________________
૩૩/-/-/૫૭૯,૫૮૦
પદ-૩૩-“અવધિ''
— * - * — * —
૧૪૩
૦ એ પ્રમાણે ૩૨-મું પદ કહ્યું. હવે ૩૩-મું પદ આરંભે છે, તેનો સંબંધ આ છે – ૩૨-માં પદમાં ચાસ્ત્રિ પરિણામ વિશેષ સંયમને કહ્યો. અહીં જ્ઞાન પરિણામ વિશેષ અવધિને કહે છે. તે અધિકાર
-
- સૂત્ર-૫૭૯,૫૮૦ :
[૫૯] ભેદ, વિષય, સંસ્થાન, અત્યંતર, બાહ્ય, દેશાવધિ, હીયમાન અવધિ, વર્ધમાન અવધિ, પ્રતિપાતી, પતિપાતી એ દશ દ્વારો.
[૫૮૦] ભગવન્ ! અવધિ કેટલા ભેટે છે ? ગૌતમ ! તે બે ભેટે છે. ભવપ્રત્યયિક, ક્ષાયોપશમિક. ભવપ્રત્યયિક બે છે – દેવો અને નૈરયિકો. ક્ષાયોપશમિક જે છે – મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો.
• વિવેચન-૫૭૯,૫૮૦ :
(૧) જેનો અર્થ પૂર્વે કહ્યો છે, તે અવધિજ્ઞાનનો પહેલા ભેદ કહેવાનો છે, પછી (૨) વિષય, (૩) પછી સંસ્થાન-અવધિજ્ઞાને પ્રકાશિત કરેલા ક્ષેત્રના જે ત્રાપા આદિ આકાર વિશેષરૂપ છે, તેનું કારણ અવધિજ્ઞાન હોવાથી અવધિના સંસ્થાનરૂપે કહેવાય છે. તથા અવધિ બે પ્રકારે (૪) અત્યંતરાવધિ - જે સર્વ દિશામાં પોતાના વિષયભૂત ક્ષેત્રનો પ્રકાશ કરે અને અવધિજ્ઞાની સાથે નિરંતર સ્વપ્રકાશ્ય ક્ષેત્ર સંબંધવાળું હોય તે. (૫) તેથી વિપરીત તે બાહ્યાવધિ.
-
અત્યંતરાવધિ બે ભેદે – અંતગત, મધ્યગત, અંતગત શબ્દના પૂર્વાચાર્યોએ ત્રણ અર્થો બતાવેલા છે. આત્મપ્રદેશોને અંતે રહેલ અવધિ. અહીં ઉત્પન્ન થતું કોઈપણ અવધિજ્ઞાન સ્પર્ધકરૂપે ઉત્પન્ન થાય છે. સ્પર્ધક એટલે ગવાક્ષના જાળીયા આદિથી બહાર નીકળેલ દીવાના પ્રકાશ માફક અવધિજ્ઞાનનો પ્રકાશવિશેષ. - X - આ સ્પદ્ધકો એક જીવને અસંખ્યાતા કે સંખ્યાતા હોય છે. - ૪ - તે વિચિત્ર સ્વરૂપવાળા હોય છે. તેમાંના કોઈ પર્યન્તવર્તી આત્મપ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કેટલાંક આગળના ભાગે, કેટલાંક પૃષ્ઠ ભાગે, કેટલાંક અધોભાગે, કેટલાંક ઉર્ધ્વભાગે, કેટલાંક મધ્યવર્તી આત્મપ્રદેશોમાં હોય છે. એ પ્રમાણે ઉત્પન્ન થતું અવધિજ્ઞાન, આત્માના અંત ભાગે રહેલ હોવાથી અન્તગત કહેવાય કેમકે અંતમાં રહેલાં તે આત્મપ્રદેશો વડે સાક્ષાત્ અવબોધ થાય.
અથવા ઔદાકિ શરીરમાં અંતે રહેલું અવધિજ્ઞાન - તે અંતગતઅવધિ કહેવાય. કેમકે ઔદારિક શરીર અપેક્ષાએ એક દિશામાં રહેલા દ્રવ્યોનો બોધ થાય છે. - ૪ - અથવા બધાં આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોવા છતાં પણ ઔદારિક શરીરમાં અંતે કોઈપણ એક દિશામાં જેથી બોધ થાય તે અંતગત કહેવાય છે.
