________________
૨૮/૨/૪ થી ૭/૫૬૨ થી ૫૬૫
આહારક હોય, અનાહારક ન હોય. એમ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ એમ જાણવું.
[૫૬૪] ભગવન્ ! સંયત જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહાસ્ય, કદાચ અનાહાક. એમ મનુષ્યમાં પણ કહેવું. બહુવચનમાં ત્રણ ભંગો જાણવા. અસંયતની પૃચ્છા કદાચ આહારક કે અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકે સિવાય ત્રણ ભંગો જાણવા. સંયતાસંયત જીવ, પંચે તિય અને મનુષ્ય હોય છે. તે એકવચન-બહુવચનથી પણ આહારક હોય છે, પણ અનાહારક હોતા નથી. નોસંયતનોઅસંયતનોસંયાસંયત, જીવ અને સિદ્ધ છે. તે બંને વચનથી આહારક નથી, અનાહારક છે.
૧૨૧
[૫૬૫] ભગવન્ ! સકષાયી જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહાક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. ક્રોધ કપાસી જીવાદિ વિશે એમ જ છે. પરંતુ દેવોમાં છ ભંગો હોય છે. માન અને માયા કપાસી દેવ અને નાસ્કોમાં છ ભંગો, બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. લોભકષાયી નારકોને છ ભંગો અને બાકી સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અકષાયીને નોસંજ્ઞીનોઅસંી માફક કહેવા.
• વિવેચન-૫૬૨ થી ૫૬૫ ઃ
લેશ્યા સૂત્ર, સામાન્યથી જીવ સૂત્રવત્ કહેવું. અહીં પણ સિદ્ધનું સૂત્ર ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્યી છે. બહુવયનથી જીવ અને પૃથ્વી આદિ એકે વિશે પ્રત્યેકને એક જ ભંગ હોય છે, આહાક પણ હોય અને અનાહાસ્ક પણ હોય, કેમકે બંને જીવો ઘણાં હોય છે. બાકીના નૈરયિકાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બધાં
આહારક હોય ઈત્યાદિ પૂર્વવત્. - x - એમ જે રીતે સલેશ્મી સૂત્ર કહ્યું, તેમ કૃષ્ણનીલ-કાપોત લેશ્મીનું સૂત્ર પણ કહેવું. બધે સામાન્ય જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકના અન્ય ભંગો હોતા નથી. બાકીનાને ત્રણ ભંગો હોય છે. તેજોલેશ્યા સૂત્ર એકવચનમાં પૂર્વવત્. બહુવચનમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં છ ભંગો જાણવા, તેઓમાં તેજોલેશ્યા કઈ રીતે ? તેજોલેશ્મી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, પહેલા બે કલ્પના દેવોની પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પત્તિ થાય છે. આમ ભગવતી-પ્રજ્ઞાપના ચૂર્ણિમાં પણ કહ્યું છે. તે છ ભંગો આ રીતે – (૧) બધાં આહાસ્કો હોય, (૨) બધાં અનાહારક હોય, (૩) એક આહારક અને એક અનાહારક હોય, (૪) એક આહારક અને બધાં અનાહારક હોય ઈત્યાદિ છ. બાકીનાને જીવપદથી આરંભી ત્રણ ભાંગા જાણવા. * X + X -
શું બધાં જીવોને સામાન્યથી જીવપદથી આરંભી ત્રણ ભંગો હોય કે કોઈકને હોય ? જેમને તેજોલેશ્યા હોય તેમને ત્રણ ભંગો કહેવા, બાકીનાને ન કહેવા. તેથી
-
કહ્યું કે નાક, તેજો, વાયુ, વિકલેન્દ્રિય સંબંધે તેજોલેશ્યા સૂત્ર ન કહેવું.
