________________
૬/૩/૨૭
બાલ્યાવસ્થાથી તેનો ભક્ત હતો.
તે હંમેશાં વાંસની છાબડી લઈને રાજગૃહથી નીકળતો અને પુષ્પ ઉધાનમાં આવીને પુષ્પો ચુંટતો હતો. ચુંટીને અગ્ર અને શ્રેષ્ઠ પુષ્પોને લેતો. પછી મુદ્ગરપાણિના યજ્ઞને આવીને તેની મહાહ પુષ્પાર્યા કરતો. કરીને પગને પૃથ્વીએ નમાવી પ્રણામ કરતો. પછી રાજમાર્ગમાં આજીવિકા કરતો હતો. તે રાજગૃહમાં લલિતા નામે એક ટોળી હતી. આદ્ય યાવત્ પભૂિત અને “સત્કૃત્ સુતા" હતી. રાજગૃહે કોઈ દિવસે મહોત્સવ ઘોષણા થઈ.
૧
ત્યારે તે અર્જુનમાળી કાલે ઘણાં જ પુષ્પોનું કામ પડશે, એમ માની પ્રાતઃકાળમાં બંધુમતી સાથે વાંસની છાબડી લઈને, પોતાના ઘેથી નીકળ્યો, નીકળીને રાજગૃહ મધ્યેથી જઇને પુષ્પ-ઉધાને આવે છે. આવીને બંધુમતી સાથે પુષ્પો ચુંટે છે, તે લલીતા મંડળીના છ ગોષ્ઠિક પુરુષો મુદ્ગરપાણિ યક્ષના
યક્ષાયતને આવ્યા અને રમણ કરતા ત્યાં રહ્યા.
ત્યારે અર્જુનમાળીએ બંધુમતી સાથે પુષ્પો એકઠા કરીને, અગ્ર અને શ્રેષ્ઠ પુષ્પો લઈને મુદ્ગરપાણિ યજ્ઞના યક્ષાયતને આવ્યા. પછી છ ગોષ્ઠિક પુરુષોએ અર્જુનને બંધુમતી સાથે આવતો જોયો. જોઈને પરસ્પર આમ કહ્યું – અર્જુનમાળી, બંધુમતી સાથે અહીં જલ્દી આવે છે, આપણે ઉચિત છે કે આપણે અર્જુનમાળીને અવોટક બંધન કરીને બંધુમતી સાથે વિપુલ ભોગ ભોગવતા રહીએ. એમ કહી આ અર્થને પરસ્પર સ્વીકાર્યો. પછી બારણાના અંતરમાં સંતાઈ ગયા, નિશ્ચલ-નિસ્યંદ-મૌન-પ્રચ્છન્ન રહ્યા.
-
પછી અર્જુનમાળી, બંધુમતી સાથે મુદ્ગર સક્ષાયતને આવ્યો, આવીને દર્શન થતાં જ પ્રણામ કર્યા, મહાહ પુષ્પ પૂજા કરી, ઘુંટણથી પગે પડી પ્રણામ કર્યા. ત્યારે છ એ ગોષ્ઠિક પુરુષો જલ્દી-જલ્દી દ્વારાંતરથી નીકળ્યા, અર્જુન માળીને પકડીને અવોટક બંધન કર્યો. બંધુમતિ માલણ સાથે વિપુલ ભોગ ભોગવતા રહ્યા. ત્યારે અર્જુન માળીને આવો વિચાર આવ્યો કે હું બચપણથી આ પૂજ્ય મુદ્ગરપાણિ યક્ષની રોજ પૂજા કરી યાવત્ આજીવિકા કરતો વિચરું છું, તેથી જો મુદ્ગરપાણિ યક્ષ અહીં સાંનિધ્યપણે હોત તો શું મને આવી આપત્તિમાં પળેલો જોઈ રહે? તેથી મુદ્ગરપાણિ યક્ષ અહીં સાંનિધ્યપણે નથી, આ સ્પષ્ટ કાષ્ઠ રૂપ જ જણાય છે.
ત્યારે મુદ્ગરપાણિ યો અર્જુનમાળી ના આવા વિચારને જાણીને યાવત્ અર્જુનના શરીરમાં પ્રવેશીને તડતડ કરતાં બંધનો છેદી નાંખ્યા, તે સહસપલ નિષ્પન્ન લોહમય મુરને ગ્રહણ કર્યો, કરીને તે છ પુરુષ અને સાતમી સ્ત્રી, સાતેનો ઘાત કર્યો. પછી તે અર્જુન માળી મુદ્ગરપાણિ યક્ષ વડે અધિષ્ઠિત થઈ રાજગૃહની બહાર રોજેરોજ છ પુરુષો અને સાતમી સ્ત્રીનો ઘાત કરતો વિચરવા લાગ્યો.
રાજગૃહના શ્રૃંગાટક યાવત્ મહાપથ-માર્ગોમાં ઘણાં લોકો એકબીજાને
અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ
આમ કહેતા હતા - હે દેવાનુપ્રિયો ! અર્જુનમાળી, મુદ્ગરપાણિ યક્ષ વડે અધિષ્ઠિત થઈ રાજગૃહ બહાર રોજ છ પુરુષ અને સાતમી સ્ત્રીનો ઘાત કરતો વિચરે છે. શ્રેણિક રાજા આ વૃત્તાંત જાણીને, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – અર્જુન માળી યાવત્ હણતો યાવત્ વિચરે છે, તો તમે કોઈ કાષ્ઠ-તૃણ-પાણીપુષ્પ-ફળને લેવા માટે યયેષ્ટ ન નીકળવું, જેથી તમારા શરીરનો વિનાશ ન થાઓ. આ પ્રમાણે બે-ત્રણ વખત ઘોષણા કરાવો, કરાવીને જલ્દી મારી આજ્ઞા પાછી સોંપો, તેઓએ યાવત્ સોંપી.
તે રાજગૃહમાં સુદર્શન નામે આદ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રાવક થયેલો, જીવાજીવને જાણતો યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા. રાજગૃહના શ્રૃંગાટકાદિએ ઘણાં લોકો આમ કહેવા લાગ્યા યાવત્ વિપુલ અર્થ ગ્રહણનું તો કહેવું જ શું? આ પ્રમાણે તે સુદર્શન ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને અવધારીને આમ વિચાર્યું કે – નિશ્ચે ભગવંત મહાવીર યાવત્ વિચરે છે, હું ત્યાં જઉં, વંદન કર્યું આમ વિચારી, માતા-પિતા પાસે આવીને, બે હાથ જોડીને આમ કહ્યું – હે માતાપિતા ! ભગવંત યાવત્ પધાર્યા છે, તો હું જઉં, તેઓને વાંદીને યાવત્ પપાસના કરું.
ત્યારે સુદર્શન શ્રેષ્ઠીને માતા-પિતાએ કહ્યું - હે પુત્ર ! અર્જુનમાળી યાવત્ હણતો વિચરે છે, તો તું ભગવંત મહાવીરના વંદનાર્થે ન નીકળે, જેથી તારા શરીરને કોઈ આપત્તિ ન થાય, તું અહીં રહીને ભગવંતને વંદન-નમન કર. ત્યારે સુદર્શને, માતાપિતાને કહ્યું – હે માતાપિતા ! ભગવંત અહીં આવ્યા છે • પ્રાપ્ત થયા છે - સમોસર્યા છે તો અહીં રહીને કેમ વાંદુ? તો હું આપની અનુગ્ધ પામીને ભગવંત મહાવીરના વંદનાર્થે જઉં. પછી સુદર્શનને, માતાપિતા જ્યારે ઘણાં વચનો વડે તેને રોકવાને સમર્થ ન થયા, ત્યારે કહ્યું – “સુખ ઉપજે
તેમ કર.”
૯૨
ત્યારપછી સુદર્શને માતા-પિતાની અનુજ્ઞા પામીને, રત્નાન કરી, શુદ્ધાત્મા થઈ, ઉત્તમ વેશ પહેરી યાવત્ શરીર શણગારી, પોતાના ઘેરથી નીકળ્યો, પગે ચાલીને રાજગૃહ મધ્યેથી નીકળે છે, પછી મુદ્ગરપાણિ યક્ષના યજ્ઞાયતનની સમીપથી ગુણશીલ ચૈત્યે ભગવંત પાસે જવા નીકળ્યો. ત્યારે મુદ્ગરપાણિયો સુદર્શન શ્રાવકને સમીપથી પસાર થતો જોયો, જોઈને ક્રોધિતાદિ થઈને, તે સહસ્રપલ નિષ્પન્ન લોહમા મુદ્ગરને ઉછાળતો-ઉછાળતો સુદર્શન તરફ જવા નીકળ્યો.
ત્યારે સુદર્શન શ્રાવકે મુદ્ગરપાણિ યક્ષને આવતો જોઈને ભય-માસઉદ્વેગ-ક્ષોભ-ચલન-સંભ્રાંત રહિત થઇ, વસ્ત્રના છેડાથી ભૂમિને પ્રમાઈને બે હાથ જોડી કહ્યું – અરહંત યાવત્ સિદ્ધિ પ્રાપ્તને નમસ્કાર થાઓ, શ્રમણ ભગવંત યાવત મોક્ષ પામવા ઈચ્છતા મહાવીરને નમસ્કાર થાઓ, પૂર્વે મેં ભગવંત મહાવીર પાસે સ્થૂલ પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-સ્વદારા સંતોષ-ઈચ્છાપરિણામ