________________
૧૫/૧/-/૪૨૫
૧09
નજીકના વિષયને ન જાણે, તેથી અત્યંત નીકટ રહેલ અંજન, જ, નેગમેલને ચક્ષુ ન જોઈ શકે. નેત્ર સિવાય શેષ ઈન્દ્રિયોનો વિષય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તેમનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે, ઉત્કૃષ્ટથી શ્રોત્ર ઈન્દ્રિય બાર યોજનથી આવેલ અછિન્ન, અવ્યવહિત, અન્ય શબ્દો વડે અથવા વાયુ આદિથી જેની શક્તિ નથી હણાઈ તે પુદ્ગલને સાંભળે છે. આ કથનથી “શદ પૌદ્ગલિક છે, પણ આકાશનો ગુણ નથી” એમ પ્રતિપાદન કર્યું. “શબ્દ પૌદ્ગલિક છે' તે તત્વાર્થ ટીકાથી જાણવું.
સ્કૃષ્ટ માત્ર • શરીરમાં લાગેલ ધૂળ માફક સ્પર્શ માત્રને પ્રાપ્ત અને પ્રવિષ્ટ - નિવૃતિ ઈન્દ્રિયમાં પ્રવેશેલ શબ્દોને સાંભળે પણ બાર યોજનની આગળથી આવેલ શબ્દોને સાંભળતી નથી કેમકે આગળથી આવેલા શબ્દોના મંદ પરિણામ થાય છે. બાર યોજન આગળથી આવેલ શબ્દ પુદ્ગલો તથાસ્વભાવથી મંદ પરિણામવાળા થાય છે, જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ નથી. શ્રોમેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અભૂત બળ નથી.
- ચક્ષુરિન્દ્રિય ઉત્કૃષ્ટથી કંઈક અધિક લાખ યોજનથી આરંભી અછિન્ન, અવ્યવહિત-અંતર રહિત, અસ્પૃષ્ટ-દૂર રહેલ અને એ જ કારણથી અપવિષ્ટ પદગલસ્વરૂપ રૂપને જુએ છે. કેમકે તેથી આગળ અવ્યવહિતરૂપ હોય તો પણ તેને જોવામાં ચક્ષુઈન્દ્રિયની શક્તિ નથી. અહીં અંગુલ ત્રણ પ્રકારે છે, તે આ રીતે - આમાંગુલ, ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ. તેમાં જે મનુષ્યો જે કાળે હોય ત્યારે તેઓનું માન-રૂપ જે ગુલ તે આત્માંગુલ, તે અનિયત પ્રમાણવાળું હોય છે.
પરમાણુ, ત્રસરેણુ, સ્વરેણુ, વાલાણ, લીખ, જૂ, ચવ તે બધાં ઉત્તરોત્તર આઠગણા વધારે છે, એવો ઉત્સધાંગુલ હોય છે. ઉલ્લેધાંગુલ હજાર ગણો થાય ત્યારે પ્રમાણાંગુલ થાય છે અને તે ઉસેધાંગુલને બમણો કરતાં ભગવંતે મહાવીરનો આભાંગુલ થાય છે, એવા પ્રકારનો બીજો પ્રમાણાંગુલ છે. તેમાં આત્માંગુલથી તે કાળના વાવ, કુવાદિ વસ્તુ, ઉત્સધાંગુલ વડે મનુષ્ય, તિર્યચ, દેવ, નાસ્કોના, શરીરો, પ્રમાણાંગુલથી પૃથ્વી અને વિમાનો મપાય છે.
ઈન્દ્રિયના વિષયનું પરિમાણ આભાંગુલથી કરવું. તે જ પ્રમાણે ચાઈન્દ્રિયના વિષયના પરિમાણના વિચારમાં ભાગ્યકાર કહે છે - નેત્ર અને મન પ્રાપ્તકારી છે. નેત્રના વિષયનું પરિમાણ આભાંગુલ વડે કંઈક અધિક લાખ યોજન છે.
