SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૨૨૨,૨૨૩ ૫ a૬ અપાંતરાલમાં જે આકાશ છે, તે બધો મેરુનો ગણાય છે. આવું માનીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગ હાનિનું કથન કરેલ છે. તે રીતે આ પણ યથોક્ત ઘનપરિણામ છે. આ સ્વબુદ્ધિથી વ્યાખ્યાયિત કરેલ નથી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ આ વાત વિશેષણવતીમાં કરેલ છે. - ૪ - ભદંત ! જ્યારે લવણ સમુદ્ર બે લાખ યોજન ચકવાલ વિઠંભથી ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ છે તો હે ભદંત! લવણ સમુદ્ર, જંબૂદ્વીપને પાણી વડે કેમ પલાળતો નથી ? પ્રબળતાથી બાધિત કરતો નથી, સંપૂર્ણપણે જળતી ધોઈ નાંખતો નથી ? ગૌતમ ! જંબૂદ્વીપના ભરત - ઐરવત ક્ષેત્રમાં અરહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણજંઘા ચારણ મુનિ, વિધાધર, સાધુ, સંયતી, શ્રાવક, શ્રાવિકા, આ સુષમદુઃષમાદિ બીજ આરાની અપેક્ષાએ કહેલ જાણવું. તેમાં અરહંતાદિનો યથા યોગ સંભવ છે. સુષમા સુષમાદિને આશ્રીને કહે છે – મનુષ્યો પ્રકૃતિભદ્રક ઈત્યાદિ વિશેષણો સૂકાર્યવતું જાણવા. તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂદ્વીપને જળથી પ્લાવિત કરતો નથી. દુપમ દુષમાદિમાં પણ પ્લાવિત કરતા નથી. કેમકે ભરતના વૈતાદ્યાદિ અધિપતિ દેવતાના પ્રભાવ છે. એ રીતે વર્ષધર પર્વતોના મહર્તિક દેવતા વસે છે, તેથી. હૈમવતાદિ વર્ષોત્રના મનુષ્યો પ્રકૃતિ ભદ્રકાદિ છે તેથી. વૃતવૈતાઢ્ય પર્વતોના મહર્તિક ચાવત્ પલ્યોપમસ્થિતિક દેવોના કારણે, પૂર્વ-પશ્ચિમ વિદેશ્તા રહેતાદિ, પ્રકૃતિભદ્રક મનુષ્યોના કારણે ઈત્યાદિથી અથવા લોકસ્થિતિ કે લોકાનુભાવથી લવણ સમુદ્રનું જળ જંબૂદ્વીપને પલાળતું નથી. આ રીતે મેરુ ઉદ્દેશો સમાપ્ત થયો. - ૪ - o હવે ધાતકીખંડ વક્તવ્યતા કહે છે - • સૂત્ર-૨૨૪ થી ૨૨૭ : રિર૪) ધાતકીખંડ નામક દ્વીપ વ્રત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, ચોતરફથી લવણ સમુદ્રને ઘેરીને રહેલ છે. ભગવન ! ધાતકીખંડ દ્વીપ સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંતિ ગૌતમ! સમચકવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ભગવાન ! ઘાતકીખંડ દ્વીપનો ચકવાલ વિકંભ અને પરિધિ કેટલી છે ? ગૌતમ ચકવાલ વિર્કભ ચાર લાખ યોજન છે અને પરિધિ ૪૧,૧૦,૬૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિવાળો છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરતું. પરિધિ દ્વીપ સમાન છે. ભગવતુ ! ધાતકીખંડ દ્વીપને કેટલા દ્વારો છે ? ગૌતમ ! ચાર દ્વારો કહા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. ભગવદ્ ધાતકીખંડનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ઘાતકીખંડના પુવતિમાં અને કાલોદ સમુદ્રના પુવહિદ્ધની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીની ઉપર ધાતકીખંડનું વિજયદ્વાર છે. પ્રમાણ પૂર્વવતુ. રાજધાની બીજ ઘાતકીખંડ દ્વીપમાં છે. દ્વીપ વકતવ્યતા કહેવી. આ પ્રમાણે ચારે દ્વારો કહેવા. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવાન ! ઘાતકીખંડ હીપના એક દ્વારથી બીજી દ્વારનું અંતર આબાધાથી કેટલું છે ? ગૌતમ / ૧૦,૨૩,૩૩૫ યોજન અને ત્રણ કોશનું અબાધાથી અંતર છે. ભગવન! ધાતકીખંડદ્વીપના પ્રદેશ કાલોદ સમદ્રને સ્પર્શે છે ? હા, સ્પર્શ છે. ભગવન તે પ્રદેશ ઘાતકીખંડદ્વીપના છે કે કાલોદ સમુદ્રના ? તે ધાતકીખંડની છે, કાલોદ સમુદ્રના નહીં. એ પ્રમાણે કાલોદના પ્રદેશો માટે પણ જણાવું. ધાતકીખંડ દ્વીપમાં જીવો મરીને કાલોદ સમુદ્રમાં જન્મે છે ? ગૌતમ ! કેટલાંક જન્મે છે, કેટલાંક જન્મતા નથી. એ પ્રમાણે કાલોદના પણ કેટલાંક જન્મ, કેટલાંક જન્મતા નથી. ભગતના “ધાતકીખંડ હીપ” એનું નામ કેમ છે? ગૌતમ ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ધાતકી વૃક્ષો, ધાતકી વણવાળા, ઘાતકીખંડા નિત્ય કસમિત ચાવતુ શોભાયમાન થતાં રહેલ છે. ધાતકી-મહાધાતકી વૃક્ષોમાં સુદર્શન અને પિયEશન નામક બે દેવો મહહિક ચાવતું પલ્યોપમસ્થિતિક રહે છે. એ કારણથી અથવા ગૌતમ! ચાવતું નિત્ય છે. ભગતના ધાતકીખંડ દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? કેટલાં સૂર્યો તયા? કેટલાં મહાગ્રહો ચાર ચય? કેટલા નામોએ યોગ કર્યોકેટલા કોડાકોડી તારાગણ શોા હતા, શોભે છે, શોભશે ? ગૌતમ! ૧૨ ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે. [૨૫] બાર ચંદ્ર • બાર સૂર્ય એ ચોવીશ, ૩૩૬ નામો, અને ૧૦૫૬ ગ્રહો ધાતકીખંડમાં છે. [૨૬] ૮,૦૩,કોડાકોડી તારાગણ... [૨] શોભતો હતો, શોભે છે અને શોભશે. • વિવેચન-૨૨૨૪ થી ૨૨૩ - ઘાતકીખંડ નામે દ્વીપ વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફથી સમસ્તપણે લવણસમને વીટીને રહેલ છે. - x - ઘાતકીખંડ ચાર લાખ યોજના ચક્રવાલ વિઠંભથી અને ૪૧,૧૦,૯૬૧ યોજતથી કંઈક ન્યૂન પરિધિથી છે. તે ધાતકીખંડ દ્વીપ એક પાવર વેદિકાથી પરિવૃત છે, તે આઠ યોજન ઉંચી છે. એક વનખંડથી પરિવૃત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ કરવું. ભદેતાઘાતકીખંડ દ્વીપના કેટલા દ્વારો છે? ગૌતમ! ચાર - વિજયાદિ. ઘાતકીખંડદ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! ધાતકીખંડહીપના પૂર્વ પર્યક્ત અને કાલોદ સમુદ્રના પૂર્વાર્ધની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીની ઉપર આ અંતરમાં ધાતકીખંડ દ્વીપનું વિજયદ્વાર છે. તેને જંબુદ્વીપના વિજયદ્વારવત જાણવું. માત્ર રાજધાની બીજા ધાતકીખંડમાં કહેવી. ધાતકીખંડ દ્વીપના દક્ષિણ પર્યન્ત અને દક્ષિણાદ્ધ કાલોદસમદ્રની ઉત્તરમાં ઘાતકીખંડદ્વીપનું વૈજયંત નામે દ્વાર છે. તેને જંબૂદ્વીપના વૈજયંત દ્વારની માફક કહેવું. ઈત્યાદિ - x -
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy