SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દ્વીપ૦/૨૯૩ યોજનથી કંઈક અધિક છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર તનુક એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સર્વ જનમય, સ્વચ્છ યાવત્ પ્રત્યેક પર્વત પાવર વેદિકા અને વનખંડથી વેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું. તે અંજનપર્વતો ઉપર પ્રત્યેકમાં બહુરામરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર કે યાવત્ વિચારે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન છે. જે ૧૦૦ યોજન લાંબુ, ૫-યોજન પહોળું, કર યોજન ઉંચુ, અનેકશત સ્તંભ સંનિર્વિષ્ટ છે. આદિ વર્ણન કરવું. તે પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં ચાર દ્વાર કહેલા છે દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુપર્ણદ્વાર. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમસ્થિતિક ચાર દેવ રહે છે – દેવ, અસુર, નાગ, સુપ. તે દ્વારો ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. આ દ્વાર સફેદ છે, કનકમય શિખર આદિ વર્ણન વનમાળા પર્યન્ત કરવું. તે દ્વારોની ચાર દિશામાં ચાર મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા, સાતિરેક-૧૬-યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, વર્ણન કરવું. - ૧૦૩ તે મુખમંડપની ચારે [ત્રણ] દિશામાં, ચાર [ત્રણ] દ્વારો કહેલા છે. તે દ્વાર ૧૬ યોજન ઉંચા, ૮-યોજન પહોળા, ૮-યોજન પ્રવેશવાળા છે. બાકી બધું પૂર્વવત્ ાવત્ વનમાળા. આ પ્રમાણે પ્રેક્ષાગૃહમંડપ વિશે પણ કહેવું. મુખમંડપનું છે તે જ પ્રમાણ, દ્વારો પણ તેમજ. વિશેષ એ કે બહુમધ્યદેશમાં પ્રેક્ષાગૃહમંડપના અખાડા, મણિપીઠિકા અર્જ યોજન પ્રમાણ, પરિવાર સહિત સીંહાસન ચાવત્ સ્તૂપ આદિ ચારે દિશામાં પૂર્વવત્ છે. વિશેષ એ કે તે સાતિરેક ૧૬-યોજન ઉંચા, બાકી જિનપ્રતિમા સુધી પૂર્વવત્ કહેવું. ચૈત્યવૃક્ષો પૂર્વવત્ ચારે દિશામાં છે, પ્રમાણ પૂર્વવત્ જેમ વિજયા રાજધાનીમાં કહ્યું. વિશેષ એ કે - મણિપીઠિકા ૧૬ યોજન છે. તે ચૈત્યવૃક્ષની ચારે દિશામાં ચાર મણિપીઠિકાઓ આઠ યોજન પહોળી, ચાર યોજન જાડી છે. તેના ઉપર ૬૪-યોજન ઉંચી, એક યોજન ઉંડી, એક યોજન પહોળી મહેન્દ્ર ધ્વજા છે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. વિશેષ એ કે તે ઈક્ષુરસ પ્રતિપૂર્ણ છે. તેની લંબાઈ ૧૦૦ યોજન, પહોળાઈ ૫૦-યોજન, ઉંડાઈ-૫૦ યોજન છે. તે સિદ્ધાયતનોમાં પ્રત્યેક દિશામાં-પૂર્વ દિશામાં ૧૬,૦૦૦, પશ્ચિમમાં ૧૬,૦૦૦, દક્ષિણમાં ૮૦૦૦, ઉત્તરમાં ૮૦૦૦ એમ ૪૮,૦૦૦ મનોગુલિકાઓ અને આટલી જ ગોમાનસી છે. આ પ્રમાણે જ ઉલ્લોક અને ભૂમિભાગ કહેવો યાવત્ બહુમધ્ય દેશભાગમાં મણિપીઠિકા છે, જે ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી છે. તે મણિપીઠિકાઓ ઉપર દેવછંદક છે, જે ૧૬ યોજન લાંબો-પહોળો, કંઈક અધિક ૧૬ યોજન ઉંચો, સરિત્નમય છે. આ દેવ-છંદકોમાં ૧૦૮ જિન પ્રતિમાઓ છે. આ આખો આલાવો જેમ વૈમાનિકના સિદ્ધાયતનનો છે, તેમ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તેમાં જે પૂર્વનો અંજન પર્વત છે, તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે – નંદુત્તરા, નંદા, આનંદા અને નંદિવના [નદિષણા, અમોઘા, ગોસ્તૂભા, સુદર્શના.] આ નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજન લાંબી-પહોળી, દસ યોજન ઉડી, સ્વચ્છ, લક્ષ્ણ, પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી, ત્યાં ત્યાં યાવત્ સોપાન પ્રતિરૂપક અને તોરણો છે. તે પ્રત્યેક પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગમાં દધિમુખ પર્વતો છે. જે ૬૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન જમીનમાં, સર્વત્ર સમાન, પલ્લંક કરે છે તેની પહોડાઈ ૧૦,૦૦૦ યોજન છે, ૩૧,૬૨૩ યોજન તેની પરિધિ છે. આ સર્વ રત્નમય, સ્વચ્છ થાવત્ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પર્વતની ચોતરફ પાવરવેદિકા અને વનખંડ છે. આ બંનેનું વર્ણન કરવું. ત્યાં બહુસમ રમણીય ભૂમિભાગ છે. યાવત્ દેવો-દેવીઓ બેસે છે આદિ. સિદ્ધાયતન પ્રમાણ જનક પર્વત માફક બધું જ કહેવું યાવત્ આઠ મંગલો છે. તેમાં જે દક્ષિણનો આંજનપર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે આ – ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણી. [નંદુત્તરા, નંદા આનંદા, નંદિવર્ધન.] પ્રમાણ પૂર્વવત્. દધિમુખ પર્વતો પૂર્વવત્, તેનું પ્રમાણ યાવત્ સિદ્ધાયતન પૂર્વવત્. ૧૦૪ કહેવો. તેમાં જે પશ્ચિમનો જનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે આ – નંદિષેણા, અમોઘા, ગોસ્તૂભા, સુદર્શના. [ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણી] બધું જ પૂર્વવત્ યાવત્ સિદ્ધાયતન કહેવું. તેમાં જે ઉત્તરનો અંજન પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધાયતન, બધું વર્ણન જાણવું. તે સિદ્ધાયતનોમાં ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવો ચાતુમસિક, પ્રતિપદાદિમાં, સાંવત્સરિકમાં બીજા પણ ઘણાં જિન જન્મનિષ્ક્રમણ-જ્ઞાનોત્પત્તિ-નિર્વાણ આદિમાં, દેવકાર્યોમાં, દેવસમુદયોમાં, દેવસમિતીમાં, દેવ-સમવાયમાં, દેવ પ્રયોજનોમાં એકત્રિત થાય છે, સંમિલિત થાય છે, આનંદવિભોર થઈ મહા-મહિમાશાલી અષ્ટાક્ષિકા પર્વમનાવતા સુખપૂર્વક વિચરે છે. કૈલાશ અને હરિવાહન નામક બે મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી હે ગૌતમ ! આને નંદીવર દ્વીપ કહે છે. સાવત્ નિત્ય છે. સંખ્યાત જ્યોતિક છે. • વિવેચન-૨૯૪ : નંદીશ્વર દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે, ક્ષોદોદ સમુદ્રને ચોતરફથી વીંટીને રહેલ છે. ચક્રવાલ વિખંભાદિ પૂર્વવત્. હવે નામ-નિમિત્ત જણાવે છે – નંદીશ્વર દ્વીપને નંદીશ્વર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! નંદીશ્વર દ્વીપમાં ઘણી નાની-નાની વાવડી છે
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy