________________
૧/૨/૧૧
પુણ્યકર્મફળ રૂપ દેવલોક નથી, સિદ્ધિગમન નથી, માતા-પિતા નથી. કેમકે માતાપિતૃત્વના ઉત્પત્તિ માત્ર નિબંધનત્વ છે. - ૪ - ક્યાંયથી કંઈ પણ ઉત્પન્ન થાય છે. જેમ અચેતન મળ-મૂત્રમાંથી સચેતન માંકડાદિ ઉપજે છે. આદિ૰ તેથી જન્મ-જનક ભાવમાત્ર અર્થ છે, માતા-પિતાદિ નહીં - ૪ - તેમની મૃષાવાદિતા એ છે કે – આ વસ્તુ અંતર છતાં જનકત્વ સમાન છે, તો પણ તે જીવોને માતા-પિતાનું અત્યંત હિતપણું છે, જે પ્રસિદ્ધ
છે. - X - X - X - X - ધર્મસાધનપણે પ્રત્યાખ્યાન પણ નથી. કેમકે ધર્મનો જ અભાવ છે. તે વાદીની અસત્યતા એ છે કે સર્વજ્ઞવયન પ્રામાણ્યથી છે જ.
તથા કાલમૃત્યુ નથી, કેમકે કાલ જ નથી. જેમ વનસ્પતિ કુસુમ આદિ કાલલક્ષણ કહે છે, તે તેનું જ સ્વરૂપ માનવું. આ પણ અસત્ય છે. - ૪ - ૪ - તથા મૃત્યુ-પરલોક પ્રયાણ લક્ષણ, તે પણ નથી. જીવના અભાવે પરલોકગમનનો અભાવ છે. અથવા કાલક્રમથી આયુકર્મની નિર્જરા તે મૃત્યુ છે. તેના અભાવે આયુનો જ અભાવ છે. તથા અરિહંતાદિ નથી. કેમકે પ્રમાણનો વિષય નથી. કોઈ ગૌતમાદિ મુનિ-ઋષિ નથી, વર્તમાનકાળે સર્વ વિરતિ આદિ અનુષ્ઠાન અસત્ છે. હોય તો પણ નિષ્ફળ છે. અહીં વાદીની અસત્યતા એ છે કે – શિષ્યાદિ પ્રવાહથી અરિહંતાદિ અનુમેય છે. ઋષિત્વનો પણ સર્વજ્ઞ વચન પ્રામાણ્યથી સર્વથા સદ્ભાવ છે. - ૪ -
ધર્મ-અધર્મ ફળ પણ થોડું કે વધુ નથી, કેમકે ધર્મ-અધર્મ અદૃષ્ટ છે, સુકૃતાદિ નથી એમ કહ્યું, તે સામાન્ય જીવની અપેક્ષાએ છે. જે ધર્મધર્મ કહ્યું તે દૃશ્ય અપેક્ષાઓ છે, તેથી પુનરુક્તતા નથી. - ૪ - જે પ્રકારે ઈન્દ્રિયોને અતિ અનુકૂળ હોય તે રીતે તે સર્વે વિષયોમાં વર્તવું, કોઈ ક્રિયા-અનિંધ ક્રિયા કે અક્રિયા-પાપક્રિયા કે
મોજ
પાપ સિવાયની ક્રિયા પરમાર્થથી નથી. કહે છે કે – “ખાઓ, પીઓ, - ૪ - કરો ઈત્યાદિ - ૪ -
આ બીજું પણ નાસ્તિકદર્શન અપેક્ષાએ કુદર્શન-સદ્ભાવ વાદીઓ કહે છે. મૂઢ-વ્યામોહવાળા. તેમની કુદર્શનતા કહે છે - ૪ - વાદીએ કહેલ પ્રમાણ એ પ્રમાણાભાસ જાણવો. તે દર્શન કેવું છે ? તે બતાવે છે –
સંભૂત-ઉત્પન્ન થયો છે. અંડક-જંતુ યોનિ વિશેષ, લોક-પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વન, નકાદિરૂપ. સ્વયંભૂ-બ્રહ્મા, સ્વયં-પોતે. નિર્મિત-ચેલ છે. આ અંડમાંથી જન્મેલ ભુવનવાદીનો મત આમ કહે છે – (સાત ગાળાનો સાર આ છે− પૂર્વે આ જગત્ પંચમહાભૂત વર્જિત હતું નવા પાણીમાં ઈંડુ હતું. દીર્ઘકાળે તે ઇંડુ ફુટ્યું. તેના બે ભાગ થયા. તેમાંથી સુ-અસુર-નારક-મનુષ્ય-ચતુષ્પદાદિ સર્વ જગત્ ઉત્પન્ન થયું તેમ બ્રહ્મપુરાણ શાસ્ત્રમાં કહ્યું છે. સ્વયંભૂનિર્મિત જગાદી કહે છે આ જગત્ અંધકારમય, પ્રજ્ઞાત હતું. તેમાં અચિંત્યાત્મા વિભુ તપ કરતા હતા. તેમની નાભિમાંથી કમળ નીકળ્યું, તે તરુણ રવિમંડલ સમાન અને સુવર્ણ કર્ણિકામય હતું. તે કમળમાં ભગવાન્ દંડ અને યજ્ઞોપવીત યુક્ત હતા. તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા, તેણે જગત્ માતાનું સર્જન કર્યુ. દેવોની માતા અદિતિ અને મનુષ્ય તથા અસુરોની માતા દિતિ હતી. પક્ષીની માતા વિના, સરીસૃપોની કર્યું, નાગની માતા સુલસા, ચતુષ્પદોની 15/10
-
૧૪૫
૧૪૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સુરભિ, સર્વ બીજોની માતા ઈલા હતી. આ બધું અસત્ય અને ભ્રાંત જ્ઞાનાદિ વડે કરાયેલ પ્રરૂપણા છે. વળી કોઈ કહે છે – પ્રજાપતિ કે મહેશ્વરે આનું નિર્માણ કર્યુ છે ઈત્યાદિ [આ મતો અને તેના ખંડનનું નિરૂપણ વૃત્તિકાશ્રીએ કરેલ છે, આવું જ ખંડમંડન સૂયગડાંગમાં પણ છે. અમે અમારા કાર્યક્ષેત્રમાં સ્વીકારેલ નાં હોવાથી, તેનો અનુવાદ છોડી દીધેલ છે.
[આ રીતે કોઈ જગો ઇંડામાંથી ઉત્પન્ન માને છે, કોઈ માને છે બ્રહ્માનું સર્જન છે, કોઈ મહેશ્વરનું, કોઈ વિષ્ણુનું સર્જન માને છે આ બધાં મિથ્યાદર્શનો છે, વળી અદ્વૈતવાદીઓ એવું અસત્ય બોલે છે કે આત્મા એક જ છે. એક જ ભૂતાત્મા પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત છે. - x - તેની કુદર્શનતા એ છે કે – સકલ લોકમાં દેખાતા ભેદ વ્યવહારોનો વિચ્છેદ થાય છે. આ રીતે બધાં મતની કુદર્શનતા જણાવી છે.]
આ બધાંની અસદ્ભુતતા એ છે કે આ પ્રત્યેકમાં જિનમત પ્રતિ ક્રુષ્ટત્વથી કહેલ છે. તેથી કહે છે કે – કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ તે પ્રત્યેક એકલા હોય તો મિથ્યાત્વ અને સાથે હોય તો સમ્યકત્વ છે. [ટુંકમાં આ સૂત્રમાં જગની ઉત્પત્તિ સંબંધી મૃષાવાદ છે.]
કેટલાંક નાસ્તિકો કહે છે – ઋદ્ધિરસસાત ગૌરવપરા-ઋદ્ધિ આદિમાં ગૌરવઆદર, તેના વડે પ્રધાન. વવ - ઘણાં, કરણ અને ચરણ આળસવાળા અર્થાત્ ચરણધર્મ પ્રતિ અનુધત, પોતાના અને બીજાના ચિત્તના આશ્વાસન નિમિત્તે. ધર્મવિચારણાથી તેવી પ્રરૂપણા કરે છે. મોર્સ - મૃષા. પારમાર્થિક ધર્મ પણ સ્વબુદ્ધિથી દુર્વિલસિતાથી અધર્મને સ્થાપે છે. આ સંસાર મોચકાદિ નિદર્શન છે.
વળી બીજા કોઈ અધર્મ સ્વીકારીને રાજદુષ્ટ-નૃપવિરુદ્ધ, અભ્યાખ્યાન-બીજાની સામે દૂષણ વચન કહે છે. અલીક-અસત્ય, અભ્યાખ્યાનને જ દર્શાવતા કહે છે - ‘ચોર' એમ કહે છે. કોને? ચોરી ન કરનારને તથા ડામકિ-વિગ્રહકારી. એ પ્રમાણે - ચૌરાદિ પ્રયોજન વિના, કેવા પ્રકારના પુરુષ પ્રતિ કહે છે – ઉદાસીન અર્થાત્ ડામરાદિ કારણે તથા દુઃશીલ એ હેતુથી પસ્ત્રીગમન કરે છે, એવા અભ્યાખ્યાનથી મલીન કરે છે. કોને? શીલકલિત-સુશીલપણે પરદારાવિતને તથા ગુરુપત્ની સેવી કહે છે.
-
બીજા-કેટલાંક મૃષાવાદી નિષ્પયોજન કહે છે – ઉપના-વિધ્વંસ કરો, શું ? તેની વૃત્તિ અને કીર્તિ આદિને તથા તે મિત્રપત્નીને સેવે છે. માત્ર એટલું જ નહીં, પણ આ ધર્મ વગરનો છે, વિશ્વાસઘાતી છે. પાપકર્મકારી છે, અકર્મકારી-સ્વભૂમિકા અનુચિત કર્મકારી છે, અગમ્યગામી-બહેન આદિ સાથે આ દુરાત્મા-દુષ્ટાત્મા સહવાસ કરે છે. તે ઈર્ષ્યાળુ કહે છે – આ ઘણાં પાતકથી યુક્ત છે. ભદ્રક-નિર્દોષ, વિનયાદિ ગુણ યુક્ત પુરુષને તે અસત્યવાદી એમ કહે છે. તે ભદ્રક કેવા છે ? તે કહે છે – ગુણ-ઉપકાર, કીર્તિ-પ્રસિદ્ધિ, સ્નેહ-પ્રીતિ, પરલોક-જન્માંતર એ બધામાં નિષ્પિપાસા-નિવકાંક્ષ જે છે તે. ઉક્ત ક્રમે આ અલીકવચનદક્ષ, પરદોષ ઉત્પાદનમાં આસક્ત, પોતાને કર્મબંધનથી વેષ્ટિત કરે છે.
અક્ષિતિકબીજ-અક્ષય દુઃખ હેતુ, શત્રુ-અનર્થકારીપણાથી. અસમીક્ષિતપ્રલાપી