________________
સૂત્ર-૬૦ થી ૭૪
અંગીઠી પાસે આવ્યો, તેમાં આગ બુઝાયેલ જોઈ તેથી તે પુરુષ કાષ્ઠ પાસે ગયો. તે કાષ્ઠને ચોતરફથી અવલોક્યુ. તેમાં અગ્નિ ન જોયો. પછી તે પુરુષે કમર કસી કુહાડી લીધી. તે કાષ્ઠના બે ફાડીયા કર્યા, ચોતરફથી અવલોક્યા, તેમાં ક્યાંય અગ્નિ ન જોયો. એ પ્રમાણે યાવત્ સંખ્યાત ફાડીયા કરીને ચોતરફથી અવલોકતા પણ તેમાં ક્યાંય અગ્નિ ન જોયો. ત્યારે તે પુરુષે તે કાષ્ઠમાં - x - ક્યાંય અગ્નિ ન જોતાં તે શ્રાંત, કલાંત, ખિન્ન, દુઃખી થઈ કુહાડીને એક બાજુ રાખી, કમર ખોલી મનોમન બોલ્યો હું તે લોકો માટે કઈ રીતે ભોજન બનાવું ? એમ વિચારી, તે અપહત મનો સંકલ્પ, ચિંતા-શોક-સાગર પ્રવિષ્ટ, હથેળી ઉપર મુખ રાખી, આર્તધ્યાન પામી, ભૂમિ તરફ દૃષ્ટિ રાખી ચિંતામગ્ન થઈ ગયો.
ન
-
૧૪૫
ત્યારપછી તે પુરુષો કાષ્ઠને છેદીને, તે પુરુષ પાસે આવ્યા, તે પુરુષને અપહત મનોસંકલ્પ યાવત્ ચિંતામગ્ન જોઈને કહ્યું – તું અપહત મનો સંકલ્પ યાવત્ ચિંતામગ્ન કેમ છે? ત્યારે તે પુરુષે કહ્યું – તમે કાષ્ઠની અટવીમાં પ્રવેશતા મને એમ કહેલું - ૪ - મુહૂર્ત પછી ભોજન તૈયાર કરજે યાવત્ પૂર્વવત્ હું ચિંતામાં છું.
ત્યારે તે પુરુષોમાં એક છે, દક્ષ, પ્રતાર્થ યાવત્ ઉપદેશલબ્ધ પુરુષે પોતાના સાથીઓને કહ્યું – તમે જાઓ, નાન અને બલિકર્મ કરી યાવત્ જલ્દી પાછા આવ્યો. ત્યાં સુધીમાં હું ભોજન તૈયાર કરું. એમ કહી કમર બાંધી, કુહાડી લીધી, સર બનાવ્યુ, સરથી અરણી ઘસીને આગ પ્રગટાવી, પછી તેને સંધુકીને અગ્નિ પ્રજ્વલિત કરી, ભોજન બનાવ્યુ. ત્યારપછી તે પુરુષો સ્નાન, બલિકર્મ યાવત્ પ્રાયશ્ચિત્ત કરી, તે પુરુષ પાસે આવ્યા. પછી તે બધાં પુરુષો ઉત્તમ સુખાસને બેઠા, તે પુરુષ વિપુલ અશનાદિ લાવ્યો. ત્યારે તે પુરુષો તે વિપુલ અશનાદિ આવાદતા, વિસ્વાદતા યાવત્ વિચરે છે.
જમીને આચમનાદિ કરી, સ્વચ્છ, શુદ્ધ થઈને પોતાના પહેલા સાથીને કહ્યું – તું જડ, મૂઢ, પંડિત, નિર્વિજ્ઞાન, અનુપદેશ લબ્ધ છો, જેથી તે કાષ્ઠ ટુકડામાં આગ જોવાની ઈચ્છા કરી. હે દેશી ! તું આ પ્રમાણે તે તુચ્છ કઠિયારા જેવો મૂઢ છે.
[૨] ત્યારે તે પ્રદેશીએ કેશી શ્રમણને કહ્યું – ભદંત ! તે યુક્ત છે, આપ જેવા છેક, દક્ષ, બુદ્ધ, કુશલ, મહામતી, વિનીત, વિજ્ઞાનપાત, ઉપદેશલબ્ધનું મને આ અતિ વિશાળ પર્યાદા મધ્યે નિષ્ઠુર શબ્દોનો પ્રયોગ - ભનિા-પ્રતિતાડનધમકાવવું યોગ્ય છે? ત્યારે કેશી શ્રમણે, પ્રદેશી રાજાને આમ પૂછ્યું –
હે પ્રદેશથી ! તું જાણે છે કે પર્યાદા કેટલી છે ? ભદંત ! ચાર. તે આ − ક્ષત્રિયદિા, ગાથાપતિપર્યાદા, બ્રાહ્મણપર્યાદા, ઋષિપર્ષદા - - હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર પર્ષદાના અપરાધી માટે શું દંડનીતિ કહી છે?
હા, જાણું છું. જે ક્ષત્રિયદાનો અપરાધ કરે છે તેના હાથ, પગ કે માથુ
17/10
૧૪૬
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
છેદી નંખાય છે, શૂળીએ ચડાવાય છે અથવા એક જ પ્રહારથી કચળીને પ્રાણ રહિત કરી દેવાય છે.
જે ગાથાપતિ પર્યાદાનો અપરાધ કરે છે, તેને તૃણ, વેઢ, પલાલથી વીંટીને અગ્નિકાયમાં નાંખી દેવાય છે . - જે બ્રાહ્મણ પર્યાદાનો અપરાધ કરે છે, તે અનિષ્ટ, અકાંત યાવત્ અમણામ શબ્દો વડે ઉપાલંભ દઈને કુંડિકા કે કુતરાના ચિહ્નથી લાંછિત કરાય છે કે દેશ નિકાલની આજ્ઞા કરાય છે. જે ઋષિપર્વાદાનો અપરાધ કરે છે તેને ન અતિ અનિષ્ટ કે ન અતિ અમનોજ્ઞ શબ્દોથી ઉપાલંભ
અપાય છે. - - - આ પ્રમાણે હે પ્રદેશી ! તું જાણે છે, તો પણ તું મારા પ્રતિ વિપરીત, પરિતાપજનક, પ્રતિકૂળ, વિરુદ્ધાદિ વ્યવહાર કરે છે !
ત્યારે પદેથી રાજાએ કેશીકુમાર શ્રમણને એમ કહ્યું – ભદંત ! આપની સાથે પ્રથમ વાર્તાલાપ થયો ત્યારે મારા મનમાં આવો વિચાર યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે જેમ જેમ હું આ પુરુષની વિપરીત યાવત્ સર્વથા વિપરીત વ્યવહાર કરીશ, તેમ તેમ હું જ્ઞાન-જ્ઞાનલાભ, કરણ-કરણલાભ, દર્શન-દર્શનલાભ, જીવજીવલાભને પ્રાપ્ત કરીશ. આ કારણે હે દેવાનુપ્રિય ! હું આપની વિરુદ્ધ વર્તતો હતો. ત્યારે કેશી શ્રમણે પ્રદેશીને પૂછ્યું – હે દેશી ! તું જાણે છે કે વ્યવહારકર્તા કેટલા પ્રકારે છે ? હા, જાણું છું. વ્યવહાર ચાર ભેદે છે – (૧) દાન દે પણ પ્રીતિયુક્ત ન બોલે, (૨) સંતોષપ્રદ બોલે પણ દાન ન દે, (૩) દાન દે અને પ્રીતિયુક્ત પણ બોલે, (૪) બંને ન કરે.
હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર પુરુષોમાં કોણ વ્યવહારી છે અને કોણ અવ્યવહારી છે ? હા, જાણું છું. જે પુરુષ આપે છે પણ સંભાષણ કરતો નથી તે વ્યવહારી છે, એ રીતે બીજા અને ત્રીજા પ્રકારના પુરુષ વ્યવહારી છે, જે ચોથા
પ્રકારનો છે, તે અવ્યવહારી છે. - - આ પ્રમાણે હે પ્રદેશી ! તું વ્યવહારી છે,
અવ્યવહારી નથી.
[૩] ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદંત ! આપ, છે, દક્ષ ચાવત્ ઉપદેશ લબ્ધ છો. મને હથેળીમાં રહેલ આમળા માફક શરીરની બહાર જીવને કાઢીને દેખાડવામાં સમર્થ છો ? તે કાળે, તે સમયે પ્રદેશી રાજાની કંઈક સમીપે વાયુ વડે સંવૃત્ત તૃણ વનસ્પતિકાય કરે છે, વિશેષ ક૨ે છે, ચાલે છે, સ્પંદિત થાય છે, ઇતિ, ઉદીતિ થાય છે, તે - તે ભાવે પરિણમે છે.
ત્યારે કેશી શ્રમણે પ્રદેશીને કહ્યું – હે પદેશી ! તું આ તૃણ વનસ્પતિઓને કંપતી યાવત્ તે તે ભાવે પરિણમતી જુએ છે ? હા, જોઉં છું. હે પદેથી ! તું જાણે છે કે તેને કોઈ દેવ, અસુર, નાગ, કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ ચલિત કરે છે ? - - હા, જાણું છું. દેવ યાવત્ ગંધર્વ ચલિત નથી કરતા, વાયુકાયથી ચલિત થાય છે.
હે પ્રદેશી ! શું તું તે મૂર્ત-કામ-રાગ-મોહ-વેદ-વૈશ્યા અને શરીરધારી વાયુના રૂપે જુએ છે ? ના, તે અર્થ સંગત નથી. હે પ્રદેશી ! જો, તું આ