SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/–/૩૬૪ ૧૬૭ જીવો કરતા પ્રદેશાર્થતાથી બાદર નિગોદ પર્યાપ્તા જીવો અસંખ્યાતગણા છે. બાકી પૂર્વવત્ ચાવત્ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. • વિવેચન-૩૬૪ : નિયોર્ - જીવાશ્રય વિશેષ. દ્રવ્યાર્થતા - દ્રવ્યરૂપપણે. - ૪ - સંખ્યાત નથી. કેમકે અંગુલના અસંખ્યાતભાગ અવગાહનામાં તેમની સર્વલોકમાં આપન્નત્વ છે. પણ અસંખ્યાત છે - કેમકે તેઓ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વથી છે. અનંત પણ નથી. આ રીતે અપપ્તા અને પર્યાપ્તાનું સામાન્ય નિગોદ સૂત્ર કહેવું. સામાન્ય નિગોદ સૂત્ર માફક જ સૂક્ષ્મ અને બાદર નિગોદના ત્રણ સૂત્રો કહેવા. . હવે દ્રવ્યાર્થપણે નિગોદજીવ સંખ્યાનો પ્રશ્ન. આ જીવો દ્રવ્યાર્ણપણે અનંતા છે. કેમકે પ્રત્યેક નિગોદોમાં અનંત નિગોદદ્રવ્ય જીવો હોય છે. એ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્તના સૂત્રો કહેવા. સામાન્ય નિગોદ દ્રવ્ય વિષય સૂત્ર માફક સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવ વિષયક ત્રણ-ત્રણ સૂત્રો કહેવા. સર્વ સંખ્યાથી નવ સૂત્રો વૈવિધ્ય અભાવથી છે. તેઓ દ્રવ્યાર્યપણે અનંતા છે, પ્રદેશાર્થપણે સારી રીતે અનંતા છે. કેમકે પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે. સર્વ સંખ્યાથી આ અઢાર સૂત્રો છે. દ્રવ્યાર્થ વિષયક નવ સૂત્રો કહી પ્રદેશાર્થ વિષયક નવ સૂત્રો કહે છે. પહેલા સામાન્યથી નિગોદ વિષય ત્રણ સૂત્ર કહ્યા. તેમાં પ્રદેશાર્થપણે નિગોદો અનંતા છે. આ રીતે બધાં કહેવા. હવે સૂક્ષ્મ-બાદ-પર્યાપ્ત-અપર્યાપ્ત નિગોદોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્ણપણે પરસ્પર અલ્પ બહુત્વ કહે છે. દ્રવ્યાર્થપણે સૌથી થોડાં મૂલકંદાદિગત પર્યાપ્ત બાદર નિગોદો છે. કેમકે તે પ્રતિ નિયત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદરનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. કેમકે એકૈક પર્યાપ્ત બાદર નિગોદની નિશ્રાએ અસંખ્યાત અપર્યાપ્તા બાદર નિગોદનો ઉત્પાદ છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગણાં છે. સર્વલોક વ્યાપીત્વથી ક્ષેત્રના અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. કેમકે સૂક્ષ્મોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગણાં છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે છે. કેમકે દ્રવ્યોનું થોડાંપણું છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે, કેમકે દ્રવ્યોનું અસંખ્યાતગુણત્વ છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપયપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. કેમકે દ્રવ્યો સંખ્યાત છે. હવે દ્રવ્યાર્ય-પ્રદેશાર્થતાથી અલ્પબહુત્વ-સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે, બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્યપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. - x - તેનાથી સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ૧૬૮ સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગણાં છે. કેમકે દ્રવ્યોનું સંખ્યયગુણત્વ છે. હવે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત નિગોદ જીવોનું દ્રવ્યાર્ય-પ્રદેશાર્થ-ઉભયાર્થ પરસ્પર અલાબહુત્વ કહે છે – સૌથી થોડાં બાદર પર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તાજીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં, તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાજીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. પ્રદેશાર્થપણે સૌથી યોડાં બાદર નિગોદ પર્યાપ્તા જીવો ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું, પુનરુક્તિ કરી નથી. - ૪ - ૪ - ૪ - હવે સૂક્ષ્મ-બાદર પર્યાપ્ત-અપર્યાપ્ત નિગોદ અને નિગોદ જીવોનું દ્રવ્યાર્થપ્રદેશાર્થ-ઉભયાર્ણપણે અબહુત્વ-દ્રવ્યાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્તા, તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે, તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાથી દ્રવ્યાર્થપણે બાદર નિગોદ પર્યાપ્તા અનંતગણાં છે. [વૃત્તિ મહદ્અંશે સૂત્રાર્થ જેવી છે, તેનો કિંચિત્ સાર કહીએ છીએ–] બાદર નિગોદ પર્યાપ્તાથી બાદર નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગણાં, તેથી સૂક્ષ્મ નિગોદ જીવો અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે, તેથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. આ રીતે પ્રદેશાર્થપણે પણ આ રીતે અલ્પબહુત્વ સૂત્રાર્થવત્ જાણવું. - ૪ - ૪ - ૪ - ૪ - એ જ રીતે દ્રવ્યાર્ય-પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે. ઈત્યાદિ - ૪ - ૪ - X + X * X » X - બધું સૂત્રાર્થ મુજબ જાણવું. - * - * - ઉપસંહારમાં કહે છે – આ પવિધ સંસારી જીવો કહ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy