________________
૧/૮/૩૦
૬૫
કે – “ઘટાડતા, ઘટાડતા'' એમ કહેવું. હવે પ્રસ્તુત વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે – પછી બધાં જ મંડલપદો પ્રત્યેક બાહાથી યોજનના ૪૮/૬૧ ભાગ છે. આયામ,
વિખુંભ અને પરિધિથી અનિયત છે તથા બધાં મંડલાંતરો બબ્બે યોજન વિકંભથી
છે, તેથી આ બે યોજનમાં યોજનના ૪૮/૬૧ ભાગરૂપ છે. ઋ - માર્ગ, ૧૮૩ વડે ગુણતાં ૧૧૫ યોજન કહેલ છે, તેથી કહે છે – બે યોજન ૧૮૩ વડે ગુણતાં ૩૬૬ થાય. જે ૪૮/૬૧ ભાગ છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૧૪૪ યોજન થાય છે. તેમાં પૂર્વની રાશિને ઉમેરતાં ૫૧૦ થશે. આ જ અર્થના વ્યક્ત કરણાર્થે ફરી પ્રશ્નસૂત્ર કહે છે–
તેમાં સર્વાશ્ચંતર મંડલ પદથી પછી સર્વ બાહ્ય મંડલપદ સુધી, સર્વબાહ્ય મંડલપદની પૂર્વે સર્વાન્વંતર મંડલ પદ, આટલો માર્ગ કેટલાં પ્રમાણમાં કહેલ છે ? એમ ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું – તે મારગ ૧૧૫ યોજન કહેલ છે, તેમ સ્વ શિષ્યોને પણ કહેવું. ૧૧૫ યોજનની ભાવના પૂર્વવત્.
અત્યંતર મંડલપદ સાથે અત્યંતર મંડલપદથી આરંભી સર્વબાહ્ય મંડલપદ સુધી અથવા સર્વ બાહ્ય મંડલપદથી સર્વ બાહ્ય મંડલપદથી આરંભીને, સર્વાશ્ચંતર મંડલ સુધી આ આટલો માર્ગ કેટલા યોજન કહેવો ? ભગવંત કહે છે – આ માર્ગ ૧૧૫ યોજન અને યોજનના ૪૮/૬૧ ભાગ છે તેમ કહેવું કેમકે પૂર્વના માર્ગ પરિમાણથી
આ માર્ગ પરિમાણ સર્વ બાહ્ય મંડલગતથી બાહલ્સ પરિમાણથી અધિકપણે છે.
અત્યંતર મંડલપદ પછી સર્વબાહ્ય મંડલની પૂર્વે અથવા બાહ્ય મંડલ પદથી પૂર્વે અત્યંતર મંડલથી પછી આ માર્ગ કેટલો કહ્યો છે ? ભગવંતે કહ્યું – ૫૦૯ યોજન અને એક યોજનના ૧૩/૬૧ ભાગ કહેવો. પૂર્વના માર્ગ પરિમાણથી આ માર્ગ પરિમાણના સર્વાન્વંતર મંડલગત સર્વ બાહ્ય મંડલગત બાહત્ય પરિમાણથી ૩૫/૬૧ ભાગ યોજન
અધિક હીનત્વથી છે. એ પ્રમાણે અત્યંતર મંડલથી પછી સર્વબાહ્ય મંડલ સુધી કે સર્વબાહ્ય મંડલથી પૂર્વે સર્વાશ્ચંતર મંડલ સુધી તથા સર્વાન્વંતર સર્વબાહ્ય મંડલોની સાથે તથા સર્વાëતર સર્વબાહ્ય મંડલ વિના જેટલા માર્ગ પરિમાણ થાય છે ત્યાં સુધી નિરૂપિત છે.
હવે સર્વાન્વંતર મંડલની સાથે સર્વાશ્ચંતર મંડલ પછી, બાહ્ય મંડલની પહેલા અથવા સર્વબાહ્યમંડલ સાથે સર્વ બાહ્ય મંડલની પૂર્વે સભ્યતર મંડલથી પછી જેટલાં માર્ગ પરિમાણ થાય છે, ત્યાં સુધી નિરૂપે છે ‘ભાવના' સુગમ હોવાથી કરેલ નથી.
- X + X + X + X -
23/5
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રામૃત-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૬૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે
પ્રાકૃત-૨
— * - * =
૦ એ પ્રમાણે પહેલું પ્રામૃત કહ્યું. હવે બીજું કહે છે. તેનો આ અધિકાર છે – ‘સૂર્ય તીર્ણો કઈ રીતે ભ્રમણ કરે છે ? તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે– ૦ પ્રાકૃત-૨, પ્રાકૃત-પ્રાભૂત-૧૦
- સૂત્ર-૩૧ :
[ભગવન્ ! સૂર્યની તીર્થી ગતિ કેવી છે ? તે જેમ કહી હોય તે કહો. તેમાં આ આઠ પ્રતિપત્તિઓ કહી છે.
(૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે તે પૂર્વદિશાના લૌકાંતથી પ્રભાતકાળનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આ લોકને તીનેં કરે છે, વીંછળેં કરીને
પશ્ચિમના લોકમાં સંધ્યા સમયે આકાશમાં વિધ્વંસ પામે છે – અસ્ત થાય છે. એક એમ કહે છે.
-
(૨) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વદિશાના લોકાંતથી પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તિછલિોકને તિર્કો કરે છે અથવા પ્રકાશિત કરીને પશ્ચિમ લોકાંતમાં સૂર્ય આકાશમાં વિધ્વસ્ત થાય છે - એક એમ કહે છે.
(૩) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ તીછાં લોકને તીંછનેં કરે છે, કરીને પશ્ચિમ લોકમાં સંધ્યાકાળે નીચે તરફ પરાવર્તીત કરે છે. નીચે પરાવર્તીત કરીને ફરી પણ બીજા ભાગમાં પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે.
એક એ પ્રમાણે કહે છે.
(૪) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. તે આ તીછાં લોકને તીછો કરે છે, કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃથ્વીકાયમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે.
(૫) વળી એક એ પ્રમાણે કહે છે – પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. તે આ તીંછાં લોકને તીએઁ કરે છે, કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃથ્વીકાયમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અધોલોકમાં જાય છે. જઈને ફરી પણ બીજા ભાગમાં પૂર્વ લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય પૃથ્વીકાયમાં ઉદિત થાય છે. એક એમ કહે છે.
(૬) વળી કોઈ એક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય અકાયમાં ઉદિત થાય છે. તે આ તીંછાલોકને તીછો કરે છે. કરીને પશ્ચિમ લોકાંતમાં સાંજે સૂર્ય અાયમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે.
-
(૭) વળી એક એમ કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય કાયમાં ઉદય પામે છે, તે આ તીછાં લોકને તીછનેં કરે છે, કરીને પશ્ચિમ