું આયામ પ્રમાણ જ્યોતિષે કરંડક મૂલટીકામાં શ્રી પાદલિપ્ત સૂરિ વડે ૮૩,333 યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એમ કહેલ છે. આટલી તાપક્ષેત્ર આયામ પરિમાણની સંભાવના યુક્ત છે, જંબુદ્વીપમાં તાપક્ષેત્રના ૪૫,૦૦૦ યોજન માત્ર પરિમાણ સ્વીકારમાં - જે રીતે સૂર્ય બહાર નીકળે છે, તે રીતે તપ્રતિબદ્ધ તાપક્ષેત્ર પણ છે. ત્યારે જો સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે તો સર્વથા મેરુની સમીપમાં પ્રકાશ પ્રાપ્ત થતો નથી. તેથી ત્યારે પણ તે મંદિર પરિધિ પરિક્ષેપથી વિશેષ પરિમાણ આગળ કહે છે. તેથી પાદલિપ્ત સૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારવા યોગ્ય જ છે.
એ પ્રમાણે સર્વાત્યંતર મંડલને આશ્રીને તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. હવે તે જ સચિંતર મંડલને આશ્રીને અંધકાર સંસ્થિતિ પ્રતિપાદિત કરવાને તે વિષયમાં
પ્રશ્નસૂત્ર કહે છે –
ત્યારે સર્વાન્વંતર મંડલ ચાર કાળમાં શું સંસ્થાન જેનું છે ? અથવા કોની જેમ સંસ્થાન છે ? તે અંધકાર સંસ્થિતિ કઈ રીતે કહેલી છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું – ઉર્વીમુખ કરાયેલ કલંબુત પુષ્પ સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલી છે તેમ કહેવું ?
તે અંતઃ- મેરુની દિશામાં વિખુંભને આશ્રીને સંકુચિત અને બહાર-લવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત તથા અંત: મેરુની દિશામાં વૃત્ત-વૃત્તાદ્ધવલયાકાર, સર્વથા વૃત્ત મેરુગત ૨/૧૦ ભાગ વ્યાપીને તેમાં રહેલ છે. વૃત્તિ - લવણ સમુદ્રની દિશામાં અંતઃ- અંકમુખ સંસ્થિતા અને બહાર-સ્વસ્તિકમુખ સંસ્થિત છે, આ બંને પદોની વ્યાખ્યા પૂર્વે કહેવાયેલી છે.
વિસ્તીર્ણ, આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે
-
તે અંધકાર સંસ્થિતિના તાપક્ષેત્રની સંસ્થિતિ જૈવિધ્યના વશથી બે ભેદે વ્યવસ્થિતતાથી મેરુ પર્વતના બંને પડખે પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે જંબુદ્વીપગત બાહા છે, તે આયામ-પ્રમાણને આશ્રીને અવસ્થિત રહે છે. તે આ પ્રમાણે - ૪૫,૦૦૦ યોજન.
બે બાહા વિખુંભને આશ્રીને એક-એકની અંધકારની સંસ્થિતિ થાય છે. તે
આ પ્રમાણે - સર્વાન્વંતર અને સર્વબાહ્ય. આ બંનેનું વ્યાખ્યાન પૂર્વવત્ જાણવું. તેમાં સર્વાશ્ચંતર બાહાના વિકુંભને આશ્રીને પ્રમાણને જણાવવા કહે છે–
અંધકાર સંસ્થિતિની સત્યિંતર જે બાહા મેરુ પર્વત સમીપમાં છે તે ૬૩૨૪ યોજન અને એક યોજનના ૬/૧૨ ભાગ ચાવત્ પરિક્ષેપથી - પરિય પરિક્ષેપથી કહેલી છે, તેમ કહેવું. આ જ અર્થના સ્પષ્ટ બોધ માટે પૂછે છે –
તે અંધકાર સંસ્થિતિના યથોક્ત પ્રમાણ પરિક્ષેપ વિશેષ મેરુ પરિચ પરિક્ષેપ વિશેષ કયા કારણથી કહેલ છે, કંઈ ન્યૂન કે અધિક નહીં ? ભગવન્ ! તે કહો. એવો પ્રશ્ન કરાતા ભગવંત કહે છે – જે મેરુ પર્વતના પરિક્ષેપ પૂર્વોક્ત પ્રમાણ છે, તે પરિક્ષેપને બે વડે ગુણીને, કઈ રીતે બે વડે ગુણવાનું ? તો કહે છે, આ સર્વાન્વંતર
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મંડલમાં ચાર ચત્તા બંને સૂર્યોમાંથી એકપણ સૂર્યનો જંબુદ્રીપગત ચક્રવાલના જે કે તે પ્રદેશમાં જે-તે ચક્રવાલ ક્ષેત્રાનુસારથી ૩/૧૦ ભાગ પ્રકાશિત હોય છે. બીજો પણ સૂર્યના ૩/૧૦ ભાગ પ્રકાશિત કરાયા હોય છે. તે બંનેના સંયોગથી ૬/૧૦ થાય છે. તેમાં ત્રણ-ત્રણ દશાંશ ભાગોના અપાંતરાલમાં બબ્બે દશ ભાગો રાત્રિ છે, તેથી બે વડે ગુણવું. તે બંને ૨/૧૦ ભાગોમાંથી દશ ભાગને દૂર કરવા બાકી તે જ પૂર્વોક્ત કહેવું. તે આ પ્રમાણે - દશ વડે છેદીને દશ ભાગ ઘટાડતાં, આ પરિક્ષેપ વિશેષ કહેલ છે, તેમ કહેવું. આનો અર્થ આ પ્રમાણે –
દશ વડે છેદીને, દશ ભાગ ઘટાડતાં યયોક્ત અંધકાર સંસ્થિતિના મેરુ પરિરય પરિક્ષેપ પરિમાણ આવે છે. તેથી જ કહ્યું છે - મેરુ પર્વત પરિરય પરિમાણ ૩૧,૬૨૩ યોજન છે. તેને બે વડે ગુણીએ, તેનાથી ૬૩,૨૪૬ની સંખ્યા આવશે. તેને દશ ભાગ વડે ભાંગતા ૬૩૨૪ - ૬/૧૦ ની સંખ્યા પ્રાપ્ત થશે. તેથી આ અનંતરોક્ત પ્રમાણ અંધકાર સંસ્થિતિનો પરિક્ષેપ વિશેષ મેરુ પરિધિ પરિક્ષેપ વિશેષ કહ્યો છે.
એ પ્રમાણે તે અંધકાર સંસ્થિતિની સર્વાશ્ચંતર બાહાના વિખુંભ પરિમાણ કહ્યા. હવે સર્વ બાહ્ય બાહાના પરિમાણને કહે છે – તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા લવણ સમુદ્ર સમીપમાં જંબુદ્વીપ પર્યન્તમાં છે. તે પરિક્ષેપ-જંબૂદ્વીપ પરિચ પરિક્ષેપ વડે કહેતાં ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ છે. આ જ વાતને સ્પષ્ટ - સ્વશિષ્યોના બોધને માટે ગૌતમસ્વામી પૂછે છે –
તે અંધકાર સંસ્થિતિથી તે પરિક્ષેપ વિશેષ જંબૂદ્વીપ પરિક્ષેપણ વિશેષ કયા કારણથી કહેલ છે ? ન્યૂન કે અધિક નહીં, તેમ કહેવું ? ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું કે – જંબુદ્વીપ પરિક્ષેપ પૂર્વોક્ત પ્રમાણ છે. તે પરિક્ષેપને બે વડે ગુણીને દશ વડે ભાગ કરીને, અહીં કારણ પૂર્વવત્ કહેવું. દશ ભાગ વડે ઘટાડતાં થોક્ત અંધકાર સંસ્થિતિ જંબુદ્વીપ પરિચ પરિક્ષેપ પ્રમાણ આવે છે.
૧૦૪
તેથી જ કહે છે કે જંબુદ્વીપના પરિક્ષેપ પરિમાણ ૩,૧૬,૨૨૮ યોજન છે. તેને બે વડે ગુણતાં થાય ૬,૩૨,૪૫૬. આ સંખ્યાને દશ ભાગ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે ૬૩,૨૪૫ અને ૬/૧૦ યોજન. તેથી આ આટલું અનંતરોક્ત પ્રમાણ અંધકાર સંસ્થિતિ પરિક્ષેપ વિશેષ જંબુદ્વીપ પરિચ પરિક્ષેપણ વિશેષ કહેલ છે, તેમ કહેવું. એ પ્રમાણે સર્વબાહ્યાનું બાહાનું વિખુંભ પરિમાણ કહ્યું.
હવે સામસ્ત્યથી અંધકાર સંસ્થિતિનું આયામ પ્રમાણ કહે છે – આ આયામ પ્રમાણ તાપક્ષેત્ર સંસ્થિતિગત આયામ પરિમાણવત્ વિચારવું.
અહીં જ સવશ્ચિંતર મંડલમાં વર્તમાન એવા બે સૂર્યોના દિવસ - રાત્રિ મુહૂર્ત પ્રમાણને કહે છે – ‘તવા પ્ન' આદિ સુગમ છે. એ પ્રમાણે સર્વાન્વંતર મંડલમાં
તાપક્ષેત્ર સંસ્થિતિને અને અંધકાર સંસ્થિતિને જણાવીને હવે સર્વ બાહ્ય મંડલમાં તેને જણાવતા કહે છે -
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાનથી