________________
સૂત્ર-૫૨
તેની પટ્ટિકા, ત્રૈવેયક-ડોનું આભરણ, " X - જેના વડે આયુધ થાય તે આયુધખેટક આદિ, પ્રહરણ-અસિ, કુંત આદિ ગ્રહણ કરેલ આયુધ અને પ્રહરણ.
૧૨૫
- સૂત્ર-૧૩ :
તે કાળે, તે સમયે પર્દાપત્ય કેશી નામે કુમારશ્રમણ, જે જાતિ-કુળ
બલ-રૂપ-વિનય-જ્ઞાન-દર્શન-ચારિત્ર-લા-લાઘવ અને લજ્જાલાઘવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ-માન-માયા-લોભ-નિદ્રા-ઈન્દ્રિય અને
પરીષહને જિતેલ, જીવિતાશા અને મરણભયથી વિમુક્ત, વ્રત-ગુણ-કરણ-રણનિગ્રહ-આર્જવ-માર્દવ-લાઘવ-ક્ષાંતિ-મુક્તિ-બ્રહ્મ-નય-નિયમ-સત્ય-શૌચ-જ્ઞાનદર્શન અને ચાસ્ત્રિ પ્રધાન, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનોપગત, ૫૦૦ સાધુ સાથે પરિવરીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામનુગ્રામ જતાં, સુખે-સુખે વિહાર કરતા શ્રાવસ્તી નગરીના કોઠક ચૈત્યે આવ્યા. આવીને શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને અવગ્રહીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
• વિવેચન-૫૩ :
જાતિસંપન્ન-ઉત્તમ માતૃપક્ષ યુક્ત. - x - ૪ - કુળસંપન્ન ઉત્તમ પિતૃપક્ષી યુક્ત. બલ-સંહનન વિશેષ સમુત્થ પ્રાણ. રૂપ-અનુપમ શરીરસૌંદર્ય. - X - લાઘવદ્રવ્યથી અલ્પ ઉપધિત્વ, ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ. લજ્જા-મનો, વાક્, કાય સંયમ, ઓજસ્વી-માનસિક અવêભવાન. તેજસ્વી-શરીરપ્રભાયુક્ત, વચસ્વી-સૌભાગ્યાદિ યુક્ત વચનવાળો. - ૪ - ક્રોધ આદિનો જય એટલે ઉદય પ્રાપ્ત ક્રોધાદિને વિફળ કરવા. તપ વડે શેષ મુનિજનની અપેક્ષાએ પ્રધાન કે ઉત્તમ તે. ગુણ-સંયમ ગુણ. આ બંને વિશેષણ - તપ અને સંયમમાં જૂના કે નવા કર્મોની નિર્જરા, મોક્ષ સાધનમાં મુમુક્ષુને ઉપાદેય બતાવ્યું.
ગુણપાધાન્ય પ્રપંચન અર્થે કહે છે – કરણપ્રધાન, ૫ - પિંડ વિશુદ્ધિ આદિ, કહ્યું છે – પિંડ વિશુદ્ધિ, સમિતી, ભાવના, પ્રતિમા અને ઈન્દ્રિય નિરોધ, પડિલેહણ-ગુપ્તિ-અભિગ્રહ તે કરણ. ચરળ - મહાવ્રતાદિ, કહ્યું છે - વ્રત, શ્રમણ ધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, તપ, ક્રોધ નિગ્રહ તે ચાસ્ત્રિ છે. તેમાં નિગ્રહ-અનાચારપ્રવૃત્તિ નિષેધ. નિશ્ચય-તત્ત્વનિર્ણય અથવા વિહિત અનુષ્ઠાનોનો સ્વીકાર. આનંવ - માયા નિગ્રહ, નાયવ - ક્રિયામાં ક્ષત્વ, શાંતિ - ક્રોધ નિગ્રહ, ગુપ્તિ-મનોગુપ્તિ આદિ, મુક્તિ-નિર્લોભતા વિધા-પ્રજ્ઞપ્તિ આદિ દેવતા અધિષ્ઠિત વર્ણાનુપૂર્વી. મંત્ર-દેવતા અધિષ્ઠિત અથવા સસાધના વિધા સાધન રહિત. બ્રહ્મચર્યબસ્તિ નિરોધ અથવા કુશલ અનુષ્ઠાન. વેદ-લૌકિક લોકોત્તર આગમ. નય-નૈગમાદિ સાત. નિયમ-વિચિત્ર અભિગ્રહ. સત્ય-પ્રાણીને હિતકર વચન. શૌય-દ્રવ્યથી નિર્લેપતા,
ભાવથી અનવધ સમાચરણ,
જ્ઞાન-મતિ આદિ, દર્શન-સમ્યકત્વ, ચાસ્ત્રિ-બાહ્ય સત્ અનુષ્ઠાન. જે આ ચરણ-કરણ ગ્રહણ છતાં આર્જવાદિ ગ્રહણ છે, તે આજઽદિના પ્રાધાન્યને જણાવવા
૧૨૬
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
માટે છે. જિતક્રોધાદિ અને આર્જવાદીમાં ભેદ શો છે ? જિતક્રોધાદિ વિશેષણ - તેના ઉદયને વિફળ કરણ અર્થે છે. માર્દવ પ્રધાનાદિ - કર્મના ઉદયના નિરોધાર્થે છે. - x - જ્ઞાનસંપન્ન ઈત્યાદિમાં જ્ઞાનાદિમત્વમ્ અહીં કહ્યું. જ્ઞાનપ્રધાનાદિમાં તેનું પ્રાધાન્ય અન્યત્ર પુનરુક્તિ માનવી. ઉદાર, ઘોર ઈત્યાદિ પૂર્વવત્.
