________________
૨/૨/૩૬
છે
સંવ-અધ્યયન-૨-“સત્ય” Ð
— x — * - * — * — * — * -
૨૨૧
૦ પહેલા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે સૂત્રક્રમ સંબદ્ધ અથવા અનંતર અધ્યયનમાં પ્રાણાતિપાત વિરમણ કહ્યું, તે સામાન્યથી અસત્યથી વિરમણતાથી જ થાય છે. તેથી હવે અલીક વિરતિના પ્રીપાદન માટે સંબદ્ધ બીજું અધ્યયન આરંભે છે
-
• સૂત્ર-૩૬ :
હે જંબુ ! બીજું સંવર-સત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુ-ભાષિત, સુવ્રત, સુકથિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિતતાનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર બલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પરમ સાધુજનનું ધર્મ અનુષ્ઠાન, તપ-નિયમથી પિિહત, સુગતિના પથનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત છે. વિધાધરની ગગનગમન વિધાનું સાધક છે, સ્વર્ગ અને મુક્તિમાર્ગનું પ્રદર્શક છે, અવિત છે. તે સત્ય ઋજુ, અકુટિલ, યથાર્થ પદાર્થ પ્રતિપાદક, વિશુદ્ધ, ઉધોતકર, પ્રભાસક છે. જીવલોકમાં અવિસંવાદી, યથાર્થ હોવાથી મધુર, પ્રત્યક્ષ દેવના સામાન, વિવિધ અવસ્થામાં ઘણાં મનુષ્યોને આશ્ચર્યકારી છે. મહાસમુદ્ર મધ્યે પણ મૂઢધી થઈ ગયેલ, દિશાભ્રમથી ગ્રસ્ત થયેલના વહાણ પણ સત્યના પ્રભાવથી રોકાઈ જાય છે, અથાહ જળમાં પણ ડૂબતા કે મરતા નથી, પણ સત્યથી ચાહ પામે છે. અગ્નિના સંભ્રમમાં પણ બળતા નથી, ઋજુ મનુો સત્ય પ્રભાવે ઉકળતા તેલ-રાંગા-લોઢા-શીશાને સ્પર્શે, પકડે તો પણ બળતા નથી. પર્વતની ટોચેથી ફેંકવા છતાં મરતાં નથી, સત્ય વડે પરિંગૃહિત તલવારના પિંજરામાં ઘેરાય તો પણ સંગ્રામમાંથી અક્ષત શરીરે નીકળી જાય છે. સત્યવાદી વધ, બંધન, અભિયોગ, ઘોર બૈરી મધ્યેથી બચી નીકળે છે. શત્રુઓના મધ્યેથી પણ અક્ષત શરીરે સત્યવાદી નીકળી જાય છે, સત્યવચનમાં અનુરાગીનું દેવતા પણ સાન્નિધ્ય કરે છે, સહાય કરે છે.
તે સત્ય તીર્થંકર ભગવંતે દશ પ્રકારે કહેલ છે. ચૌદપૂર્વીએ તે પ્રાભૂતોથી જાણેલ છે, મહર્ષિઓને સિદ્ધાંતરૂપે દેવાયેલ છે, દેવેન્દ્ર-નરેન્દ્રોને અર્થરૂપે કહેલ છે. વૈમાનિકો દ્વારા સમર્થિત છે, મહા છે. મંત્ર-ઔષધિવિધાની સિદ્ધિનું કારણ છે, ચારણગણ આદિ શ્રમણોને વિધા સિદ્ધ કરાવનાર છે, મનુષ્યગણ દ્વારા વંદનીય છે. સત્યવાદીઓ દેવગણોને અર્જનિય, અસુરગણોને પૂજનીય, અનેક પાખંડી દ્વારા સ્વીકૃત્ છે. આ પ્રકારના મહિમાથી મંડિત આ સત્ય લોકમાં સારભૂત છે, મહાસાગરથી પણ ગંભીર છે, મેરુ પર્વતથી પણ અધિક સ્થિર છે, ચંદ્રમંડળથી અધિક સૌમ્ય છે, સૂર્યમંડળથી અધિક દીપ્ત છે. શરત્કાલીન આકાશ-તલથી પણ અધિક વિમલ, ગંધમાદનથી પણ અધિક સુરભિસંપન્ન છે. લોકમાં જે પણ સમસ્ત મંત્ર, યોગ, જપ, વિધા
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે, ભક દેવ છે, અસ્ત્ર, શસ્ત્ર, શિક્ષા અને આગમ છે, તે બધાં સત્યમાં પ્રતિષ્ઠિત છે.
