________________
૩/દ્વીપ૰/૨૯૬ થી ૩૦૦
અહીં અર્થ સહિત કહેવી. વિશેષ એ કે – વાપી આદિ ક્ષીરોદક પરિપૂર્ણ છે. પર્વતાદિ વજ્રમય છે. અશોક અને વીતશોક બે દેવો છે. - ૪ - • અરુણદ્વીપને ઘેરીને અરુણોદ સમુદ્ર રહેલ છે. તે વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. ક્ષોદોદકસમુદ્ર કથનવત્ અહીં પણ બધું કહેવું. માત્ર અહીં સુભદ્ર, સુમનોભદ્ર બે દેવો કહેવા. - ૪ - ૪ - અરુણોદ સમુદ્રને અરુણવરનામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ તે જ વક્તવ્યતા કહેવી. માત્ર અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવો કહેવા. નામોત્પત્તિ સ્વયં કહેવી.
અરુણવરદ્વીપને અરુણવરોદ સમુદ્ર ઘેરીને રહેલ છે. અહીં પણ પૂર્વવત્, માત્ર અરુણવર અને અરુણમહાવર બે દેવ કહેવા. અરુણવરોદ સમુદ્રને અરુણવરાવભાસ નામે દ્વીપ ઘેરીને રહેલ છે. અહીં પણ ક્ષોદવરદ્વીપવત્ વક્તવ્યતા છે. માત્ર અરુણવરાવભારાભદ્ર સમુદ્ર ઘેરીને રહેલ છે. વક્તવ્યતા અહીં પણ ક્ષોદોદ સમુદ્રવત્ છે. માત્ર અરુણવાવભાાવર અને અરુણવરાવભાસમહાવર નામે દેવ છે. આ રીતે અરુણદ્વીપ અને સમુદ્ર પ્રિત્સાવતાર કહ્યા તે આ રીતે – અરુણદ્વીપ - અરુણસમુદ્ર, અરુણવરદ્વીપઅરુણવર સમુદ્ર, અરુણવરાવભાસ દ્વીપ-સમુદ્ર.
આ પ્રમાણે કુંડલ દ્વીપ-કુંડલ સમુદ્રના પ્રત્યાવતાર કહેવા. જેમકે અરુણવરાવભાસ સમુદ્રને ઘેરીને કુંડલદ્વીપ છે. ઈત્યાદિ વક્તવ્યતા સૂત્રાર્થ મુજબ જાણવી. દેવોના નામોની ભિન્નતા પણ સૂત્રના અર્થમાં કહી જ છે, માટે પુનરુક્તિ
કરતા નથી.
૧૧૩
કુંડવરાવભાસ સમુદ્રને ઘેરીને રુચકદ્વીપ રહેલ છે. - ૪ - ૪ - રુચકદ્વીપસમુદ્રનો પણ પ્રત્યાવતાર જાણવો. રુચકવર દ્વીપ-સમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપસમુદ્ર. બધી વક્તવ્યતા અને દેવોના નામ સૂત્રાર્થમાં લખી જ દીધા છે. માટે તે વૃત્તિના અનુવાદ થકી અહીં પુનરુક્તિ કરતા નથી.
-
અન્યત્ર પણ જોવા મળે છે કે – જંબુદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કર, વરુણ, ક્ષીર-ધૃત-શોદ-નંદી, અરુણવર, કુંડલ, રુચક, એટલે તેને અહીં વર્ણવ્યા. અહીંથી આગળ લોકમાં જે શંખ, ધ્વજ, કળશ, શ્રીવત્સ આદિ શુભ નામો છે, તે નામના દ્વીપ-સમુદ્રો જાણવા. તે બધાં ત્રિપ્રત્યાવતાર છે. અપાંતરાલમાં ભુજગવર, કુશવર અને ક્રોંયવર છે. તથા જે કોઈ આભરણના નામો છે હાર, અદ્ભુહાર આદિ જે વસ્તુના નામો છે - આજિનાદિ, જે ગંધ નામો - કોષ્ઠાદિ, જે ઉત્પલ નામો - જલરુહ પ્રમુખ, તિલક વગેરે જે વૃક્ષના નામો, જે પૃથ્વીઓના ૩૬-ભેદ ભિન્ન નામો, ચક્રવર્તીની નવ નિધિ, ચૌદરત્નો, વર્ષધર પર્વતો, દ્રહો, નદી, અંતર્નદી, વિજયો, વક્ષસ્કાર પર્વતો, કલ્પો, ઈન્દ્રો, કુરુ, આવાસ, કૂટ, નક્ષત્રો, ચંદ્ર-સૂર્યોના નામો, તે બધાં જ પ્રિત્યાવતાર કહેવા.
એ પ્રમાણે હારદ્વીપ-હારોદસમુદ્ર, હારવરદ્વીપ-હારવર સમુદ્ર, હાવરાવભાસદ્વીપહારવરાવભારા સમુદ્ર. દ્વીપ-સમુદ્ર વક્તવ્યતા પૂર્વવત્. દેવોના નામ સૂત્રાર્થમાંથી જાણવા. એ પ્રમાણે બાકીના પણ આભરણ નામના ત્રિપત્યવતાર કહેવા – અદ્ભુહાર દ્વીપ, અદ્ધહાર સમુદ્ર આદિ. કનકાવલિદ્વીપ, કનકાવલિ સમુદ્ર આદિ. રત્નાવલિ
19/8
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દ્વીપ, રત્નાવલિ સમુદ્ર આદિ. મુક્તાવલી દ્વીપ, મુક્તાવલી સમુદ્ર આદિ. બધાં પ્રિત્યાવતાર કહેવા, વસ્તુની વિચારણામાં - આજિન દ્વીપ, આજિન સમુદ્ર આદિ. દેવ વિચારણામાં અદ્ધહાર દ્વીપમાં અર્ધહારભદ્ર અને અદ્ધહારમહાભદ્ર બે દેવ છે. અદ્ધહાર સમુદ્રમાં અદ્ધહાસ્વર અને અદ્ભુહારમહાવર દેવ છે. એ રીતે પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં તેના-તેના નામ પ્રમાણે આગળ ભદ્ર-મહાભદ્ર, વ-મહાવર લગાડતા તેના-તેના દેવોના નામ પ્રાપ્ત થાય છે. જેમકે – રત્નાવલિ દ્વીપમાં – રત્નાવલીભદ્ર અને રત્નાવલીમહાભદ્ર દેવ છે ઈત્યાદિ - x - આજિન સમુદ્રમાં – આજિનવર અને આજિનવરમહાવર ઈત્યાદિ. - x - આ પ્રમાણે ત્રિપ્રત્યાવતાર દેવોના નામો કહેવા. ચાવત્ સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરદ્વીપ-સૂર્યવરસમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ, સૂર્યવરાવભાસ સમુદ્ર. આ જ નામથી દેવોના નામો કહેવા. - ૪ - ૪ - સૂર્યવરાવભાસ સમુદ્ર પછી દેવદ્વીપ છે.
૧૧૪
ભગવન્ ! દેવ દ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત ? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થિત છે. ભગવન્ ! દેવદ્વીપનો ચક્રવાલ વિધ્યુંભ અને પરિધિ કેટલા છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિષ્ફભ છે અને અસંખ્યાત લાખ યોજન પરિધિ છે. તે એક પાવર વેદિકા, વનખંડથી પરિક્ષિપ્ત છે. - x - x - દેવદ્વીપના કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર, વિજય આદિ. ભદંત! દેવદ્વીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ! દેવદ્વીપ પૂર્વાર્ધ્વ પર્યન્ત અને પૂર્વાદ્ધ દેવસમુદ્રની પશ્ચિમ દિશામાં ત્યાં વિજયદ્વાર છે. પ્રમાણ અને વર્ણક જંબુદ્વીપના વિજયદ્વારવત્. નામનો અર્થ પણ પૂર્વવત્.
ભગવન્ ! વિજય દેવની વિજયા રાજધાની ક્યાં છે ? જંબુદ્વીપના વિજય
દ્વારાધિપતિ વિજય દેવની જેમ કહેવી. આ પ્રમાણે બાકીના ત્રણે દ્વારો કહેવા, જ્યોતિષ્ક બધાં અસંખ્યાતો કહેવા. દેવો-દેવભદ્ર - દેવમહાભદ્ર કહેવા. બાકી બધું અરુણદ્વીપવત્.
દેવસમુદ્ર, દેવદ્વીપને ઘેરીને રહેલ છે. સમચક્રવાલ આદિ સૂમો પૂર્વવત્. વિશેષ એ કે દેવસમુદ્રનું વિજયદ્વાર દેવોદ સમુદ્ર પૂર્વાદ્ધ પર્યન્ત અને પૂર્વાદ્ધ નાગદ્વીપની પશ્વિમે છે. રાજધાની વિજયદ્વારની પશ્ચિમે દેવસમુદ્રમાં તિતિ અસંખ્યાત લાખ યોજન જઈને કહેવી. આ પ્રમાણે વૈજયંતાદિ દ્વારો કહેવા. - ૪ - નાગદ્વીપની જેમ નાગસમુદ્ર, યક્ષદ્વીપ-ચક્ષસમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતરામુદ્ર કહેવા. માત્ર દેવના નામ દ્વીપ-સમુદ્રવત્ કહેવા.
સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર, સ્વયંભૂરમણમહાભદ્ર દેવો છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર અને સ્વયંભૂમહાવર દેવો છે. આ દેવ આદિ પાંચપાંચ દ્વીપ અને પાંચ-પાંચ સમુદ્રમાં ત્રિપ્રત્યવતારતા નથી. તેને એક એક જ કહેવા. ચૂર્ણિકારે પણ કહ્યું છે – દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ - આ પાંચે એકૈક જ જાણવા. નંદીશ્વરદ્વીપથી સ્વયંભૂરમણદ્વીપ સુધી વાપી, પુષ્કરિણી અને દીધિકા ક્ષોદોદક પરિપૂર્ણા કહેવા. પર્વતાદિ બધાં સંપૂર્ણ વજ્રમય. નંદીશ્વર સમુદ્રથી ભૂત સમુદ્ર પર્યન્ત બધાંનું જળ ઈન્નુરા સમાન કહેવું. સ્વયંભૂરમણ સમુદ્રનું પુષ્કરોદ સર્દેશ