________________
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૨/3/13 એક એક મુહૂર્ત વડે જાય છે, તેઓ એમ કહે છે કે - આ પ્રમાણે સૂર્ય ચારની પ્રરૂપણા કરે છે, સૂર્ય ઉગમન મુહર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં શીધ્રગતિ થાય છે. તેવી ઉગમન કાળ અને તમનકાળમાં સૂર્ય એક-એક મુહર્તથી છ-છ હજાર યોજના જાય છે. ત્યારપછી સવવ્યંતરગત મુહૂર્ત માત્ર ગમ્ય તાપણોગને મૂકીને બાકીના મધ્યમ તાપગને પરિભ્રમણ વડે પામીને મધ્યમ ગતિ થાય છે. ત્યારે તે પાંચ-પાંચ હજાર યોજન એક એક મુહૂર્ત વડે જાય છે. સવવ્યંતર મુહd માત્રગમ્ય તાપોત્રને પૂર્ણ કરતો સૂર્ય મંદ ગતિ થાય છે. ત્યારે તે જે-તે મંડલમાં ચાર-ચાર હજાર યોજન એક-એક મુહૂર્ત વડે જાય છે.
અહીં જ ભાવાર્થ પૂછવાને માટે કહે છે - તેમાં એવા પ્રકારની વસ્તુતવ વ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે તે જણાવો, એ પ્રમાણે સ્વશિષ્ઠ વડે પ્રશ્ન કરાયો ત્યારે તેઓ એમ કહે છે કે - અહીં જંબૂલીપ વાક્ય પૂર્વવત્ સ્વયં પરિપૂર્ણ કહેવું અને વ્યાખ્યા કરવી. તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત્ કહેવી, તે આ પ્રમાણે છે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્ય બાર મુહર્તની સમિ થાય છે, તે સવન્જિંતર મંડલગત અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૯૧,ooo યોજના થાય છે. તે આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક ૬000 યોજન જાય છે. તેથી બંનેના મીલન થતાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સવવ્યંતર મહd માઝગમ્ય તાપક્ષેત્રને મુકીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં ૧૫-મુહd પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજન જાય છે, તેથી ૫ooo યોજનને ૧૫ વડે ગુણવાથી 9૫,૦૦૦ યોજન થાય છે. સવચિંતામાં તો મુહૂર્ત માત્ર ગમ્ય તાપક્ષેત્રમાં ચાર હજાર યોજન જય છેએ રીતે ૧૨-૩૫-૪ મળીને ૯૧,000 થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આ સંખ્યા ન ઘટે.
તેમાં જ્યારે સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે ત્યારે સત્ર-દિવસ પરિમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે ઉત્તમ કાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સર્વ બાહ્ય મંડલગત બાર મુહૂર્ત પ્રમાણ દિવસમાં તાપોત્ર ૬૧,૦૦૦ યોજન કહેલ છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં પ્રત્યેક છ-છ હજાર યોજન જાય છે. તે ઉભયના મીલનમાં ૧૨,૦૦૦ યોજન થાય છે. સવચિંતર મુહર્ત માત્ર ગમ્ય તાપોત્રને છોડીને બાકીના મધ્યમ તાપક્ષેત્રમાં નવ મુહૂર્વગમ્ય પ્રમાણમાં પાંચ-પાંચ હજાર યોજના એક-એક મુહર્તથી જાય છે. તેથી ૫ooo યોજનને નવ વડે ગુણવાથી ૪૫,ooo યોજન થાય છે. સર્વાચિંતામાં તો મુહૂર્તમાત્રગમ્ય તાપફોગમાં ૪૦૦૦ યોજન જાય છે. બધાં મળીને ૧૨ + ૪૫ + ૪ હજાર = ૬૧,૦૦૦ યોજન થાય છે, બીજી કોઈ રીતે તે ઘટી શકતું નથી.
ત્યારે સવવ્યંતર મંડલ ચાકાળમાં, સર્વબાહ્ય મંડલ ચાર કાળમાં ઉક્ત
પ્રકારથી છ હજાર પણ, પાંચ હજાર પણ, ચાર હજાર પણ યોજન સૂર્ય એક-એક મહd વડે જાય છે. અહીં ઉપસંહારમાં કહે છે - ચોથો વાદી અનંતરોક્ત પ્રકારે કહે છે.
તે એ પ્રમાણે પરતીર્થિક પ્રતીપતિને જણાવીને હવે સ્વમતને જણાવે છે - [ભગવંત કહે છે–] વળી અમે ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી યથાવસ્થિત વસ્તુ પામીને વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ, તે આ પ્રકારે જણાવે છે
તે કંઈક અધિક પાંચ-પાંચ હજાર યોજન, એક-એક મુહૂર્તમાં સૂર્ય જાય છે. અહીં કોઈપણ મંડલમાં કેટલા અધિકચી પાંચ-પાંચ હજાર યોજન જાય છે. તેથી સર્વમંગલ પ્રાપ્તિ અપેક્ષાથી સામાન્યથી સાતિરેક એમ કહ્યું.
એ પ્રમાણે કહેતા, ગૌતમસ્વામી સ્વશિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે - આવા પ્રકારના અનંતોદિત વસ્તુવ્યવસ્થામાં શો હેતુ છે ? શી ઉપપત્તિ છે, તે કહો.
ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યું – “આ જંબુદ્વીપ ઈત્યાદિ પૂર્વવત સ્વયં પરિપૂર્ણ વિચારવું. તેમાં જયારે સૂર્ય સર્વ અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં-૫૨૫૧ યોજના અને એક યોજનના ૬૦ ભાગ એક એક મુહૂર્તથી જાય છે. આ કેવી રીતે જાણવું? પૂછતાં કહે છે - અહીં બે સૂર્યો વડે એક મંડલને એક અહોરાત્રથી પૂર્ણ કરે છે અને અહોરરનું મુહૂર્ત પ્રમાણ ૩૦ છે. પ્રત્યેક સૂર્ય અહોરાકગણનાથી પરમાર્થથી બે અહોરણ વડે મંડલ પરિભ્રમણથી સમાપ્ત થાય છે, બંને અહોરાત્ર પ્રમાણના ૬૦-મુહુર્તો થાય છે.
ત્યારપછી મંડલની પરિધિને ૬૦ ભાગ વડે છેદ કરાતાં ભાગ પ્રાપ્ત થાય છે, તે મહગતિપ્રમાણ છે. તે સવચિંતર મંડલમાં પરિધિ પ્રમાણ ૩,૧૫,૦૮૯, આને ૬૦ ભાગ વડે ભાંગતા યથોક્ત મુહર્તગતિ પરિમાણ પ્રાપ્ત થાય છે.
અહીં આ સવન્જિંતર મંડલમાં કેટલા ક્ષેત્રમાં રહેલ ઉદયમાન સૂર્ય અહીં રહેલ મનુષ્યોને દૃષ્ટિપથમાં આવે છે, એ પ્રમાણે પ્રસ્તાવકાશને શંકાથી કહે છે - ત્યારે સર્વાત્યંતર મંડલચાર ચરણકાળમાં ઉદયમાન સૂર્ય અહીં રહેલા મનુષ્યના તેનો આ અર્થ છે - અહીં રહેલ ભરતક્ષેત્રગત મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧૦ ભાગ વડે દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. તેની યુક્તિ શી છે ? તેનો ઉત્તર કહે છે - અહીં અડધા દિવસ વડે જેટલાં મમ ક્ષેત્રને વ્યાપિત કરે છે, તેટલામાં રહેલ ઉદયમાન સૂર્ય પ્રાપ્ત થાય છે. સવચિંતર મંડલમાં દિવસ અઢાર મુહૂર્ત પ્રમાણ હોય, તેનું અડધું એટલે નવ મુહૂર્વો ચાય. એકૈક મુહૂર્તમાં સર્વાવ્યંતર મંડલમાં ચાર ચરતા પ્રત્યેકમાં પ૨૫૧ યોજન અને એક યોજનના [૨૬] ઓગણત્રીસ-સાઈઠાંશ ભાગ જાય છે. પછી આટલા મુહૂર્ત ગતિ પરિમાણને નવ મુહૂર્ત વડે ગુણે છે. તેથી ચોક્ત દષ્ટિપથ પ્રાપ્ત વિષયમાં પરિમાણ થાય છે. ત્યારે સવચિંતર મંડલ ચાર ચરણ કાળમાં દિવસ અને રાત્રિ પૂર્વવત કહેવા. તે આ પ્રમાણે, ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.