(પ્રશ્ન) શરીરનું પ્રમાણ ઉત્સધાંગુલી કરાય છે, તો - x • ઈન્દ્રિયનું વિષય પરિમાણ ઉસેધાંગુલથી કરવું જોઈએ, આમાંગુલ વડે કરવાનું કેમ કહો છો ? આમાંગલથી માન કરવામાં દોષ નથી, -x- કેમકે વિષય પરિમાણ શરીરથી અન્ય છે, આ વાત જાણકારે પણ કહી છે. જો ઈન્દ્રિયોના વિષયોનું પરિમાણ ઉત્સધાંગુલથી થાય તો ૫૦૦ ધનુષાદિ પ્રમાણવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો વિચ્છેદ થાય. તે આ રીતે- જે ભરતનો આભાંગુલ છે, તે પ્રમાણ અંગુલ બરોબર છે, તે પ્રમાણાંગુલ
૧૦૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હજાર ઉભેધાંગુલથી થાય છે. કેમકે હજારગુણા ઉત્સધાંગુલની બરાબર પ્રમાણાંગુલ છે. તેથી ભરતાદિ ચક્રવર્તીની અયોધ્યાદિ નગરી અને સ્કંધાવાર આભાંગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. તેનું ઉત્સધાંગુલથી માન કરવામાં આવે તો અનેક હજાર યોજન થાય. એમ થવાથી આયુધ શાળા વગેરે સ્થળે વગાડેલ ભેરી આદિનું શ્રવણ નહીં થાય કેમકે શ્રોબેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. વળી સર્વ નગર વ્યાપી અને બધી છાવણીમાં વ્યાપ્ત થનાર વિજય સૂચક ઢક્કા વગેરે શકદ આગમમાં કહ્યો છે, તે પ્રકારે જ મનુષ્યનો વ્યવહાર થાય છે, તેથી આગમ પ્રસિદ્ધ ૫૦૦ ધનુષ આદિ પ્રમાણ શરીરવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો ઉચ્છેદ ન થાય તે માટે આભાંગુલ વડે ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું, ઉલ્લેધાંગુલથી નહીં.
એ રીતે પૂર્વે જે કહ્યું કે – શરીરાશ્રિત ઈન્દ્રિયો છે માટે તેઓના વિષયનું પરિમાણ ઉસેધાંગુલથી કરવું જોઈએ” તે અયુક્ત છે. કેમકે કેટલીક ઈન્દ્રિયોના પણ વિસ્તારનું પરિમાણ આભાંગુલ વડે સ્વીકારેલ છે. • x • માટે સર્વ ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ આભાંગુલ વડે જ થાય છે, એમ સિદ્ધ થાય છે.
(પ્રશ્ન) પ્રકૃત સૂત્રમાં કહેલ ચક્ષુઈન્દ્રિયના વિષયનું પરિમાણ ઘટતું નથી, કેમકે બીજે તે પરિમાણ અધિક કહેલ છે. તે આ રીતે – પુકરવરદ્વીપાદ્ધમાં માનુષોત્તર પર્વત પાસે રહેનાર મનુષ્યો કર્કસંક્રાંતિના દિવસે પ્રમાણગુણથી સાધિક ૨૧-લાખ યોજન દૂર રહેલા સૂર્યને જુએ છે. ત્યાં કહે છે કે – ૨૧,૩૪,૫૩૭ યોજના નેત્રના વિષયનું પરિમાણ પુકરવરદ્વીપના અર્ધ ભાગમાં રહેનારા મનુષ્યોને પૂર્વ-પશ્ચિમ દિશાએ જુદું જુદું જાણવું આદિ. તો આ પ્રસ્તુત સૂત્ર આત્માંગુલ વડે પણ કેમ ઘટી શકે ? કેમકે પ્રમાણાંગુલથી પણ અનિયતપણું થાય છે. -x - તેથી ચક્ષુઈન્દ્રિય વિષય પરિમાણ જેમ શ્રુતમાં કહ્યું છે તેમ આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલમાંના કોઈપણ વડે યુક્ત નથી.
(સમાધાન) એ વાત સત્ય છે, પણ આ સૂત્ર કેવળ પ્રકાશ કરવા યોગ્ય વિષયની અપેક્ષાએ સમજવું. પણ પ્રકાશક વિષયની અપેક્ષાએ ન સમજવું. અહીં સૂર્ય પ્રકાશક વિષય છે, માટે પ્રકાશક વસ્તુના વિષયનું પરિમાણ અધિક હોય તો પણ દોષ નથી.
| (પ્રશ્ન) એ પ્રમાણે શી રીતે જાણી શકાય ? - પૂર્વાચાર્યો વડે કરેલા વ્યાખ્યાનથી જાણી શકાય છે. કેમકે મહાબુદ્ધિવંત પુરષો કાલિક શ્રુતની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનને અનુસરીને કરે છે. પણ માત્ર અક્ષર રચના પ્રમાણે નહીં. બીજે પણ કહે છે -
જેમ સત્રમાં કહ્યું છે તેમજ હોય અને તેમાં વિચાર કરૂાનો ન હોય તો પ્રધાન દષ્ટિવાળા પુરષોએ કાલિક સૂત્રના અનુયોગનો ઉપદેશ કેમ કર્યો છે? માટે સૂત્રમાં વિચારણા આવશ્યક છે, તેથી પૂવચાર્યના વ્યાખ્યાનથી પ્રસ્તુત સૂત્રનો વિરોધ નથી.