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (61)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પદ્મલેશ્યા, શુક્લલેશ્યા જેમને હોય છે, તેઓ સંબંધે તે વિશે સૂત્ર કહેવું. તેમાં પદ્મલેશ્યા અને શુક્લ લેશ્યા પંચે તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકોમાં કહેવું. બીજાને નહીં. માટે તે બંને લેશ્યામાં પ્રત્યેકને આશ્રીને ચાર પદ ચે – સામાન્ય જીવપદ, પંચેન્દ્રિય તિર્યંચપદ, મનુષ્યપદ, વૈમાનિક પદ. બધે એકવચનથી કદાચ આહારક, કદાચ અનાહાસ્ક હોય એ એક ભંગ. બહુવચનથી ત્રણ ભંગો હોય. જેમકે બધાં આહાસ્ક હોય ઈત્યાદિ પૂર્વવત્. - X -
અલૈશ્યી, અયોગી કેવળી અને સિદ્ધો છે. તેથી અહીં ત્રણ પદ સમજવા. જેમકે સામાન્ય જીવપદ, મનુષ્ય, સિદ્ધ. બધે બંને વચન વડે અનાહાસ્કો જ કહેવા. અલેશ્તી જીવો, મનુષ્યો, સિદ્ધો બંને વચનની અપેક્ષાથી અનાહારક હોય છે.
• હવે સમ્યગ્દષ્ટિ દ્વારની વ્યાખ્યા – અહીં સમ્યક્દષ્ટિ ઔપશમિક-સાસ્વાદનક્ષાયોપશમિક-વૈદક-ક્ષાયિક સમ્યકત્વ વડે જાણવા. કેમકે અહીં સામાન્ય સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરેલ છે. તે પ્રમાણે જ આગળ ભાંગાનો વિચાર કરવો. x - વેદક સમ્યક્દષ્ટિ, ક્ષાયિક સમ્યકત્વને પામતો સમ્યકત્વ મોહનીયના ચરમસમયવર્તી પુદ્ગલોને અનુભવતો હોય ત્યારે જાણવો. એકવચનમાં જીવાદિ બધાં પદોમાં પ્રત્યેકને આશ્રીને કદાચ આહારક-કદાચ અનાહારક હોય. પરંતુ પૃથિવ્યાદિમાં એ સૂત્ર ન કહેવું કેમકે તેમાં સમ્યગ્દષ્ટિ નથી - ૪ - બહુવચન સૂત્રમાં સામાન્યથી જીવપદમાં આહાસ્કોઅનાહારકો બંને હોય-એ એક જ ભંગ ઘટે. કેમકે બંને પ્રકારના સમ્યગ્દષ્ટિ હંમેશાં ઘણાં હોય છે. નાસ્ક, ભવનપતિ, તિર્યંચ પંચે મનુષ્ય, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં પ્રત્યેકને ત્રણ ભંગો હોય છે. જેમકે - કદાચિત્ બધાં જ આહાસ્કો હોય ઈત્યાદિ પૂર્વવત્.
વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય, તેનો પૂર્વવત્ વિચાર કરવો બેઈન્દ્રિયાદિને સમ્યગ્દષ્ટિપણું અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનની અપેક્ષાએ જાણવું. સિદ્ધો અનાહાક હોય. કેમકે તેઓ ક્ષાયિક સમ્યકત્વ સહિત હોય. બાકીનાને ત્રણ ભંગો જાણવા. મિથ્યાર્દષ્ટિમાં એકવચનની અપેક્ષાએ બધે કદાચિત્ આહારક-કદાચ અનાહારક કહેવા. બહુવચનમાં જીવપદ અને પૃથિવ્યાદિમાં આહાસ્કો પણ હોય, અનાહારકો પણ હોય. કેમકે બંને જીવો તેમાં ઘણાં હોય છે. બાકી બધાં સ્થાને ત્રણ ભંગો કહેવા. અહીં સિદ્ધ સૂત્ર ન કહેવું, કેમકે સિદ્ધોને મિથ્યાત્વ ન હોય. - ૪ -
મિશ્રર્દષ્ટિ આહારક હોય પણ અનાહારક ન હોય. કેમકે સંસારીને વિગ્રહગતિમાં અનાહારકત્વ હોય. પણ વિગ્રહગતિમાં મિશ્રૠષ્ટિત્વ ન હોય, કેમકે તે અવસ્થામાં કોઈ જીવ કાળ ન કરે. તેવું શાસ્ત્રવચન છે. તેથી તેમને અનાહાકપણું નથી. એમ ચોવીશે દંડકોમાં કહેવું. પણ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો ન કહેવા. કેમકે તેઓમાં મિશ્રદૃષ્ટિપણું અસંભવ છે. બહુવચનમાં પણ તેમ કહેવું. જેમકે ભગવન્ ! મિશ્રદૃષ્ટિ જીવો આહારક હોય કે અનાહાક? આહારક હોય પણ અનાહારક ન હોય. ઈત્યાદિ - ૪ -
૧૨૨