________________
૧૭/૪/૧/૪૬૩
૧૬૭
તિર્યંચો અને મનુષ્યોને પણ લેશ્યાદ્રવ્યો - x - સ્વ સ્વરૂપે લાંબો કાળ રહે. તો એઓની ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સ્થિતિ કહી, તેની સાથે વિરોધ થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ હોવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ યાવત્ ત્રણ
પલ્યોપમની સંભવે.
આ રીતે પ્રત્યેક લેશ્યાનો અન્ય પાંચ લેશ્યા સાથે સંબંધ કરતાં પાંચ સૂત્રો કહેવા. એ રીતે તિર્યંચ અને મનુષ્યોનો ભવાંતર પ્રાપ્તિ સમયે અને બાકીના કાળે લેશ્યાદ્રવ્યોનો પરિણામ કહ્યો. દેવ અને નાક સંબંધી લેશ્યાદ્રવ્યો પોતાના ભવપર્યંત અવસ્થિત હોય છે. તેથી અન્ય લેશ્યાદ્રવ્યના સંબંધથી તેનો આકાર માત્ર ધારણ કરે છે, તે અહીં કહેવાશે. પરિણામ લક્ષણ અધિકાર કહ્યો.
૦ પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૨૦
• હવે વર્ણાધિકાર કહે છે –
• સૂત્ર-૪૬૪ :
ભગવન્ ! કૃષ્ણવેશ્યા વર્ષથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ મેઘ, અંજન, જિન, કાજળ, ગવલ, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમર પંક્તિ, હાથીનું વતુ, કાળું કેસર, આકાશથિન્ગલ, કાળું અશોક, કાણીકણેર, કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણવેશ્યા હોય? ગૌતમ ! એ અર્થયુક્ત નથી. કૃષ્ણવેશ્યા એથી વધુ અનિષ્ટ, અતિ અકાંત, અતિ અપ્રિય, અતિ મનોજ્ઞ અને અતિ અમણામ તેવી વર્ણ વડે કહી છે.
ભગવન્ ! નીલલેશ્યા વર્ષથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ શૃંગ, ભંગની પાંખ, સારસ, ચાસપિચ્છ, શુક, શુકપિચ્છ, શ્યામા, વનરાજિ, ઉચંતક, પારેવાની ડોક, મોરની ડોક, બલદેવનું વસ્ત્ર, અળસી પુષ્પ, વનકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોત્પલ, નીલાશોક, લીલું કણવીર, લીલું બંધુજીવક છે, એવી નીલલેશ્યા છે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એનાથી યાવત્ અમણામ વર્ણવાળી કહી છે. ભગવન્ ! કાપોતલેશ્યા વર્ણથી કેવી છે? જેમ કોઈ બેસાર, કરીરસાર, ધમાાસાર, તામ્ર, તમકરોટક, તામ્ર કટોરી, વેંગણીના પુષ્પ, કોકિલચ્છદપુષ્પ, જાકુસુમ છે, તેવી કાપોત લેશ્યા હોય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. કાપોતલેશ્યા તેથી પણ અનિષ્ટતર યાવત્ અમણામ વર્ણવાળી હોય છે.
ભગવન્ ! તેજોલેશ્યા વણથી કેવી છે ? જેમ કોઈ સસલા, ઘેટા, ડુક્કર, સાબર કે મનુષ્ય લોહી હોય, ઈન્દ્રગોપ, નવો ઈન્દ્રગોપ, બાળસૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિ હિંગલોક, પ્રવાલાંકુર, લાક્ષારસ, લોહિતા ક્ષમણિ, કીરમજી રંગી કામળ, હાથીનું તાળવું, ચીનપિષ્ટરાશિ, પાાિતકુસુમ, પાકુસુમ, કેસુડાના ફૂલનો રાશિ, રક્તોત્પલ, રતાશોક, રક્તકણેર, ક્તબંધુજીવક છે, તેવી તેજોલેશ્યા હોય? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેજોલેશ્યા તેથી પણ વધુ ઈષ્ટ અને મનને ગમે તેવી વર્ણવાળી હોય છે. ભગવન્ ! પાલેશ્યા વર્ષથી કેવી છે? જેમ કોઈ ચંપો, ચંપાની છાલ, ચંપાનો ખંડ, હળદર, હળદરગોળી, હળદરનો ખંડ, હરતાલ, તેની ગુટિકા કે ખંડ, ચિકુર, ચિકુરાગ, સુવર્ણછીપ, શ્રેષ્ઠ સુવર્ણનો કસ, વાસુદેવનું વસ્ત્ર, જલ્લકી પુષ્પ, ચંપકપુષ્પ, કણેરપુષ્પ, કુષ્માંડ કુસુમ, સુવર્ણજૂઇ, સુહિરણ્વિકા પુષ્પ, કોટકની માળા, પીળો અશોક, પીણું કણેર, પીળું બંધુ જીવક છે એવી પદ્મલેશ્યા હોય? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પાલેશ્યા એથી અતિ ઈષ્ટ યાવત્ મણામવર્ણી છે.
૧૬૮
ભગવન્ ! શુકલલેશ્યા વર્ણથી કેવી છે ? જેમ કોઈ કરત્ન, શંખ, ચંદ્ર, કું, પાણી, પાણીના કણ, દહીં, દહીંનો પિંડ, દૂધ, દૂધનો સમૂહ, શુષ્ક છીવાડી, મયુર પિચ્છનો મધ્યભાગ, તપાવેલ સ્વચ્છ રજતપટ્ટ, શરત્કાલનો મેઘ, કુમુદપત્ર, પુંડરીક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કટુજ પુષ્પરાશિ, સિંદુવારપુષ્પની માળા, શ્વેત અશોક, શ્વેત કણવીર, શ્વેતબંધુજીવક છે, એવી શુકલ લેશ્યા હોય? એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ટ યાવત્ અતિ મનોજ્ઞ વર્ણની છે.
• વિવેચન-૪૬૪ :
કૃષ્ણલેશ્યા વર્ણથી કેવી છે ? ઈત્યાદિ. કૃષ્ણદ્રવ્યરૂપ લેશ્યા, તે કૃષ્ણલેશ્યા, કૃષ્ણ લેશ્યા યોગ્ય દ્રવ્યો. કેમકે તેઓને જ વર્ણાદિનો સંભવ છે, પણ કૃષ્ણદ્રવ્યથી ઉત્પન્ન ભાવા કૃષ્ણલેશ્યા ન લેવી, કેમકે તેમને વર્ણાદિનો સંભવ નથી.
ભગવંત કહે છે – ગૌતમ ! જેમ લોકપ્રસિદ્ધ મેઘ, તે વઋિતુના પ્રારંભકાળના જળનો જાણવો. કેમકે પ્રાયઃ તે જ અતિશય કાળો હોય. 'વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. - x - અંજન-સુરમો કે શ્યામવર્ણી રત્ન, ખંજન-દીવાના કોડિયાનો મેલ કે ગાડાની ધરીનો મલ, કજ્જલ-કાજળ, ગવલ-પાડાનું શીંગડું, તે ઉપરની ત્વચા દૂર કરેલ જાણવું, કેમકે ત્યાંજ વિશિષ્ટ કાળાશ સંભવે છે. અષ્ટિ-અરીઠાં, પરપુષ્ટકોયલ, ગજકલભ-હાથીનું બચ્ચું, કૃષ્ણ કેસર - કાળી બોરસલી, આકાશ થિન્ગલશરઋતુના મેઘથી આચ્છાદિત આકાશખંડ, તે ઘણો કાળો હોય. કણવીર - કરેણ, બંધુજીવક - બપોરીયો. અશોકાદિ વૃક્ષો જાતિ ભેદથી પાંચ વર્ણના હોય, તેથી શેષ વર્ણના નિષેધ માટે કૃષ્ણનું ગ્રહણ કર્યુ. આટલું કહ્યું એટલે ગૌતમે પૂછ્યું –
ભગવન્ ! કૃષ્ણ લેશ્યા વર્ણ વડે આવી હોય ? ભગવંતે કહ્યું કે – ના. તે મેઘ આદિથી કૃષ્ણ વર્ણ વડે અત્યંત અનિષ્ટ છે. અનિષ્ટ હોવા છતાં કાંત પણ હોય, તેથી કહે છે – અત્યંત અકાંત હોય. કંઈક અનિષ્ટ અકાંત છતાં કોઈને પ્રિય હોય, માટે સર્વથા પ્રિયપણાના નિષેધ માટે કહે છે – અતિ અપ્રિય હોય, તેથી જ અતિ અમનોજ્ઞ હોય, કેમકે યથાર્થ પરિજ્ઞાન થવાથી તે ઉપાદેયરૂપે મનની પ્રવૃત્તિ ન થાય. અતિ પ્રકૃષ્ટમાં પ્રર્ષ વિશેષના પ્રતિપાદનાર્થે કહે છે - અતિ - મનને પ્રાપ્ત ન થનાર - X - અતિ અમનોહર.