________________
૧/૨/૧૧
અકસ્માત.. ઉષ્ટ્ર-ઉંટ. ગોણ-ગાય, ગવય-આટવ્ય પશુ વિશેષ. દમ્યતાં-દમો, પરિણતવયસ-સંપન્ન અવસ્થા વિશેષ, તરુણ, કુકકુટ-મરઘા, ક્રીમંત-મૂલ્ય વડે લેનાર, કાપયત
તેને વેચનાર. પિયહ-મદિરાદિ પીવડાવવી. વાચનાંતરથી ખાય, પીએ અને આપે.
૧૪૯
દાસી-ચેટિકા, દાસ-ચેટક, ભૃતક-ભોજન આપીને પોષેલ, ભાઇલ્લગ-ભાગીયા, ચોથો ભાગ લેનાર. પ્રેપ્યજન-પ્રયોજનથી મોકલાય તે. કર્મક-નિયતકાલ માટે આજ્ઞા પાળનાર, કિંકર-આજ્ઞાપુરી થતાં ફરી પ્રશ્ન કરનાર. આ સ્વજન-પરિજન કેમ બેઠા છે ? આમનું વેતન ચૂકવી દો, તેથી તમારું કાર્ય કરે. - ૪ - ગહન-સઘન, વનવનખંડ, ક્ષેત્ર-ધાન્ય વપન ભૂમિ, ખિલભૂમિ-હળ વડે ન ખેડાયેલ ભૂમિ. વલ્લરક્ષેત્રવિશેષ. તેને ઉતૃણ-ઉર્ધ્વ ગત તૃણ, ઘન-અત્યર્થ, સંકટ-સંકીર્ણ તેને બાળી દો. પાઠાંતરથી ગહનવનને છંદો. અખિલ ભૂમિ આદિના તૃણને બાળી નાંખો. તે વૃક્ષોને ભેદો, છેદો. યંત્ર-તલ પીડન યંત્ર. ભાંડ-ભાજન, કુંડાદિ. ભંડી-ગંત્રી. ઉપધિ-ઉપકરણના હેતુથી, વિવિધ પ્રયોજનથી વૃક્ષો કપાવો. ધન માટે શેરડી કપાવો. તલ પીલાવો ઘર માટે ઇંટો પકાવો. - X + X -
લઘુ-જલ્દી. નગર-અવિધમાન કર, કર્બટ-કુનગર. ક્યાં? અટવી દેશમાં. " x - કાલપત-અવસર પ્રાપ્ત. - ૪ - અા-લઘુ, મહાંત-તેની અપેક્ષાએ મધ્યમ, ઉત્કૃષ્ટઉત્તમ. પોતસાર્થા-નૌકાદલ કે નૌકા વ્યાપારીઓ. સેના-સૈન્ય, નિર્યાતુ-નીકળ્યા. ડમરયુદ્ધ સ્થાન, ઘો-રૌદ્ર, વર્તા-પ્રયાણ કરે. સંગ્રામ-રણ. પ્રવહન્તુ-પ્રવર્ત્યા. - ૪ - ઉપનયન-બાળકોને કલાગ્રહણ. ચોલગ-મુંડન સંસ્કાર. વિવાહ-પ્રાણિગ્રહણ, યજ્ઞ-યાગ. કરણ-બવ આદિ, મુહૂર્ત-રૌદ્ર આદિ ત્રીશ, નક્ષત્ર-પુષ્યાદિ, તિથિ-નંદા આદિમાંથી કોઈ, મઘ - આજના દિવસે, સ્વપન-સૌભાગ્યપુત્રાદિ અર્થે વધુ આદિનું સ્નાન. મુદિતપ્રમોદવાળા. બહુ ખાધપેયકલિત-ઘણાં માંસ-મધ આદિ યુક્ત. કૌતુક-રક્ષાદિ. વિલ્હાવણકવિવિધ મંત્રમૂલ આદિ વડે. સંસ્કારેલ જળથી. - ૪ - ચંદ્ર, સૂર્યનું રાહુ વડે ગ્રહણ તે શશિરવિગ્રહોપરાગ, દુઃસ્વપ્ન-અશિવાદિમાં. શા માટે? સ્વજન, પર્જિન અને નિજકના જીવિત અને પરિક્ષણાર્થે. પ્રતીશીર્ષક-લોટ આદિનું બનેલ મસ્તક, પોતાના મસ્તકની રક્ષાર્થે ચંડિકાદિદેવીને આપે તથા પશુ આદિના મસ્તકની બલિ દેવતાને ચડાવે.
વિવિધ ઔષધિ, મધ, માંસ, ભક્ષ્ય, અન્ન, પાન, માળા, અનુલેપનાદિ, બળતો એવો દીપ અને સુગંધી ધુપનું અંગારોપણ. પુષ્પ અને ફળ વડે સમૃદ્ધ જે મસ્તકની બલિદેવી. પ્રાયશ્ચિત્ત-પ્રતિવિધાન કરે. કોના વડે ? - હિંસા વડે. બહુવિધ-અનેકવિધ શા માટે ? વિપરિત ઉત્પાત-અશુભસૂચક પ્રકૃતિવિકાર, દુઃસ્વપ્ન અને પાપશુકન. અસૌમ્યગ્રહચરિત-ક્રૂરગ્રહચાર અને અમંગલ જે નિમિત્ત-અંગસ્ફૂરણાદિ. આ બધાંના પ્રતિઘાતહેતુ-ઉપહાંન નિમિત્તે તથા વૃત્તિચ્છેદ કરો. કોઈને દાન ન આપશો. તે મરાયો તે સારું થયું ઈત્યાદિ - ૪ -
આ રીતે વિવિધ પ્રકારે-ત્રણ પ્રકારે અસત્ય આચરે છે. દ્રવ્યથી અસત્ય ન
હોવા છતાં પણ જીવના ઉપઘાતના હેતુપણાથી ભાવથી અસત્ય જ છે. મન-વચનકાચા વડે તેનું કૈવિધ્ય છે.
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
આ રીતે જે રીતે અલિક કરાય અને જેઓ અલિક કરે છે, આ બે દ્વાર મિશ્ર પરસ્પરથી કહ્યા. હવે જેઓ તેને કરે છે, તેને ભેદથી કહે છે. અકુશલ-વક્તવ્ય અવક્તવ્ય વિભાગમાં અનિપુણ. અનાર્ય-પાપકર્મથી દૂર ન જનારા. અલિયાણ-અલીકા, આજ્ઞા-જેમાં આગમ છે તે. તેથી જ અલીકધર્મમાં નિત. અલીકા કથામાં રમણ કરતા. વિવિધ પ્રકાથી અસત્ય સેવીને સંતોષ અનુભવે છે. હવે અસત્યનો ફળવિપાક પ્રતિપાદન કરતા કહે છે – • સૂત્ર-૧૨ :
ઉક્ત અસત્યભાષણના ફળવિપાકથી અજાણ લોકો નરક અને તિર્યંચયોનિની વૃદ્ધિ કરે છે. જ્યાં મહાભયંકર, અવિશ્રામ, બહુ દુઃખોથી પરિપૂર્ણ અને દીર્ઘકાલિક વેદના ભોગવવી પડે છે. તે અસત્ય સાથે સારી રીતે જોડાયેલા ભયંકર અને દુર્ગતિને પ્રાપ્ત કરાવનારા અંધકાર રૂપ પુનર્ભવમાં ભટકે છે. તે પણ દુઃખે કરી અંત પામે તેવા, દુર્ગત, દુરંત, પરતંત્ર, અર્થ અને ભોગથી રહિત, સુખરહિત રહે છે. તેમાં ફાટેલ ચામડી, બીભત્સ અને વિવર્ણ દેખાવ, કઠોર સ્પર્શ, રતિવિહિન, મલીન અને સારહીન શરીર વાળા, શોભાકાંતિથી રહિત, અસ્પષ્ટ વિફલવાણીયુક્ત, સંસ્કાર-સત્કાર રહિત, દુર્ગંધયુક્ત, ચેતનારહિત, અભાગી, કાંત, અનિષ્ટ સ્વરવાળા, હીન-ભિન્ન અવાજવાળા, વિહિસ્ય, જ્ડબધિર-અંધ, મમ્મણ, અમનોજ્ઞ-વિકૃત ઈન્દ્રિયવાળા, નીચ, નીરાજનોવી, લોક વડે ગહણીય, નૃત્ય, અસશલોકોના પ્રેષ્ય, દુર્મેધા, લોકવેદ-અધ્યાત્મશાસ્ત્રશ્રુતિ વર્જિત, ધર્મબુદ્ધિહીન થાય છે.
૧૫૦
તે અસત્યરૂપી અગ્નિથી બળતા, અશાંત, અપમાન, પીઠ પાછળ નિંદાતા, આક્ષેપ-ચાડી-પરસ્પર ફૂટ આદિ સ્થિતિ પ્રાપ્ત, ગુરુજન-બંધુ-સ્વજન-મિત્રજનના તીક્ષ્ણ વચનોથી અનાદર પ્રાપ્ત હોય છે. મનોરમ, હૃદય-મનને સંતાપદાયી, જીવનપર્યંત દુરુવંર અભ્યાખ્યાન પ્રાપ્ત, અનિષ્ટ-તીક્ષ્ણ-કઠોર-મર્મવેધી વચનોથી તર્જના, ભના, ધિક્કારથી દીનમુખ અને ખિન્ન ચિત્તવાળા હોય છે. ખરાબ ભોજન-વસ્ત્ર-વસતીમાં કલેશ પામતા સુખ-શાંતિ વગરના, અત્યંત-વિપુલ-સેંકડો દુઃખોની અગ્નિમાં બળે છે.
આ અસત્ય વચનનો આલોક-પરલોક સંબંધી ફલવિપાક છે તેમાં અસુખ, બહુદુઃખ, મહાભય, પ્રગાઢ કમરજ-બંધનું કારણ છે. તે દારુણ, કર્કશ, અશાતારૂપ છે. હજારો વર્ષ તેમાંથી છુટાય છે. તેને ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી.
આ પ્રમાણે જ્ઞાતકુલનંદન, મહાત્મા, જિન વીરવર નામ ધેય અસત્ય વચનનો ફળવિપાક કહે છે.
આ બીજું મૃષાવાદ નામે અધર્મદ્વાર છે. હલકા અને સંચળ લોકો તેનો પ્રયોગ કરે છે. તે ભયંકર, દુઃખકર, અયશકર, વૈસ્કર, અરતિ-રતિ-રાગ-દ્વેષમનસંકલેશ ઉત્પન્ન કરનાર છે. જૂઠ-માયા-સાતિયોગની બહુલતાયુક્ત, નીયજન સેવિત, નૃશંશ, અવિશ્વાસકારક, પરમ સાધુજનથી ગહણીય, પર પીડાકારક,