________________
૩/દ્વીપ /૨૮૯ થી ૨૯૧
“ મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ-સમુદ્રો છે
— * — * - * — * — —
૦ પુષ્કરોદ સમુદ્ર '
-
• સૂત્ર-૨૮૯ થી ૨૯૧ :
еч
[૨૮] પુષ્કરોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે સાવત્ પુષ્કરવર દ્વીપને વીંટીને રહેલો છે.
ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રનો ચક્રવાલ વિભ્રંભ અને પરિધિ કેટલી છે?
ગૌતમ ! સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિષ્ફભ છે અને સંખ્યાત લાખ યોજન પરિધિ કહેલી છે.
ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રને કેટલા દ્વારો છે. ચાર દ્વારો છે. તે પૂર્વવત્ યાવત્ પુષ્કરોદ સમુદ્રના પૂર્વી પર્યન્તમાં અને વરુણવરદ્વીપના પૂર્વદ્ધિના પશ્ચિમમાં પુષ્કરોદ સમુદ્રનું વિજય નામે દ્વાર છે. એ પ્રમાણે બાકીના પણ કહેવા. હારોનું અંતર સંખ્યાત લાખ યોજન અબાધાથી છે. પ્રદેશો-જીવો પૂર્વવત્
ભગવન્ ! એમ કેમ કહો છો કે પુષ્કરોદ સમુદ્ર એ પુષ્કરોદ સમુદ્ર છે ? ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તનુક, સ્ફટિકવણભિા, પ્રાકૃતિક ઉદક રસથી યુકત છે. શ્રીધર અને શ્રીષભ બે દેવો મહર્ષિક યાવત્ પલ્યોપમસ્થિતિક છે, તે ત્યાં રહે છે. તે કારણથી સાવ નિત્ય છે.
ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા યાવત્ સંખ્યાત ચંદ્ર યાવર્તી તારાગણ કોડાકોડી શોભશે.
[૨૦] વરુણવર દ્વીપ, જે વૃત્ત-વલયાકાર યાવત્ રહેલ છે. તે પુષ્કરોદ સમુદ્રને પરીવરીને રહેલ છે. પૂર્વવત્ સમચક્રવાલ સંસ્થિત છે. તેનો ચક્રવાલ વિષ્કભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ! તેનો ચક્રવાલ વિષ્ફભ સંખ્યાત લાખ યોજન છે અને પરિધિ પણ સંખ્યાત લાખ યોજન છે. પાવર વેદિકા, વનખંડ વર્ણવવા. દ્વારાંતર, પ્રદેશ, જીવો બધું પૂર્વવત્.
ભગવન્ ! વરુણદ્વીપને વરુણદ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! વરુણવર દ્વીપના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી નાની-નાની વાવડી યાવત્ બિલપંક્તિઓ છે, જે
સ્વચ્છ છે. પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિવષ્ટિત છે. તથા શ્રેષ્ઠ
વારુણી સમાન જળથી પરિપૂર્ણ યાવત્ પ્રાસાદીયાદિ છે. તે નાની-નાની વાવડી યાવત્ બિલપંક્તિઓમાં ઘણાં ઉત્પાદ્ પર્વતો યાવત્ ખડક છે. જે બધાં સ્ફટિકમય, સ્વચ્છ આદિ પૂર્વવત્ છે. ત્યાં વરુણ અને વરુણપભ નામના બે મહદ્ધિક દેવ રહે છે. તે કારણથી યાવત્ તે નિત્ય છે.
ત્યાં ચંદ્રાદિ જ્યોતિકો સંખ્યાત-સંખ્યાત કહેવા યાવત્ ત્યાં સંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે.
