________________
૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩
દુઃખ થવાથી અંતર્મુહૂર્ત પછી નિવૃત્ત થાય છે.
-
વૈરયિકો કેવો આહાર કરે છે ? દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે આહાર પ્રતિપાદન કરવા કહે છે – દ્રવ્ય - અનંતપ્રદેશી પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરે છે કેમકે તે સિવાયના સંખ્યાતપ્રદેશી આદિ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાં, કાળથી જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ, કોઈપણ સ્થિતિક. અહીં સ્થિતિ એટલે આહાર યોગ્ય સ્કંધના પરિણામરૂપે રહેવું. ભાવથી વર્ણાદિયુક્ત · કેમકે દરેક પરમાણુમાં એકૈક વર્ણ, ગંધ, રસ, બે સ્પર્શ હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરે છે. ભાવથી જે વર્ણવાળા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે, તે એકથી પાંચ વર્ણી પુદ્ગલોનો આહાર કરે ? ઈત્યાદિ પ્રશ્ન સૂત્ર સુગમ છે. સ્થાનમાર્ગણાને આશ્રીને - જેમાં વિશેષે રહે તે સ્થાન - એક, બે કે ત્રણ વર્ણવાળા આદિરૂપ સામાન્ય, તેની માર્ગણા - વિચારને આશ્રીને અર્થાત્ સામાન્ય વિચારને આશ્રીને. વ્યવહાર નથી એક વર્ણ, બે વર્ણ તે કથન છે. નિશ્ચયનયથી તો સૂક્ષ્મ છતાં અનંત પ્રદેશી કંધ પાંચ વર્ણવાળો જ હોય.
૧૦૩
વિધાન માર્ગણા - વિશેષ વિચારથી, કાળો -લીલો એવી વર્ણાદિ વિશેષતાથી, કાળા વર્ણી પુદ્ગલ દ્રવ્ય આહારે છે. - ૪ - ૪ - એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ સંબંધી સૂત્રો પણ જાણવા. - x - શું તે સ્પષ્ટ - આત્મપદેશોએ સ્પર્શેલા કે અસ્પૃષ્ટ - નહીં સ્પર્શેલા દ્રવ્યોનો આહાર કરે ? સૃષ્ટ દ્રવ્યોનો આહાર કરે ઈત્યાદિ. ભાષા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, તે આ પ્રમાણે - સ્પર્શેલા દ્રવ્યનો આહાર કરે છે. આત્મપ્રદેશો વડે અવાદ - અવગાહેલા દ્રવ્યોનો આહાર કરે છે - x - પણ ન અવગાહેલા દ્રવ્યોનો આહાર કરતો નથી. અવગાહેલા દ્રવ્યોમાં પણ અંતર રહિત સાક્ષાત્ અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે. - x - પણ પરંપરાવાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી. અનંતરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે, તે સૂક્ષ્મ દ્રવ્યોનો પણ આહાર કરે છે અને બાદર દ્રવ્યોનો પણ આહાર કરે છે. જે સૂક્ષ્મ અને બાદર દ્રવ્યોનો આહાર કરે છે, તે ઉર્ધ્વ-ઉપરના પ્રદેશમાં રહેલા, અધોનીચેના પ્રદેશમાં રહેલા અને તીર્છા પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો પણ આહાર કરે છે. વળી આ ઉર્ધ્વ, અધો કે તીર્છા પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ આહાર કરે છે. જે આદિ-મધ્ય-અંતમાં રહેલા દ્રવ્યોનો આહાર કરે છે, તે પમ સ્વવિષય-પોતાના વિષયભૂત દ્રવ્યોનો આહાર કરે છે, અવિષય દ્રવ્યોનો આહાર કરતો નથી. વળી જે સ્વ વિષયક દ્રવ્યોનો આહાર કરે છે, તે આહાર પણ અનુક્રમે કરે છે, ક્રમે રહિત આહાર કરતો નથી. અનુક્રમે જે દ્રવ્યનો આહાર કરે છે, તે પણ ત્રણ-ચાર કે પાંચ દિશાથી આવેલા દ્રવ્યોનો નહીં પણ નિયમા છ દિશાથી આવેલા દ્રવ્યો આહારે છે. [॰ અહીં પ્રથ્નોત્તર પદ્ધતિથી વૃત્તિકારશ્રીએ નોધેલ પાઠને અમે માત્ર વિધાનાત્મક રૂપે ઉપર મૂકેલ છે. હવે વૃત્તિકાથી તે સૂત્રની વ્યાખ્યા રજૂ કરે છે. પરંતુ અમે તેનો આવશ્યક સંક્ષેપા જ રજૂ કર્યો છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આત્મપ્રદેશોનો સ્પર્શ આત્મપ્રદેશ વડે અવગાઢ ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કર્યો છે. અવાજ - આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલ. નવાહ - અવગાઢ ક્ષેત્રની બહાર રહેલ. અનંતરાવા - આત્મ પ્રદેશોમાં વ્યવધાન સિવાય રહેલા દ્રવ્યો. પરંપરાવાદ - એક, બે, ત્રણ આદિ આત્મપ્રદેશો વડે અંતરવાળા દ્રવ્યો અણુ - થોડાં પ્રદેશવાળાં દ્રવ્યો, યાવર ઘણાં પ્રદેશવાળા દ્રવ્યો. અહીં અણુ કે બાદરપણું આહારને યોગ્ય સ્કંધોના થોડાં પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાએ જાણવું. એ રીતે ઉર્ધ્વ-અધો કે તીકંપણું પણ જેટલા ક્ષેત્રમાં નૈરયિક રહેતો હોય તેટલા ક્ષેત્રની અપેક્ષાથી જાણવું.
આદિ, મધ્ય કે અંતમાં આહાર કરે છે ? એ પ્રશ્ન છે. તાત્પર્ય એ છે કે વૈરયિકો પોતાને ઉપભોગ્ય અનંતપ્રદેશી દ્રવ્યો અંતર્મુહૂર્ણ કાળ સુધી ગ્રહણ કરે છે, તો સંશય થાય કે ઉપભોગને યોગ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ કાળની આદિમાં – પ્રથમ સમયે આહાર કરે છે, મધ્ય સમયે આહાર કરે છે કે છેલ્લા સમયે આહાર કરે છે ? તે ત્રણે સમયમાં આહાર કરે છે. વિષય - પોતાના આહારને યોગ્ય દ્રવ્યો, વિષય - પોતાના આહારને અયોગ્ય દ્રવ્યો. આનુપૂર્વી - અનુક્રમ વડે, જેમ નજીક હોય તેમ. તેથી વિપરીત તે બનાનુપૂર્વી. - x - ઉપર, નીચે કે તીર્છા, જેમ નજીક હોય તેમ આહાર કરે છે, પણ નજીકના ક્રમને ઓળંગીને આહાર કરતો નથી. વિશ - લોકના નિષ્કુટને અંતે જઘન્ય પદે ત્રણે દિશામાં રહેલાં દ્રવ્ય જ પ્રાપ્ત થાય, બે કે એક દિશામાં રહેલ દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. અવશ્ય છ દિશામાંથી આવેલાં પુદ્ગલ દ્રવ્યો આહારે છે. કેમકે વૈરયિકો ત્રસનાડીના મધ્ય ભાગમાં રહેલા છે.
૧૦૮
-
મોસમ - બહુલતાથી - ૪ - સામાન્ય કારણ, અને તે અશુભ વિપાક જ છે, તો પણ પ્રાયઃ મિથ્યાર્દષ્ટિ કૃષ્ણાદિ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે પણ ભવિષ્યના તીર્થંકરાદિ તેવાં દ્રવ્યોનો આહાર કરતાં નથી, માટે ‘બહુલતાએ’ એમ કહ્યું છે. વર્ણથી કાળાં અને નીલવર્ણવાળા ઈત્યાદિ સૂત્રાનુસાર જાણવું.
આહાર કરતાં પુદ્ગલોના પુરાણ - પૂર્વના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણોને વિપરિણમાવી, પરિપીડન કરી, પરિશાટન કરી, પરિવિધ્વંસ કરી, એ ચારે પદો એકાર્યક અને વિનાશ અર્થના વાચક છે. તેમ જ ભિન્ન-ભિન્ન દેશના શિષ્યોના ઉપકારાર્થે છે. બીજા અપૂર્વ વર્ણાદિ ગુણો ઉત્પન્ન કરી, પોતાના શરીર ક્ષેત્રમાં રહેલ પુદ્ગલોને સર્વ આત્મપ્રદેશો વડે આહાર રૂપે ગ્રહણ કરે છે.
વૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે ગ્રહણ કર્યા પછીના કાળમાં કેટલામાં ભાગ આહાર રૂપે ઉપયોગ કરે છે તથા આહારરૂપે ગ્રહણ કરેલાંને કેટલામાં ભાગે આસ્વાદે છે ? કેમકે આહારરૂપે ગૃહીત બધાં પુદ્ગલો આસ્વાદાતા નથી માટે જુદો પ્રશ્ન કર્યો છે. ગૃહીત પુદ્ગલોના અસંખ્યાતમા ભાગને આહાર પણે ગ્રહણ કરે છે. બીજા પુદ્ગલો પડી જાય છે. આહારપણે ગૃહીત પુદ્ગલોના અનંતમાં ભાગને આસ્વાદે છે, બાકીના પુદ્ગલ દ્રવ્યો આસ્વાદ લીધા વિના શરીર પરિણામને