________________
૨/૨૦,૨૧
બાજુના વાળ.
39
મોશ - ઉંટ જેવા લાંબા હોઠ, પાઠાંતરથી ઘોડા જેવા લબડતા હોઠ, પાન
- લોઢાની કોશ જેવા લાંબા દાત, સૂપડા જેવી જીભ, હિંગુલુપધાઉકંદર બિલ - હિંગળા રૂપ ધાતુ યુક્ત ગુફારૂપ બિલ જેવું મુખ, હલકુદ્દાલ-હળનો ઉપરી ભાગ, તેના જેવી અતિ વક્ર અને લાંબી, હણુય-દાઢો. ગલ્લકડિલ્લ-ગાલ રૂપી રાંધવાનું પાત્ર, ખરુ ખાડા જેવી અર્થાત્ મધ્ય ભાગ નીચાણવાળો છે. ફુ-પહોળો. આ સમાનતાથી કડિ ઉપમા આપી છે. તે વર્ણથી પીળી, સ્પર્શથી કઠોર અને મોટી છે.
ખભા, મૃદંગ આકારે છે. વ∞ - વક્ષ:સ્થળ, જોખ઼િા - લોહ આદિ ધાતુને ધમવાને માટેની માટીની કોઠી, તેવી સ્થૂળ બે ભૂજાઓ. નિસાપાહાણ-મગ આદિ દળવાની શિલા, તેવા આકારે જાડી-લાંબી બે અગ્ર ભૂજા. નિસાલોઢ-વાટવાનો પત્થર, તેવા આકારે હાથની આંગળી. સિલ્પિપુડ-છીપના સંપુટનો એક દલ-એવી આકૃતિવાળા હાથના નખો. બીજી વાચનામાં આમ પણ કહ્યું છે - અટ્ટાલક આકારે છાતી - x - અટ્ટાલક-કિલ્લાની ઉપરનો ભાગ. નાપિતપરોવક-નખશોધક અને અસ્ત્રાદિની કોથળી જેવા, ઉરસિ૰ છાતીએ લટકતા રહેલા સ્તનો, પોટ્ટ-જઠર, અયઃકોષ્ઠવત્-લોઢાની કોઢીની જેમ ગોળ, પાન-ધાન્ય રસ વડે સંસ્કારેલ પાણી, જેના વડે વણકરો વસ્ત્રોને કાંજી પાય છે, તેનું કલંદ-કુંડુ, તેના જેવી ગંભીર નાભિ-જઠરનો મધ્ય ભાગ. બીજી વાયનામાં આ પાઠ છે -
ભગ્ગકડી, વિગયાંકપટ્ટી, અસરિસા દોવિ તસ્સ ફિસગા-જેની કેડ ભાંગેલી, બેડોળ, વક્ર-પૃષ્ઠ છે, ફિસક-કુલ્લા, અસમાન છે. શિક્કક-દહીં આદિના પાત્રનું દોડાવાળું આકાશમાં આધારભૂત-સીક્કુ, નેત્ર-મંથાનના દંડને ખેંચવાનું દોરડું, તેની જેમ લાંબુ-પુરુષ ચિહ્ન, કિષ્ણપુડસંઠાણસંઠિય-મદિરાના અંગરૂપ તંદુલાદિથી ભરેલ ગુણીના આકાર જેવા વૃષણો-અંડકોશો. જમલકોન્ડ્રિય-સમાનપણે રહેલ કોઠીના આકારે રહેલ બંને ઉપૂ-જાંઘ, અજ્જુણગુ≈-એક જાતનું ઘાસ, તેના ગુચ્છા જેવા ઢીંચણ, આ ઉપમાનું સાધર્મ્સ કહે છે - અતિ વક્રાદિ.
ખર્ચે - ઢીંચણની નીચે રહેલ ભાગ કઠણ અને નિર્માસ છે, તે વાળ વડે વ્યાપ્ત છે. મધ↑ વાટવાની શિલાકારે બંને પગ છે, અધરીલોષ્ટ-વાટવાનો પત્થર,
તે આકારે પગની આંગળીઓ છે.
કેશના અગ્રથી નખના અગ્ર સુધી પિશાચરૂપ વર્ણવ્યુ.
હવે સામાન્યથી વર્ણન કરે છે - લડહ એટલે ગાડાનાં પાછળના ભાગે રહેલ, તેના ઉત્તરાંગના રક્ષણ માટેનું કાષ્ઠ, એ રીતે શ્લયસંધિ બંધનત્વથી લડહ જેવું. મડહ-સ્થૂળપણાથી અલ્પ અને લાંબા ઢીંચણ વાળો. વિકૃત-વિકારવાળી, ભાંગેલી, વક્ર ભ્રકુટીવાળો. બીજી વાંચનામાં ચાર વિશેષણો દેખાય છે - મધિ, મૂષક, મહિષ જેવો કાળો, જલ ભરેલ મેઘ જેવો કાળો... અવદાતિ-પહોળા કરેલ મુખવાળો. નિિિલતઉંદુરમાલયા-ઉંદરની માળા, પરિણદ્ધ
લબડતી જીભવાળો, શરટ-કાકીડો * * * વ્યાપ્ત. ચિહ્ન-સ્વકીય લાંછન,
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
નકુલાભ્યાં-બે નોળીયા વડે કાનનું આભૂષણ કરેલો. સર્પકૃત વૈકક્ષ - બે સર્પ વડે ઉત્તરાસસંગ કરેલ, પાઠાંતરથી ઉંદરની માળા યુક્ત મુગટ, વીંછીનું ઉત્તરાસંગ, સાપની જનોઈ કરેલો. - ૪ - વાઘના ચામડાના વસ્ત્રવાળો, - ૪ - આસ્ફોટય-હાય વડે આસ્ફોટ કરતો, અભિગર્જન-મેઘની પેઠે ગર્જતો, મુત્ત - કરેલ છે અટ્ટહાસ્ય એવો. - ૪ - ૪ - ગવલ-ભેંસનું શીંગડુ, ગુલિકા-ગળી, અતસી-એક ધાન્ય.
ઞામુરત્ત આદિ શબ્દો એકાર્યક છે, કોપનો અતિશય દર્શાવે છે. અ૫સ્થિયપત્થિય-અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર, દુરંત-દુષ્ટ પરિણામવાળો, પ્રાંત-હીન લક્ષણવાળો, હીપુન્નયાઉદ્દસિય-અપૂર્ણ પુન્યા ચૌદશે જન્મેલો. - ૪ - ધર્મ-શ્રુત, ચાસ્ત્રિરૂપ. કામય-અભિલાષાવાળો. પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ કર્મ, સ્વર્ગ-પુન્યનું ફળ, મોક્ષ-ધર્મનું ફળ, કાંક્ષા-અધિક ઈચ્છા, પિપાસા-અધિક કાંક્ષા. આ પદો વડે ઉત્તરોત્તર
અભિલાષાની અધિકતા બતાવી છે.
36
- ૪ - શીલ-અણુવ્રત, વ્રત-દિગ્ધતાદિ, વિરમણ-રાગાદિથી વિસ્તી, પ્રત્યાખ્યાનનમુક્કારસી આદિ, પોષધોપવાસ-આહારાદિ ચાર ભેદે, ચાલિતએ-ભંગ વડે ચલાયમાન કરવાને, ક્ષોભયિતું-પાલનમાં ક્ષોભ કરવાને, ખંડયિતું-દેશથી ભંગ, ભકતું-સર્વથી ભંગ, ઉલ્ઝતું-સર્વ દેશવિરતિ ત્યાગ, પરિત્યનું-સમ્યકત્વનો પણ ત્યાગ. સ
- આર્તધ્યાનને રોકી ન શકે તેવી પરાધીનતાથી પીડિત અથવા દુઃખથી પીડિત અને વિષયપરતંત્રતા વડે વ્યાપ્ત. શ્રીતે - આદિ એકાર્થક શબ્દો ‘અભય' માટે છે.
• સૂત્ર-૨૨ :
ત્યારપછી તે પિશાચરૂપે, કામદેવ શ્રાવકને નિર્ભય સાવત્ ધર્મધ્યાનને પ્રાપ્ત થઈ વિચરતો જોઈને બીજી-ત્રીજીવાર પણ કામદેવને કહ્યું – ઓ પાર્થિતના પ્રાર્થિત કામદેવ શ્રાવક ! જો તું આજ યાવત્ મરવાનો. ત્યારે કામદેવે, તે દેવને બીજી-ત્રીજી વખત આમ કહેતો સાંભલીને પણ ડર્યો નહીં યાવત્ ધર્મધ્યાનમાં રહ્યો, ત્યારે તે પિશાચરૂપ દેવે કામદેવના નિર્ભય યાવત્ જોઈને ક્રોધથી કપાળમાં ત્રિવલિયુક્ત ભ્રકુટી કરીને કામદેવના કાળા કમળ જેવી યાવત્ તલવાર વડે ટુકડે ટુકડા કરે છે. ત્યારે કામદેવે તે ઉજ્જવલ ચાવત્ દુઃસહ્ય વેદના સમ્યક્ સહી યાવત્ અધ્યાસિત કરી.
• વિવેચન-૨૨ લ
ભ્રૂકુટિ-દૃષ્ટિ રચના વિશેષ, સંહત્ય-કરીને, ચલચિતું-અન્યથા કરવાને. ચલન બે ભેદે-સંશયથી અને વિપરીતતાથી.
- સૂત્ર-૨૩ :
ત્યારે તે પિશાચરૂપે, કામદેવ શ્રાવકને નીર્ભય યાવત્ વિચરતો જોઈને, જ્યારે તેને નિગ્રન્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો ત્યારે શ્રાંત, તાંત, પત્રિાંત, થઈને ધીમે-ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી બહાર નીકળ્યો, પછી દિવ્ય પિશાચરૂપ ત્યજીને એક મોટા દિવ્ય હાથીનું રૂપ વિષુવ્યું. જે સપ્તાંગ પ્રતિષ્ઠિત, સમ્યક્ સંસ્થિત, સુજાત, આગળથી