[૨૧] વણોદ સમુદ્ર વૃત્ત-વલયાકાર યાવત્ રહેલ છે. તે સમયક્રવાલ સંસ્થિત છે આદિ પૂર્વવત્ કહેવું. વિખુંભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પાવરવેદિકા, વનખંડ, પ્રદેશ, જીવો સંબંધી પ્રશ્નોત્તર પૂર્વવત્
નામ. હે ગૌતમ ! વાણોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશલાકા, શ્રેષ્ઠ સીધુ, શ્રેષ્ઠ વારુણી, પાસવ, પુષ્પાસવ, સોયાસવ, ફલાસવ, મધુ મેક, જાતિપ્રસન્ના, ખજૂરસાર, મૃદ્ધીકાસાર, કાપિશાયન, સુપકવ ઈન્નુ રસ, પ્રભૂત સંભાર સંચિત, પોષમાાગત ભિષજ યોગવર્તી, નિરુપહત વિશિષ્ટ દત્ત કાલોપચાર, સુધોત, ઉક્કોસગમદ પ્રાપ્ત, અષ્ટપિષ્ટત્કૃષ્ટ પ્રદાનથી નિષ્પન્ન -
Εξ
[મુખôતવર કિમદિન્ન કર્દમા, કોપ સંજ્ઞા, સ્વચ્છ, વરવાણી, અતિરસવાળા, જાંબૂફળ પૃષ્ટવા, સુજાત, કંઈક ઓષ્ઠાવલંબિણી, અધિક મધુર પેય, “ઈશાસિરતણેતા, કોમળ બોલ કરણી યાવત્ આવાદિત, વિવાદિત, અનિહુત સંલાપકરણ વર્ષ-પ્રીતિ જનની, સંત સતત ોિક હાવ વિભ્રમ વિલાસ વેલહલગ મન કરણી, વિરમણ ધિય સત્વ જનની, સંગ્રામ દેશ કાળ એક રત્નસમપસર કરણી, “કઢિયાણ વિધુપતિહિય” મૃદુ કરણી, “ઉવવેસિત” સમાન ગતિ ખળાવે છે, ‘સયલમિ’ સુભારાવાલિત, સમર ભગ્ન વણોસહચાર સુરભિ રસ દ્વીપિકા સુગંધા આસ્વાદનીય, વિવાદનીય, પીણનીય, દર્પણીય, મદનીય, સર્વ ઈન્દ્રિય અને ગણને પ્રહ્લાદનીય] આ કૌંસનો પાઠ અમને સમજાયો નથી.
આસલ, માંસલ, પેશલ કંઈક હોઠ અવલંબિણી, કંઈક આંખને લાલ કરનારી, કંઈક વ્યવચ્છેદ કટુક, વર્ણ-ગંધ-સ-સ્પર્શયુક્ત આવા પ્રકારે હોય છે શું? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. વારુણ સમુદ્રનું જળ આનાથી ઈષ્ટતર યાવત્ જળ છે. તે કારણથી એમ કહે છે – વરુણોદ સમુદ્ર છે. ત્યાં વાણી અને વારુણકાંત મહદ્ધિક દેવ યાવત્ વસે છે. યાવત્ આ નામ નિત્ય છે. બધાં જ્યોતિક સંખ્યાતા છે, કઈ રીતે જાણવું કે વારુણવર દ્વીપમાં કેટલા ચંદ્રો
પ્રભાસ્યા ?
• વિવેચન-૨૮૯ થી ૨૯૧ :
પુષ્કરોદ નામે સમુદ્ર વૃત્ત - વલયાકાર સંસ્થાને રહેલ છે. ચોતરફથી પુષ્કરવરદ્વીપને ઘેરીને રહેલ છે. - x - હવે વિખંભાદિ પ્રતિપાદનાર્થે કહે છે –
ગૌતમ ! સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિખંભ અને સંખ્યાત લાખ યોજન પરિધિ પુષ્કરોદ સમુદ્રનો કહેલ છે. તે પુષ્કરોદ સમુદ્ર પાવરવેદિકા જે આઠ યોજનની છે, તે તથા એક વનખંડથી ઘેરાયેલ છે.
ભદંત ? પુષ્કરોદ સમુદ્રના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર – વિજય, . વૈજયંત, જયંત, અપરાજિત. ભગવન્ ! પુષ્કરોદ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રના પૂર્વાદ્ધ પર્યન્ત અને અરુણવર દ્વીપના પૂદ્ધિની પશ્ચિમમાં આ વિજય નામે દ્વાર કહેલ છે. જંબુદ્વીપના વિજય દ્વારવત્ તે કહેવું. માત્ર રાજધાની બીજા પુષ્કરોદમાં છે.
ભદંત ! પુષ્કરોદ સમુદ્રનું વૈજયંત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદના દક્ષિણ પર્યન્ત અને દક્ષિણાદ્ધ અરુણવર દ્વીપની ઉત્તરે છે....ભદંત ! પુષ્કરોદ સમુદ્રનું જયંત