________________
૩૬/-|-|૬૦૨
અતીત કાળે થયેલા છે. ઈત્યાદિ સુગમ છે. ગૌતમ ! નૈરયિકોને કોઈને ભૂતકાળમાં કેવલી સમુદ્દાત થયો નથી. કેમકે જેમણે કેવલિ સમુદ્ઘાત કર્યો છે. તેમનું નાકાદિમાં ગમન થતું નથી. કેટલાં ભાવિમાં થવાના છે ? ગૌતમ ! અસંખ્યાતા થવાના છે. કેમકે વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં અસંખ્યાતા નાસ્કો ભાવિમાં કેવલિ સમુદ્ઘાત થવાનો છે. તેમ કેવલીએ જાણેલ છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિકો સુધી કહેવું.
અહીં વિશેષતા એ છે કે – વનસ્પતિકાયિકોને કેટલા સમુદ્દાત અતીતકાળે થયા છે ? ઈત્યાદિ. અનંતા થવાના છે, કેમકે તેવા જીવો અનંતા છે. મનુષ્યોને અતીતકાળે કેટલા કેવળી સમુદ્ધાતો અતીત કાળે થયા છે ? પ્રશ્ન સૂત્ર સુગમ છે. કદાચ અતીત કાળે થયા હોય, કદાચ ન થયા હોય. તેમાં તે સમયે જેણે કેવલી સમુદ્ઘાત કર્યો છે એવા મનુષ્યો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય છે. કેમકે ઉત્કૃષ્ટપદે એક કાળે એટલા કેવળજ્ઞાની કેવલિ સમુદ્ધાતને પામેલા હોય છે. ભવિષ્યકાળે થનારા કેવળી સમુદ્ઘાતો કેટલા હોય છે ? મનુષ્યોને તે કદાયિત્ સંખ્યાતા, કદાચિત્ અસંખ્યાતા હોય છે. કેમકે મનુષ્યો સંમૂર્ત્તિમ અને ગર્ભજ બધાં મળીને ઉત્કૃષ્ટ પદ પૂર્વે બતાવેલા પ્રમાણાનુસાર હોય છે. તેમાં પણ વિવક્ષિત સમયે વર્તતા મનુષ્યોમાં ઘણાં અભવ્ય હોવાથી કદાચિત્ સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય કારણ કે જેમને ભાવિમાં કેવલિ સમુદ્ઘાત થવાના છે. એવા ઘણાં હોય છે.
૧૭૩
• સૂત્ર-૬૦૩ :
ભગવન્ ! એકૈંક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્ઘાતો પૂર્વે થયા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભવિષ્યકાળે થવાના છે? કોઈને થાયકોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય.
એ પ્રમાણે અસુકુમારપણામાં વત્ વૈમાનિકપણામાં જાણવું. એકૈક અસુકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદિઘાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે? કોઈને થાય - કોઈને ન થાય. જેને
થાય તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય. એકૈક અસુકુમારને અસુકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુ થયા છે ? અનંતા. ભાવિ કાળે કેટલા થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થાય. એમ નાગકુમારપણામાં ચાવત્ વૈમાનિકપણામાં કહેવું.
એ પ્રમાણે વેદના સમુદ્દાત વડે અસુકુમાર નૈરયિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યા તેમ નાગકુમારાદિ બધાં બાકીના સ્વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેવા. યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું.
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (87)
૧૭૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
એમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય. • વિવેચન-૬૦૩ :
હવે નૈરયિકત્વાદિ ભાવોમાં વર્તતા એકૈક નૈરયિક આદિને પૂર્વકાળે કેટલા વેદના સમુદ્ઘાતો થયેલા હોય? કેટલા ભવિષ્યમાં થનારા હોય, તેનું નિરૂપણ કરે છે – એકૈક નૈરયિક સર્વ અતીતકાળની અપેક્ષાએ તે તે કાળે નૈરયિકપણામાં વર્તતા બધાં મળીને અનંતા વેદના સમુદ્દાત થયેલા છે. કેમકે એકૈક નૈરયિકને પૂર્વે અનંતવાર નસ્કસ્થાન પ્રાપ્ત થયું છે અને એકૈક નસ્કપદમાં જઘન્યથી સંખ્યાતા વેદના સમુદ્ઘાતો થાય છે. ભવિષ્યમાં કેટલા થવાના છે? એકૈક નૈરયિકને સંસારથી માંડી મોક્ષગમન કાળ સુધી અનાગતકાળ અપેક્ષાથી નારપણામાં ભાવિમાં થનારા બધાં મળીને વેદના સમુદ્ઘાતો કોઈને થવાના - કોઈને નથી થવાના. નીકટમાં મૃત્યુ પામનાર વૈરયિક વેદના સમુદ્દાત વિના છેવટના મરણ વડે નરકથી નીકળી પછીના ભવમાં સિદ્ધ થાય. તેને ભાવિમાં નૈરયિકપણામાં એક પણ વેદના સમુદ્ઘાત નથી. બીજાને થવાના છે, તે પણ જઘન્યથી એક, બે કે ત્રણ. જેઓનું ક્ષીણ થયેલું શેષાયુ બાકી છે એવા, તે ભવમાં ઉત્પન્ન અને પછીના ભવે સિદ્ધ થવાના છે, તેમની અપેક્ષાએ ઉક્ત કથન જાણવું. પણ ફરીથી નકમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ ન સમજવું. કેમકે ફરી નકમાં ઉત્પન્ન થનારને જઘન્યપદે સંખ્યાતા વેદના સમુદ્લાતો થાય છે. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે.
-
– તેમાં જે એક વાર જઘન્યસ્થિતિક નરકમાં ઉત્પન્ન થવાનો છે, તે અસંખ્યાતા અને અનંતવાર ઉત્પન્ન થવાનો છે, તેને અનંતા સમુદ્લાતો હોય છે. એ પ્રમાણે વૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડકના ક્રમથી વૈમાનિક સુધી કહેવું. જેમકે એકૈક નૈરયિકને અસુકુમારની અપેક્ષાએ કેટલા વેદના સમુદ્ઘાતો અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળે કેટલા થવાના છે ? કોઈને થવાના છે, કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ભાવિકાળે થવાના હોય છે. તેમાં અતીતકાળે અનંતવાર
-
અસુકુમારત્વ પ્રાપ્ત થયું હોવાથી અસુકુમારપણે પ્રાપ્ત થયેલા નૈરચિકને અતીતકાળે અનંતા વેદના સમુઘાતો ઘટે છે. ભાવિ વેદના સમુના વિચારમાં જે વૈરયિકથી નીકળી મનુષ્ય થઈ સિદ્ધ થશે કે પરંપરાએ એક વખત અણુમાના ભવને પામવા છતાં વેદના સમુદ્દાતને નહીં પામે તેને એક પણ વેદના સમુદ્દાત નથી. પણ જે પામે. તેને જઘન્યથી એક, બીજાને બે કે ત્રણ વાર, સંખ્યાતીવાર ઈત્યાદિ પણ વેદના સમુ હોય, એમ ચોવીશ દંડકમાં ક્રમે વૈમાનિક સુધી કહેવું –
પૂર્વે નૈરયિકપણે થયેલા એકૈક અસુરકુમારને સંપૂર્ણ અતીતકાળની અપેક્ષાએ બધાં મળી કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે? ગૌતમ! અતીત કાળે અનંતા થયેલા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પામેલ છે અને એક નૈરયિકના