________________
૨-૫૭ પ્રમાણ. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય કેમકે તે સૌથી ઓછો છે. ઉત્કૃષ્ટ અનંતકાળ. દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત સુધી. આથી અધિક ચાસ્ત્રિ લબ્ધિપાત કાળ ન હોય. દર્શનલબ્ધિપાત કાળનો સંપૂર્ણ અદ્ધપુદ્ગલ પરાવર્તનો નિષેધ છે.
અકર્મભૂમક મનુષ્યસ્ત્રીનું જન્મ આશ્રીને સાંતર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહર્ત અધિક. અહીં કોઈ અકર્મભૂમિકા સ્ત્રી મરીને જઘન્યસ્થિતિક દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં ૧૦,૦૦૦ વર્ષાયુ પાળી, ચ્યવીને કર્મભૂમિમાં મનુષ્ય પુરુષ કે સ્ત્રીરૂપે ઉપજે, કેમકે દેવપણાથી અનંતર અકર્મભૂમિમાં ઉત્પાદનો અભાવ છે. અંતર્મુહૂર્તમાં મરીને પછી અકર્મભૂમિ સ્ત્રીપણે જન્મે, તો ઉક્ત કાળ થાય. સંહરણ અપેક્ષાએ અંતમુહd. - x • ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ - કોઈ અકર્મભૂમિથી કર્મભૂમિમાં સંહરાય, તેણી પોતાનું આયુ ક્ષય થતાં અનંતકાળ વનસ્પત્યાદિમાં સંચરીને ફરી કર્મભૂમિમાં ઉત્પન્ન થાય. પછી કોઈ દ્વારા સંહરાય, ત્યારે યથોક્ત સંહરણનું ઉત્કૃષ્ટ કાળ માના થાય, આ રીતે બધાં કહેવા.
દેવશ્રીનો અંતકાળ - કોઈ દેવી દેવભવથી યુત થઈ ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યમાં ઉપજી, પતિ પૂરી કરી, તેવા ભાવમાં મરીને ફરી દેવી થાય તો અંતર્મુહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ રીતે અસુકુમારીથી ઈશાનદેવી સુધી ઉત્કૃષ્ટ અંતર કહેવું.
હવે પાંચ પ્રકારે અાબહત્વને જમાવે છે – • સૂત્ર-૫૮ :
ભગવન ! આ તિર્યંચયોનિ, મનુષ્ય, દેવ ીઓમાં કોણ કોનાથી ૧, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછી મનુષ્યસ્ત્રી, તિર્યંચી અસંખ્યાતગણી, તેથી દેવી અસંખ્યાતગણી છે.
ભગવાન ! આ તિર્યચીમાં જલચરી, સ્થલચરી, બેચરીમાં કોણ કોનાથી અશ્વ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડી ખેચરી, લચી સંખ્યાતગણી, જલચરી તેથી સંખ્યાતગણી.
ભગવાન ! આ માનુષીમાં કર્મભૂમિજા, અકર્મભૂમિા, અંતદ્વીપજામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડી અંતર્લીપા કર્મભૂમિના મનુષીઓ, દેવકર-ઉત્તરકુર અકર્મભૂમગા બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હરિવર્ષ-રમ્યફવાસ અકર્મભૂમના બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી હેમવત-ઐરણયવર્ષની બંને તુલ્ય અને સંખ્યાતગણી, તેથી ભરત-ઐરાવત કમભૂમના બંને તુલ્ય અને સંખ્યાતગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહ કમભૂમળા મનુષ્યની બંને તુલ્ય અને તેથી સંખ્યાલગણી છે.
ભગવદ્ ! આ દેવીબીમાં ભવનવાસી, વ્યંતરી, જ્યોતિકી, વૈમાનિકી સ્ત્રીઓમાં કોણ કોનાથી અશુ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડી વૈમાનિકી દેવી, ભવનવાસી દેવી તેથી અસંગતાણી, વ્યંતરદેવી તેવી અસંખ્યાતગણી, તેથી જ્યોતિક દેવી સંખ્યાતગણી છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) ભગવન! આ તિચીમાં જલચરી, સ્થલચરી, ખેચરી, મનુષ્યમાં કમભુમિા, અકર્મભુમિન, અંતપિત્ત, દેવીમાં ભવનવાસિણી, જયોતિકી, વૈમાનિકીમાં કોણ કોનાથી આ૫ આદિ છે? ગૌતમ! સૌથી થોડી અંતર્લીપજ
અકમભૂમળા માનુષી છી, દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મ બંને સંખ્યાતગણી, હરિવરક્રવાસ કમભૂમિm સંખ્યાતગણી, હેમવત-રણવત્ કર્મભૂમિ બંને સંખ્યાતગણી, ભરત-ઐરાવત કર્મભુમળા માનુષી સ્ત્રી બંને સંખ્યાતગણી, પૂર્વપશ્ચિમ વિદેહ વર્ષ કમભૂમિજ માનુષીઝી બંને સંખ્યાતગણી, વૈમાનિક દેવીઓ અસંખ્યાતગણી, ભવનવાસીદેવી અસંખ્યાતગણી, ખેચર તિયચી અસંખ્યાતગણી, સ્થલચર તિયચી સંખ્યાતગણી, જલચર તિર્યંચી સંખ્યાતગણી, વ્યંતરદેવી સંખ્યાતગણી અને તેથી જ્યોતિફ દેવી સંખ્યાતગણી છે.
• વિવેચન-પ૮ :
સૌથી ઓછી મનુષ્ય, સખ્યાત કોટાકોટી પ્રમાણથી, તેનાથી તિર્યચી અસંખ્યાતગણી- દ્વીપ, સમુદ્રની તિર્યયસ્ત્રીના સંભવથી, તેનાથી દેવી અસંખ્યાતગણી, ભવનવાસી-વ્યંતર-જ્યોતિક સૌધર્મ-ઈશાનની પ્રત્યેક અસંખ્યાત શ્રેણી આકાશ પ્રદેશરાશિથી કહેવી.
બીજું અલાબહત્વ-સૌથી ઓછી ખેચરી તિર્યચી, તેનાથી સ્થલચર તિર્યચિણી સંખ્યાતગુણ કેમકે ખેચરથી સ્થલચરનું સ્વાભાવિક પ્રાચુર્ય છે, તેનાથી જલચરી સંખ્યાતગણી કેમકે લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલીઓનું પ્રાગુર્ય છે.
ત્રીજે અલ્પાહવ-સૌથી થોડી અંતર્લીપિજા માનુષી સ્ત્રી, ક્ષેત્રની અલ્પતાથી છે. તેનાથી કુરની સ્ત્રી સંખ્યાતગણી, ક્ષેત્રના સંખ્યાત ગુણવથી, પણ સ્વસ્થાને બંને તુલ્યા છે. તેનાથી હરિવર્ષ-રમ્યકવર્ષથી સંખ્યાતગણી - કારણ પૂર્વવતું. તેનાથી હૈમવતઐરણ્યવતુ મનુષ્યી સંખ્યાતગણી, ક્ષેત્રની અલાતા છતાં, અપ સ્થિતિકતાથી ઘણી સ્ત્રીનો સંભવ છે. તેનાથી ભરત-ઐરવતની સ્ત્રી સંખ્યાતગણી, કર્મભૂમિપણાથી સ્વભાવથી જ તેમના પ્રાયુર્યનો સંભવ છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી સંખ્યાતગણી, ફોનની બહુલતા અને અજિતસ્વામીના કાળ જેવા સ્વભાવથી જ તેનું પ્રાયુ છે.
- હવે ચોથું અલાબહત્વ - સૌથી થોડી વૈમાનિકદેવી, અંગુલમામ ક્ષેત્ર પ્રદેશ શશિનું જે દ્વિતીય વર્ગમૂળ, તેને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતા જે પ્રદેશરાશિ ઈત્યાદિ • x • તેમના આકાશપદેશથી. તેનાથી ભવનવાસીદેવી અસંખ્યાતગુણ, અંગુલ માત્ર ફોત્ર પ્રદેશરાશિનું પ્રથમ વર્ગમૂળ, તેમાં બીજા વર્ગમૂળથી ગુણતાં જે પ્રદેશરાશિ પ્રમાણ ઈત્યાદિ - x • હોવાથી. તેનાથી વ્યંતરદેવી અસંખ્યાતગણી, સંખ્યાત યોજન પ્રમાણ એક પ્રાદેશિક ક્ષેણિમાત્ર ખંડ એક પતરમાં હોય છે ઈત્યાદિ •x• તેનાથી જ્યોતિકદેવી સંખ્યાતગણી ૨૫૬ અંગુલ પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ મમ ખંડો એક પ્રતરમાં હોય છે ઈત્યાદિ • x -
હવે સમસ્તસ્ત્રી વિષયક પાંચમું અલાબદુત્વ - સૌથી થોડી તદ્વિપકા મનુષ્યશ્રી,