________________
૧૩૧
૧૩૨
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૧/૧૮
પછી કહે છે - બોલતો કેમ નથી ? તારા પાપકર્મો અને દુકૃતો યાદ કર, આ રીતે નકપાલના કર્કશ Mનિની ત્યાં પતિવનિ થાય છે, આ શબ્દ સંકુલ નાસ્કને સEI પ્રાસદાયી હોય છે, જેમ કોઈ મહાનગરમાં આગ લાગતા ઘોર શબદ થાય છે, તેમ નિરંતર યાતના ભોગવતા નારકોનો અનિષ્ટ ઘોષ વ્યાં સંભળાય છે. તે યાતનાઓ કેવી છે? . તે કહે છે –
અસિવન દર્ભવન, સંપતર, સોય, તલ, ક્ષાર, વાવ, ઉકળતા શીશાળી ભરેલ વૈતરણી, કદંબવાલુકા, જલતી ગુફામાં સુંધવા, ઉષણોણ-કંટકાકીણ દુર્ગમ ઉબડખાબડ માર્ગમાં સ્થમાં જોડીને ચલાવે છે. લોહમય માર્ગમાં ચલાવે છે અને ભારી ભાર વહન કરાવાય છે.
તેઓ પરસ્પર સેંકડો શરુઓથી વેદના ઉદીરે છે. વિવિધ આયુધ કા છે ? તે શરુ-મુગર, મુલુંટી, કરવત, શક્તિ, હળ, ગદા, મૂલ, ચક, કુત, તોમર, શૂળ, લાઠી, સિંડિમાર, સર્વલ, પટ્ટિસ, ચમેંટ, કંધણ, મૌષ્ટિક, આર્સિ, ફલક, ખગ, ચાય, નારાય, કનક, કર્ણિકા, વસૂલા, પરશુ, ટેક. આ બધાં શસ્ત્ર તણ અને નિર્મલ છે. આ અને આવા પ્રકારના અન્ય શૈક્રિય શો વડે પણ પસ્પર તીવ્ર વેરથી વેદનાની ઉદીરણા કરે છે.
તેમાં મુગર પ્રહારથી સૂર્ણ, મુલુંઢીથી ભાંગવું, દેહનું મથન, ચંગોથી પીડન કરાતા ફડફડાતા તેના શરીરના ટુકડેટુકડા કરાય છે. કેટલાંકને ચામડી સહિત વિકૃત કરાય છે, કાન-હોઠ-નાક-પગ સમૂલ કાપી નખાય છે. તલવાર, કરવત, તીણ ભાલા અને ફરસીથી ફાડી દેવાય છે, વસુલાથી છોલાય છે, શરીરે ઉકળતુ-ખર જળ સિંચાય છે, જેનાથી શરીર મળે છે. ભાલાની અણીથી ભેદાય છે, સર્વ શરીર જર્જરિત કરાય છે. તેનું શરીર સૂઝી જાય છે અને તે નાસ્કો પૃથ્વી ઉપર લોટવા માંડે છે.
નકમાં મદોન્મત્ત, સદા ભૂખથી પીડિત, ભયાવહ, ઘોર ગર્જના કરતા, ભયંકર રૂપવાળા ભેડીયા, શિકારી, કુતરા, ગીધs, કાગડા, બિલાd, અષ્ટાપદ, ચિત્તા, વાઘ, શાલ, સીંહ નાસ્કો ઉપર આક્રમણ કરે છે. મજબૂત દાઢોથી શરીરને કાપે છે, ખેંચે છે, અતિ તીક્ષ્ણ નખોથી ફાડે છે. પછી ચોતરફ ફેંકી દે છે. નાસ્કોના શરીર બંધન ઢીલા પડે છે, અંગોપાંગ વિકૃત અને પૃથફ થઈ જાય છે. પછી ઢ અને તીણ દાઢો, નખ અને લોઢા જેવી અણીયાળી ચાંચવાળા કંક, કુરર, ગિધ આદિ પક્ષી તા ઘોર કષ્ટ દેનારા કાકાણીના કુંડ કઠોઢ-સ્થિર લોહમય ચાંયોથી નાકો ઉપર ઝપટે છે. પાંખોથી આઘાત આપે છે, તીક્ષ્ણ નખોથી જીભ બહાર ખેંચી લે છે, આંખો કાઢી લે છે. નિર્દયતાથી તેમનું મુખ વિકૃત કરી દે છે. આવી યાતનાથી પીડિત તે નાસ્કો રહે છે, ઉછળે છે, નીચે પડે છે, ભ્રમણ કરે છે. - પૂર્વ કમોંદયને આધીન, પશ્ચાત્તાપથી બળતા, ત્યાં-ત્યાં, તે-તે પૂર્વ કમને નિંદતા, અત્યંત ચીકણા દુઃખોને અનુભવીને, પછી આયુક્ષયથી નકથી
નીકળીને ઘણાં જીવો તિચિ યોનિમાં ઉપજે છે, ત્યાં પણ અતિ દુઃખી, દારણ, જન્મ-મરણ-જરા-વ્યાધિરૂપ અરઘટ્ટમાં ફરે છે. તે જલચર, થલચર, ખેચરના પરસ્પર ઘાત-પ્રત્યાઘાતના પ્રપંચ ચાલતા રહે છે. આ દુઃખ જગતુમાં પ્રગટ દુ:ખો તે બિચારા દીર્ધકાળ પામે છે.
તે દુઃખ કેવા છે ? શીત, ઉષ્ણ, તરસ, ભુખ, વેદનાનો આપતિકાર, અટવીમાં જન્મ, નિત્ય ભયથી ગભરાવું, જાગરણ, વધ, બંધન, તાડન, અંકન, નિપાતન, અસ્થિભંજન, નાકદન, પ્રહાર, દુમન, છવિચ્છેદ, અભિયોગ, પાનક,
કાદિથી દમન, ભારવહનાદિ. માતા-પિતાનો વિયોગ, શોકથી અતિ પીડાવું, શા-અનિ-વિષથી આઘાત, ગર્દન અને શીંગડાનું વળી જવું, મરણ, ગલ કે જાલમાં ફસાઈને બહાર નીકળવું, પકાવું, કપાવું, જાdજીવ બંધન, પરે પડતું વચૂથથી કાઢી મૂકવું, ધમણ, દોહવાવું, ગળે દડો બંધાવો, વાડામાં ઘેરાવું, કીચડવાળા પાણીમાં ડૂબવું, જળમાં ઘુસેડાતું, ખાડામાં પડતા આંગ-ભંગ થવા, વિષમ મા પડવું, દાવા-નળની જવાળામાં બળવું, ઈત્યાદિ કષ્ટોથી પરિપૂર્ણ એવી વિચિગતિમાં તે પાપી નરકમાંથી નીકળીને ઉત્પન્ન થાય છે.
આ રીતે તે હિંસાનું પાપ કરનારા પાપી સેંકડો પીડાથી પીડાઈ, નક્કથી આવી, પ્રમાદરાગ-દ્વેષને કારણે બહુ સંચિત અને અવરોધ કર્મોના ઉદયવાળા અત્યંત કર્કશ અશાતાદાયી કમોંથી દુઃખપત્ર થાય છે.
• વિવેચન-૮ :
પુવમવિ પૂર્વકત્ કર્મના સંચયથી પ્રાપ્ત સંતાપા તથા નરક જ અગ્નિ તેના વડે મહાગ્નિથી પ્રદીપ્ત તથા પ્રકૃષ્ટ દુ:ખરૂપ બે પ્રકારની વેદના વેદે છે. કેવી ? જેમાં મહદ્ભય છે તે તથા કર્કશ, કઠિન દ્રવ્યના ઉપનિપાતથી જનિત હોવાથી. અસાતા-અશાતા વેદનીય કર્મના ભેદથી ઉત્પન્ન શારીરી અને માનસી, પીવાનુભાગ બંઘજનિત પાપકર્મકારી, તથા ઘણાં પલ્યોપમ-સાગરોપમો કરુણા-દયાના પગ થઈને
રહે છે.
પૂર્વોક્ત પાપકર્મકારી, ચયાબદ્ધ આયુ ગાઢ વેદનાથી બહાર આવતા નથી. ચમકાયિક-દક્ષિણ દિકપાલ દેવ નિકાય આશ્રિત અસુર-અંબાદિ વડે ત્રાસિત-ભય ઉત્પન્ન કરાયેલ, શબ્દ-આર્તસ્વર કરે છે. તે ડરેલા આવું બોલે છે – હે અવિભાવનીય
સ્વરૂપ ! સ્વામી ! ભાઈ, આદિ ! મને છોડો, હું મરું છું, દુર્બલ અને વ્યાધિ પીડિત મને કેમ કરો છો ? દારણ-રૌદ્ર, નિર્દય-નિર્ગુણ, મને પ્રહાર ન કરો. મને એક મુહૂર્ત માટે શ્વાસ તો લેવા દો. મારા ઉપર કૃપા કરો, રોષ ન કરો. હું વિશ્રામ કરી લઉં. મારા ગ્રીવા બંધનને છોડો, તેનાથી હું મરી રહ્યો છું - તથા -
મને ગાઢ-અત્યંત તરસ લાગી છે, મને પાણી આપો. જ્યારે નારકો આમ કહે ત્યારે નકપાલ જે કહે છે, તે બતાવે છે - જો તું તરસ્યો છે, તો “હંતા” એમ આમંત્રણ વચન કહે છે. “આ પાણી પી" એમ કહી નરકપાલ તેને કળશ વડે અંજલિમાં શીશુ રેડે છે. તે જોઈને તેનું આખું શરીર કંપે છે. ગળતા આંસુવાળી આંખે