________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
-ભાગ-૨૩
૧૭
૦ આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર”નો પહેલો ભાગ સમાવિષ્ટ કરાયો છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં સૂરપન્નત્તિ કહે છે. તેનું સંસ્કૃતનામ 'સૂર્યપ્રાપ્તિ' છે. ગુજરાતી ભાષામાં પણ તેનો વ્યવહાર ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’ નામથી જ પ્રસિદ્ધ છે. તેને કેટલાંક પૂર્વ પુરુષો પાંચમાં અંગનું ઉપાંગ કહે છે. જો કે અત્રે પૂ.મલયગિરિજી કૃત્ ટીકામાં તેવો ઉલ્લેખ નથી.
આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મુખ્યત્વે ગણિતાનુયોગની પ્રાધાન્યતાવાળું આગમ છે. જેના અધ્યયનો “પ્રામૃત'' શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રામૃતપ્રામૃત' નામે દર્શાવાયેલ છે. એવા કુલ ૨૦ પ્રાભૂતો છે અને ત્રણ પ્રાભૂતમાં પેટા પ્રાકૃત-પ્રાભૂતો પણ છે. જેમાં ભાગ-૧-માં પ્રામૃત-૧થી પ્રાકૃત-૧૦ના પ્રાકૃત-પ્રાકૃત૧૮-સુધી આ ૨૩-માં ભાગમાં છે અને પ્રાકૃત-૧૦ના પ્રાભૃતપ્રામૃત-૧૯થી પ્રાકૃત-૨૦ સુધી ભાગ-૨૪માં છે, ભાગ-૨૪માં ચંદ્રપ્રાપ્તિવિષયક નોંધ પણ છે.
જો કે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને જુદા આગમો છે, પણ વર્તમાનકાળે બંનેનું વિષયવસ્તુ સંપૂર્ણ સમાન છે, કોઈ ભેદ નથી, કાળક્રમે ક્યારે બંને આગમો એક થઈ ગયા તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજી ધૃક્ ટીકા પણ બંને આગમોની સમાન જ મળે છે. ફક્ત આરંભિક ત્રણ શ્લોક વધારે છે.
સૂર્ય-ચંદ્ર ગતિ, ક્ષેત્ર, મંડલ, વિભિન્ન મતો ઈત્યાદિ યુક્ત આ આગમના મૂળ સૂત્ર અને ટીકાનો અર્થ અમે કરેલ છે, તો પણ અમે ઘણાં સ્થાને અસ્પષ્ટ રહ્યા છીએ તે ભૂલનો અમે જાતે જ સ્વીકાર કરીએ છીએ. કોઈ વિશિષ્ટ સંદર્ભો અમને મળેલ નથી. કોઈ કાળે નિર્યુક્તિ હશે, પણ હાલ તેનો વિચ્છેદ છે.
23/2
૧
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧૬-સૂપ્રાપ્તિ-ઉપાંગસૂત્ર-૫/૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ આરંભ ઃ
જે પ્રતિક્ષણ યથાસ્થિત સર્વ જગત્ને જોઈ રહ્યા છે, તેવા ભાસ્વત પરમાત્મા શ્રી વીર ભગવંત આપને નમસ્કાર થાઓ.
ખધોત્ જેવા તીર્થિકો જે પૂર્વે પ્રકાશતા હતા, તેના તમને છેદીને સર્વે શ્રુતકેવલિઓ વિજય પામ્યા [તેને નમસ્કાર]
સૂર્યબિંબ જેમ અજ્ઞાનના અંધકાર સમૂહને જિતે છે તેમ પ્રમાણ-નયના ઘણાં ભેદવાળું, શિવસુખરૂપી ફળદાતા કલ્પતરુ એવા જિનવચન જય પામે છે.
આ સૂર્યપ્રજ્ઞપ્તિને ગુરુના ઉપદેશ અનુસાર હું સ્વ-પરના ઉપકારને માટે કંઈક સ્પષ્ટ વિવરણ કરું છું.
પૂર્વે ભદ્રબાહુ સકૃિત્ આ સૂત્રની નિયુક્તિ હતી, તે કાળના દોષથી હવે નથી, કેવળ સૂત્રની વ્યાખ્યા કહીશ.
તેમાં જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે પૂજ્ય ગૌતમ સ્વામીએ ત્રણ લોકના નાથ ભગવંત શ્રીમન્ મહાવીરસ્વામી પાસે સૂર્યની વક્તવ્યતા પૂછી, જે રીતે ભગવંતે તેના ઉત્તરો આપ્યા, તે પ્રકારે દેખાડે છે. પહેલાં નગરી-ઉધાનના નામપૂર્વક સર્વ કથન કહેવાની ઈચ્છાવાળાએ આમ કહ્યું.