સૂત્ર-૫૪ :
ત્યારે શ્રાવસ્તી નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ પથોમાં મહા જનશબ્દ, જનવ્યૂહ, જનકલકલ, જન બોલ, જનઉર્મી, જનઉત્કલિક, જન સંનિપાતિક યાવત્ પર્યાદા સેવે છે. ત્યારે તે ચિત્ત સારથી, તે મહા જનશબ્દ અને જન કલકલ સાંભળીને અને જોઈને આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન
થયો શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈન્દ્ર-સ્કંદ-રુદ્ર-મુકુંદ-નાગ-ભૂત-યજ્ઞ-સ્તૂપચૈત્ય-વૃક્ષ-પર્વત-દરિ-અગડ-નદી-સરોવર કે સાગર મહોત્સવ છે? જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, ક્ષત્રિય, જ્ઞાત, કૌરવ્ય યાવત્ ઇભ્યઇમ્યપુત્રો રનાન કરી, બલિકર્મ કરી જેમ ઉવવાઈમાં કહ્યું તેમ યાવત્ કોઈક ઘોડા ઉપર, કોઈક હાથી ઉપર, પગે ચાલતા મહા વૃંદાવૃંદોથી નીકળે છે. આમ વિચારી ચૂડી પુરુષને બોલાવીને કહ્યું કે હે દેવાનુપિય ! શું આજે શ્રાવસ્તીનગરીમાં ઈન્દ્ર યાવત્ સાગર મહોત્સવ છે, કે આ ઘણાં ઉગ્ર, ભોગાદિ લોકો જઈ રહ્યા છે ?
-
ત્યારે તે કંચુકી પુરુષે કેશીકુમાર શ્રમણના આગમનનો નિશ્ચય કરીને, ચિત્તસારીને બે હાથ જોડી ચાવત્ વધાવીને કહ્યું – હે દેવાનુપિય! આજે શ્રાવતી નગરીમાં ઈન્દ્ર યાવત્ સાગર મહોત્સવ નથી, જેથી આ બધાં જઈ રહ્યા છે. પણ હે દેવાનુપ્રિય ! નિશ્ચે પાશ્ર્વપિત્ય કેશી નામે કુમાર શ્રમણ, જાતિસંપન્ન યાવત્ વિચરતા અહીં આવેલ છે, યાવત્ વિચરે છે. તેથી આજે શ્રાવસ્તીનગરીમાં ઘણાં ઉગ્રો યાવત્ ઇભ્ય-ઇમ્યપુત્રોમાં કેટલાંક વંદન નિમિત્તે યાવત્ વૃંદમાં નીકળે છે.
ત્યારે તે ચિત્તસારથી, કંચુકી પુરુષ પાસે આ અર્થ સાંભળી, સમજી અતિ હર્ષિત યાવત્ હૃદયી થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહ્યું - દેવાનુપ્રિય ! જલ્દીથી ચાતુઈટ અશ્વરથ જોડીને લાવો યાવત્ છત્રસહિત ઉપસ્થિત કરો.
ત્યારપછી ચિત્તસારથીએ સ્નાન કર્યુ, લિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કર્યા. શુદ્ધ-પાવૈશ્ય-મંગલ-પ્રવર વસ્ત્રો ધારણ કર્યા. અલ્પ-મહાઈ આભરણથી શરીર અલંકૃત્ કરી, ચાતુઈટ અશ્વરથ પાસે આવ્યા. આવીને રથમાં બેઠો. કોરંટપુષ્પની માળા સહિતનું છત્ર ધારણ કર્યું. મોટા ભટ્ટ ચટક-વૃંદથી પરિક્ષિત
થઈને શ્રાવતી નગરીની વચ્ચોવચથી નીકળ્યો. નીકળીને કોષ્ઠક ચૈત્યમાં કેશીકુમાર શ્રમણ હતા, ત્યાં આવ્યો. આવીને કેશીકુમાર શ્રમણથી બહુ દૂર કે નીકટ નહીં, તેવા સ્થાને અશ્વો રોકી, રથ સ્થાપન કર્યો.