________________ 20/-/4/5oo 211 ભવમાં સુકુમારોમાં ઉપજે ? ના, એ અર્થ યોગ્ય નથી. આ પ્રમાણે નિરંતર યાવતુ ચઉરિન્દ્રિયોમાં ઉપજે? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવત્ ! નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. ભગવન ! નૈરયિકોથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિયચોમાં ઉત્પન્ન થાય, તે કેવળી પ્રાપ્ત ધમન સાંભળે ? કોઈ સાંભળે, કોઈ ન સાંભળે. ભગવાન ! જે કેવલી પ્રાપ્ત ધનિ શ્રવણ રૂપે પામે તે કેવલી કથિત બોધિને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન જે કેવલિ કથિત ધમને જાણે તે તેની શ્રદ્ધા કરે ? પ્રતીતિ કરે ? રુચિ કરે ? ગૌતમ ! તે શ્રદ્ધા રે, પ્રતીતિ કરે અને રુચિ કરે. ભગવન! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે તે અભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ! હા, કરે. ભગવાન ! જે અભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ-dd-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. ભગવન્! જે શીલ યાવત પૌષધોપવાસ અંગીકાર કરવા સમર્થ થાય, તે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ! કોઈ કરે, કોઈ ન કરે. ભગવન! જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈ અગારથી નિગારપણું ગીકાર કરવા સમર્થ થાય? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવાન નૈરયિક નૈરસિકથી નીકળી પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. ભગવન્! જે ઉત્પન્ન થાય, તે કેવલી પ્રાપ્ત ધર્મ સાંભળે ? ગૌતમાં જેમ પાંચેન્દ્રિય તિર્યંચમાં કહ્યું. તેમ કહેવું યાવત્ “જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈને સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય ? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. ભગવન ! જે મુંડ થઈને સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય, તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ ! કોઈ કરે, કોઈ ન કરે. ભગવના જે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે તે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ કોઈ કરે, કોઈ ન કરે. ભગવાન ! જે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુકત થાય અને સર્વ દુઃખનો અંત રે ? ગૌતમ! તે સિદ્ધ થઈ ચાવતું સર્વ દુઃખનો અંત અવશ્ય કરે. ભગવના નૈરયિક, નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? ન થાય. * વિવેચન-૫૦૦ : સૂગ સુગમ છે. પણ કેવલી પ્રજ્ઞપ્ત શ્રુતધર્મ અને ચાાિ ધર્મને શ્રવણરૂપે પ્રાપ્ત કરે એટલે તેનું શ્રવણ કરે ? અહીં શ્રવણ શબ્દનો ભાવ-પ્રવૃત્તિ નિમિત શ્રવણ જ સમજવું. એ સૂટમાં તે શબ્દ સ્વરૂપનો ભાવ-પ્રવૃત્તિનિમિત એવું પણ વ્યાખ્યાન કરેલ 212 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છે. ભગવંતે કહ્યું - કોઈ શ્રવણ કરે, કોઈ શ્રવણ ન કરે. પુનઃપ્રશ્ન કરે છે - જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે, તે કેવલીએ કહેલા બોધિને જાણે ? અહીં બોધિ - ધર્મની પ્રાપ્તિ. તેના કારણભૂત જે શબ્દ રચના, તે કારણમાં કાર્યના ઉપચારથી બોધિ કહેવાય છે. તેને કેવલજ્ઞાનીએ સાક્ષાતુ કે પરંપરામાં ઉપદેશેલ હોવાથી કેવળજ્ઞાન સંબંધી કહેવાય. અર્થાત્ કેવલી પ્રજ્ઞપ્ત બોધિ-ઘર્મને શ્રવણ કરનાર, કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સમજે અને જાણે ? ભગવંત કહે છે - કોઈ જાણે, કોઈ ન જાણે. પુનઃપ્રશ્ન કરે છે. ભગવન્! જે કેવલી પ્રજ્ઞત ધર્મને અર્થયી જાણે, તે અર્થથી તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, હું તે કરવા ઈચ્છું છું એવો વિચાર કરે ? કોઈ કરે, કોઈ ન કરે. પુનઃપ્રશ્ન કરે છે - ભગવત્ ! જે શ્રદ્ધ-પ્રતીતિ-રુચિ કરે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉપાર્જે. હા, ગૌતમ ! કરે. કેવલીપજ્ઞખ ધર્મશ્રવણ અને શ્રદ્ધાથી આ બંને જ્ઞાન અવશ્ય થાય. પુન:પ્રશ્ન કરે છે - ભગવન્જે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉપાર્જે તે શીલ-બ્રાહાચર્ય, વ્રત-ન્દ્રભાદિ સંબંધી નિયમો, ગુણ-ભાવનાદિરૂપ ઉત્તરગુણ, વિરમણઅતીતકાળના સ્થૂળ પ્રાણાતિપાતાદિ દોષની વિરતિ-નિવૃત્તિ, પ્રત્યાખ્યાન-ભાવિકાલિન ચૂળ પ્રાણાતિપાતાદિ દોષનો ત્યાગ, પોપ-ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ-આઠમ આદિ પર્વમાં ઉપવાસ તે પૌષધોપવાસ તેને અંગીકાર કરવા સમર્થ થાય ? કોઈ થાય, કોઈ ન થાય. અહીં તિર્યયો અને મનુષ્યોને ભવનિમિત્તક અવધિજ્ઞાન થતું નથી, પણ ગુણથી થાય છે અને શીલવતાદિ ગુણો તો આ પંચેન્દ્રિય તિર્યંચોને પણ હોય છે. તો તે ગુણોથી અવધિજ્ઞાન તેમને થાય કે ન થાય ? જેને શીલ અને વ્રતાદિ સંબંધે વિશુદ્ધ પરિણામ થવાથી અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય તે અવધિજ્ઞાન ઉપાર્જે, બીજા ન ઉપાર્જે. અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન જાણવું અને મન:પર્યવજ્ઞાન અણગારને હોય છે, કેમકે - “તે સર્વ પ્રમાદ સહિત અને વિવિધ ઋદ્ધિવાળા સંયતને હોય” તેમ વચન છે. તેથી અણગારપણા સંબંધે પ્રશ્ન કરે છે - જે અવધિજ્ઞાન ઉપાર્જે તે મુંડ થઈ સાધુપણું ગ્રહણ કરે ? અહીં મુંડ બે પ્રકારે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં કેશાદિને દૂર કરવા વડે દ્રવ્યથી મુંડ અને સર્વ સંગનો ત્યાગ કરવાથી ભાવથી મુંડ હોય છે. તેમાં તિર્યંચોને દ્રવ્ય મંડપણાંનો સંભવ ન હોવાથી, ભાવમુંડનું ગ્રહણ કરવું. તેવા પ્રકારનો ભાવમુંડ થઈને પોતાના આશ્રયરૂપ અગાર-ઘરથી નીકળી, જેને દ્રવ્યથી અને ભાવથી અગાર નથી તે અણગાર, તેવા અણગારપણાને સ્વીકારવા સમર્થ થાય ? ન થાય, કેમકે તિર્યંચોને ભવસ્વભાવથી તેવા પ્રકારની સર્વ વિતિના પરિણામોનો સંભવ નથી અને અણગારપણાના અભાવમાં મન:પર્યવજ્ઞાનનો અભાવ સિદ્ધ જ છે.