(પ્રશ્ન) જો બધાં આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોય તો ચારે તરફ કેમ જોતો નથી ? (ઉત્તર) એક દિશામાં ક્ષયોપશમનો સંભવ છે દેશાદિ અપેક્ષાએ કર્મનો
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (72)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ક્ષયોપશમ વિચિત્ર હોય, તેથી બધા આત્મપ્રદેશોનો સ્વ સામગ્રીના વશથી આવો જ ક્ષયોપશમ થાય છે. જેથી ઔદાકિ શરીર અપેક્ષાએ એક વિવક્ષિત દિશામાં જુએ છે. - ૪ - ૪ -
૧૪૪
અથવા સર્વ આત્મપ્રદેશો વિશુદ્ધ છતાં ઔદાસ્કિ શરીરના અંતે એક દિશામાં જોવામાં રહેલું છે માટે અંતગત કહેવાય છે. એ બીજો પક્ષ છે. ત્રીજો પક્ષ છે - એક દિશામાં રહેલા તે અવધિજ્ઞાન વડે જે ક્ષેત્ર પ્રકાશિત થયું છે, તે ક્ષેત્રના અંતે અવધિ વર્તે છે. કેમકે ક્ષેત્રના અંતે અવધિજ્ઞાની રહેલ છે. તેથી અંતે એટલે એક દિશામાં રહેલ અવધિ જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રને પર્યન્તે રહેલ માટે અંતગત અવધિ.
અંતગત અવધિજ્ઞાન ત્રણ ભેદે - આગળ, પાછળ, પડખે. જેમ કોઈ હાથમાં ગ્રહણ કરેલ અને આગળ ચાલતી દીવી વડે આગળના ભાગને જ જુએ, તેમ જે અવધિજ્ઞાનથી તેવો ક્ષયોપશમ થતાં આગળ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુએ છે તે પુરત: - અવધિજ્ઞાન. તે જ પુરુષ પાછળ હાથમાં ગ્રહણ કરેલ દીવીથી પાછળના ભાગને જ જુએ તેમ જે અવધિજ્ઞાન પાછળ સંખ્યાતા-અસંખ્યાતા યોજન સુધી જુએ તે પૃષ્ઠતઃ અવધિજ્ઞાન છે. જે અવધિ વડે એક કે બંને પડખે સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુએ તે પાશ્ર્વતઃ અવધિજ્ઞાન કહેવાય. આ કથનની પુષ્ટિ નંદિસૂત્રની ચૂર્ણીમાં પણ છે. - x -
મધ્યગત અવધિ પણ ત્રણ પ્રકારે છે – અહીં દંડાદિના મધ્ય ભાગ માફક મધ્ય પ્રસિદ્ધ છે. તેમાં આત્મપદેશોના મધ્ય ભાગમાં રહેલ અવધિ મધ્યગત કહેવાય છે. આ અવધિજ્ઞાન સ્પર્ધક રૂપ છે અને સર્વ દિશામાં બોધનું કારણ મધ્યવર્તી આત્મપ્રદેશોનું અવધિજ્ઞાન જાણવું અથવા સર્વ આત્મપ્રદેશોનો ક્ષયોપશમ હોવા છતાં
ઔદારિક શરીરના મધ્યભાગ વડે જ્ઞાન થાય છે. માટે મધ્યગત અવધિ કહેવાય. અથવા તે અવધિ વડે જે ક્ષેત્ર પ્રકાશિત છે, તે ક્ષેત્રની સર્વ દિશાઓમાં મધ્ય ભાગને વિશે રહેલું તે મધ્યગત અવધિ કહેવાય. કેમકે અવધિજ્ઞાની તે વડે પ્રકાશિત ક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલો છે. - ૪ - અથવા જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રના મધ્યભાગમાં અવધિજ્ઞાની પુરુષ હોય છે માટે તે મધ્યગત અવધિ કહેવાય છે.
ઉક્ત ત્રણે વ્યાખ્યાનમાં જ્યારે અવધિ વડે પ્રકાશિત ક્ષેત્રનો અવધિજ્ઞાની
સાથે સંબંધ હોય ત્યારે તે અત્યંતરાવધિ કહેવાય. કેમકે તે સર્વ દિશામાં પ્રકાશિત ક્ષેત્રના મધ્યભાગમાં રહેલો છે. આ ભેદ બાહ્ય અવધિમાં ન લેવો, કેમકે અત્યંતરાવધિમાં અંતર્ભાવ થાય છે. પરંતુ જ્યારે અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્ર વચ્ચે ત્રુટિત હોવાથી અવધિજ્ઞાની સાથે તેનો સંબંધ ન હોય, ત્યારે બાહ્ય અવધિ કહેવાય છે. આ ભેદ અહીં ગ્રહણ કરવો. પછી દેશાવધિ, પ્રતિપક્ષે સર્વાધિ કહેવાનો છે.
દેશાવધિ અને સવિધિનું સ્વરૂપ - અવધિ ત્રણ ભેદે છે – સર્વજઘન્ય, મધ્યમ, સર્વોત્કૃષ્ટ, સર્વ જઘન્ય અવધિ તે દ્રવ્યથી તૈજસ અને ભાષા વર્ગણા વરો રહેલા અંતગત દ્રવ્યોને, ક્ષેત્રતી અંગુલના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, કાળતી