________________
૩૧/૧૦
૧૧૧
ધન્યની આંખ વીણા કે બદ્ધીસકના છિદ્ર કે પ્રભાત કાળના તારા જેવી
હતી. ધન્યના કાન મૂળા-ચીભડા-કારેલાની છાલ જેવા હતા. ધન્યનું મસ્તક કોમળ તુંબડુ કે આલુક, સેફાલ જેવું કોમળ હોય અને તડકે સુકવ્યું હોય તેવું હતું. ધન્યમુનિનું શીર્ષ શુષ્ક, રુક્ષ, નિાિ, માત્ર અસ્થિ, ચર્મ-નાડીથી ઓળખાતું હતું, માંસ-લોહીથી નહીં. આ પ્રમાણે દરેક અંગના વર્ણનમાં જાણવું. વિશેષ એ ઉંદર, ક, જીભ, હોઠના વર્ણનમાં અસ્થિ શબ્દ ન કહેવો, પણ માત્ર ચામડી અને નસો વડે જણાય છે, તેમ કહેવું. [આ પ્રમાણે ધન્ય મુનિના શરીરનું સૌંદર્ય કેવું થયુ હતું તે કહ્યું]
ધન્યમુનિના પગ જંઘા-ઉરુ શુષ્ક અને રુક્ષ હતા, તેની કેડરૂપી કટાહ માંસ ન હોવાથી ઉંચા, બહાર નીકળતા હતા. પડખાનો ભાગ ઉંચો, ઉદરરૂપી ભાજન પીઠને અડી ગયેલ, પાંસળીરૂપ કડા દેખાતા હતા, અહ્મસૂત્ર માળાની જેમ ગણી શકાય તેવી પૃષ્ઠ કરડક સંધિ, ગંગાના તરંગરૂપ ઉદરરૂપ કટકનો વિભાગ, બાહુ સુકા સર્પ જેવી, શીથીલ ચોકડાની જેમ લબડતા અગ્ર હસ્ત, કંપવાતીની જેમ કંપતી મસ્તક રૂપ ઘડી, કરમાયેલ મુખકમળ, ઉદ્ભટ ઘડા જેવું મુખ, બુડેલા નયનરૂપ કોશ હતા. આત્મ વીર્ય વડે જ ચાલતા કે ઉભતા હતા, ભાષા બોલું એમ વિચારતા થાકી જતા હતા. કોલસાની ભરેલી ગાડીની જેમ, સ્કંદક મુનિ માફક જાણવું યાવત્ રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ તપ-તેજ વડે અને તાતેજ લખીથી શોભતા હતા.
• વિવેચન-૧૦ :
ત્રીજા વર્ગમાં વુત્તહિવુત્ત - દીક્ષા ગ્રહણ સાંભળીને મૂર્છિત થઈ, સાવધાન થયા પછી માતા અને પુત્રની દીક્ષાના નિષેધ અને સમર્થન વિષયક ઉક્તિ-પ્રત્યુક્તિ. - - મહાબલ-ભગવતી સૂત્રોક્ત.
આવંચિત - શુદ્ધોદનાદિ, સંસ-ખરડાયેલ હાથ વડે દેવાતું, ઉલ્ઝયધર્મિયફેંકી દેવા યોગ્ય, શ્રમણ-નિર્ગુન્થ, અતિથિ-ભોજનકાળે આવેલ, કૃપણ-દદ્ધિ, વનીકચાચક, અશ્રુધત-સુવિહિત સાધુ જેવી એષણા, પયયયા-પ્રકૃષ્ટ યત્નવાળા, પચત્તાગુરુ વડે અનુજ્ઞાત, પઝાહિય-પ્રકર્ષથી સ્વીકારેલ. વિમના - શૂન્યચિત રહિત, અકલુષક્રોધાદિ કાલુષ્યરહિત, અવિષાદિ-વિષાદ રહિત, અપરિતંતયોગી-અવિશ્રાંત સમાધિ, જયણ-પ્રાપ્ત યોગમાં ઉધમ, ઘટણ-અપ્રાપ્તની પ્રાપ્તિ માટે યત્ન, યોગ-મન વગેરે સંયમ વ્યાપાર, અહાપજત્ત ચચાલબ્ધ, સમુદાન-ભિક્ષા, બિલમિત-બિલમાં સર્પ પ્રવેશે
તે રીતે.
-
તવપૂવાવળ - તપ વડે આકારનું સૌંદર્ય. [કેવું થયું ?] શુ - સૂકી ત્વચા, જરગ્ગ-જીર્ણ, રૂપાના - જોડા, અસ્થિ-હાડકાં, શિરા-નાડી, - x - X - કલધાન્ય વિશેષ, સંગલિય-શીંગ, ફલિકા, તરુણ-કોમળ, નવા. મિલારમાણ-કરમાયેલ, કાકજંધા-વનસ્પતિ વિશેષ, તેની નસો દેખાતી હોય અને સંધિ સ્થાન જાડા હોય અથવા કાગળાની જંઘા, સ્વાભાવિક માંસ, લોહી રહિત હોય છે. કાલિપો-કાક જંઘા
અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
નામક વનસ્પતિની ગાંઢ, ઢેણિકાલ-તિડ. બોરીકરીલ-બોરના વૃક્ષનો છોડ. દિપત્ત - કટીરૂપ પાતળાપણાથી બે અવયવ રૂપપણે. પાઠાંતરથી કટીપટ્ટ કે ઉંટના પગ, ઉંટના પગ બે ભાગરૂપે ઉંચા અને નીચે ધસતા હોય, તેનો જેવો પૃતપ્રદેશ. - ૪ - સુક્કદિય-સુકાયેલ મસક, ભજ્જણય કભલ્લ-ચણાદિ ભુંજવાનું ભાજન-ઘડાદિની ઠીકરી તથા કટ્ટુ કોલંબ-વૃક્ષની શાખાનો નમેલો અગ્રભાગ અથવા લાકડાની કથરોટ. કેમકે છાતીના હાડકાં નીચે નમેલા હતા. પાંસુલી-પડખાનાં હાડકાં. સ્થાસક-દર્પણ આકૃતિવાળા સ્ફૂકાદિ. - ૪ - સ્થાસકાવલી-દેવકુલ ઉપર રહેલ આમલસાર જેવી આકૃતિ. પાણ-ભાજનવિશેષ, મુંડા-ભેંસના વાડા આદિમાં રાખેલ વાડ કે કુંઠા. આવલિ-પંક્તિ. - ૪ - કર્ણ-મુગટ આદિની કાનસ, ગોલક-ગોળ પાષાણાદિ.
૧૧૨
૩૬ - હૃદય, ચિત્ત-તૃણ વિશેષ, ક-ખંડ, સાદડી. વ્યંજનક-વાંસનો વીંઝણો, તાલિયંટ-તાલવૃત્તવીંઝણો, તેની જેવી પાતળી છાતી. સમી-કોઈ વૃક્ષ, તેના જેવા હાથ. છગણિય-છાણું, રત્ન - ઘડો, કુંડિકા-કમંડલ, આદિ જેવી કૃશ ગ્રીવા. હનુય-દાઢી, ચિબુક. અલાળુ-તુંબડું, હકુવ-વનસ્પતિ વિશેષ, બગડ્ડિય-આંબાની ગોઠલી. જલોયબેઈન્દ્રિય જળજંતુ, સિલેસ-શ્લેષ્મણ, ગુલિયા-ગુટિકા, અલક્તક-લાખનો રસ. તેના જેવા સુકાયેલા હોઠ.
સંચળ - કેરી, પેશિકા-ખંડ, આંબાલક-એક ફળ, માતુલુંગ-બીજોરુ, છિછિદ્ર, પાસઈચતારિંગા-પ્રભાતના તારા જેવા થોડાં તેજવાળા એવા લોચન. મૂલક-મૂળો, વાલુક-ચીભડું, કારેલક-કારેલા, તેની છાલ જેવા પાતળા કાન. - X - આલુક-કંદ વિશેષ - ૪ - સિઝ્હાઈય-સિસ્તાલક ફળ વિશેષ. - ૪ - આ રીતે પગથી માથા સુધી ધન્યમુનિનું વર્ણન કર્યુ. ફરી પણ તેની જેમજ બીજા પ્રકારે વર્ણવે છે –
ધન્યમુનિ કેવા થયા ? માંસ અભાવે શુષ્ક, ભુખના યોગથી રૃક્ષ. - ૪ - વિગય-વિકૃત, તટી-પડખા, કરાલ-ઉન્નત્ત, માંસ ક્ષીણ થવાથી હાડકાં ઉંચા દેખાતા હતા. કટાહકાચબાના પૃષ્ઠ ભાગ જેવા. - x - પૃષ્ઠ-પાછળના ભાગને આશ્રીને, તેમાં રહેલ યકૃત્, પ્લીહા આદિ ક્ષીણ થવાથી. મધ્યમાં દુર્બલ હોવાથી ઉદરની અડકેલ. પાંસુલિ કટક-પડખાનો ભાગ વલયાકાર થઈ ગયો, અક્ષમાળાની જેમ ગણી શકાય તેવા, કેમકે માંસ રહિત હોવાથી અતિવ્યક્ત હતા. - ૪ - ૪ - કડાલિ-ઘોડાના મોઢાને અંકુશમાં રાખવા માટેનું લોઢાનું ચોકઠું. - x - કંપણવાઈઅ-કંપન વાયુ રોગવાળા, * વેવમાણીઅ-કંપતી એવી. - x - ઉબ્લડ-વિકરાળ, ઘડાના મુખ જેવું. ઉબુડ-અંદર
ઉતરી ગયેલ આંખો. જીવં જીવેણ-જીવના સામર્થ્યથી, શરીર સામર્થ્યથી નહીં.
- સૂત્ર-૧૧,૧૨ :
[૧૧] તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા. તે કાળે ભગવંત મહાવીર પધાર્યા, પર્યાદા નીકળી. શ્રેણિક નીકળ્યો. ધર્મકથા કહી, પર્ષદા પાછી ગઈ. ત્યારે શ્રેણિકે ભમહાવીરની પારો ધર્મ સાંભળી, સમજીને ભગવંત વંદનનમન કર્યા. પછી પૂછ્યું – હે ભગવન્ ! આ ઈન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