જે સત્ય સંયમમાં બાધક થાય, તેવું સત્ય જરા પણ ન બોલવું જોઈએ. હિંસા સાવધયુક્ત, ભેદ વિકથાકારક, અનર્થવાદ કલહકાક, અનાર્ય, અપવાદ વિવાદયુક્ત, વિડંબના કરનાર, જોશ અને ધૃષ્ટતાથી પરિપૂર્ણ, નિર્લજ, લોકગહણીય, દુર્દિષ્ટ, દુઃશ્રુત, ન જાણેલ, તેવું સત્ય બોલવું ન જોઈએ. [એ જ પ્રમાણે –]
૨૨૨
પોતાની સ્તવના, બીજાની નિંદા-જેમકે તું મેધાવી નથી, તું ધન્ય નથી કે દરિદ્ર છે, તું ધર્મપ્રિય નથી, કુલિત નથી, દાનપતિ નથી, શૂરવીર નથી, સુંદર નથી, ભાગ્યવાન્ નથી, પંડિત નથી, બહુશ્રુત નથી, તપવી નથી, પરલોકસંબંધી નિશ્ચયકારી બુદ્ધિ નથી. જે વાન સર્વકાળ જાતિ, કુળ, રૂપ, વ્યાધિ, રોગથી સંબંધિત હોય. જે પીડાકારી અને નીંદનીય હોવાથી વનીય હોય, ઉપચારથી રહિત હોય. આવા પ્રકારનું સત્ય ન બોલવું જોઈએ.
તો કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ ? જે વચન દ્રવ્ય-પર્યાયગુણોથી, ક્રિયાથી, બહુવિધ શિલ્પોથી, આગમથી યુક્ત હોય, સંજ્ઞા-આખ્યાતનિપાત-ઉપરા-તદ્ધિત-સમાસ-સંધિપદ, હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણયુક્ત હોય [એવું સત્ય બોલવું જોઈએ ત્રિકાળ વિષયક સત્ય દશ પ્રકારે છે. તે જ કર્મથી છે. ભાષા બાર પ્રકારે થાય છે, વચન અને સોળ ભેદે થાય છે.
આ પ્રમાણે રહંત દ્વારા અનુજ્ઞાત અને સમિક્ષિત છે. આ સત્ય વચન યોગ્ય કાળે જ બોલવું જોઈએ.
• વિવેચન-૩૬ :
-
જંબૂ ! આ શિષ્ય આમંત્રણ વચન છે. બીજું સંવરદ્વાર - “સત્યવચન”. સત્-મુનિ, ગુણ કે પદાર્થને માટે હિતકર તે સત્ય. - ૪ - સત્યની સ્તવના કરતા કહે છે શુદ્ધ અર્થાત્ નિર્દોષ, તેથી જ શુચિ-પવિત્ર, શિવ-શિવનો હેતુ, સુજાતશુભવિવક્ષા ઉત્પન્ન. તેથી જ સુભાષિત-શોભન વ્યક્ત વારૂપ શુભાશ્રિત-સુખાશ્રિત કે સુધાસિત. સુવ્રત-શોભનનિયમરૂપ. - ૪ - સુકથિત, સુદૃષ્ટ-અતીન્દ્રિય અદર્શી વડે દૃઢ અણ્વર્ગાદિ હેતુપણે ઉપલબ્ધ, સુપ્રતિષ્ઠિત - સર્વ પ્રમાણ વડે ઉપપાદિત. - ૪ - સુનિયંત્રિત વચનો વડે કહેવાયેલ, સુરવર આદિને બહુમત-સંમત. પરમ સાધુ-નૈષ્ઠિક. મુનિને ધર્માનુષ્ઠાનરૂપ, તપ-નિયમ વડે અંગીકૃત. સુગતિ પથદેશક અને આ લોકોત્તમ વ્રત છે. અસત્યવાદીને આકાશગામીની વિધા સિદ્ધ થતી નથી. સ્વર્ગમાર્ગ અને સિદ્ધિપથનું પ્રવર્તક છે.
આ સત્ય નામક બીજું સંવર ઋજુભાવ પ્રવર્તક છે, - x - સદ્ભુત અર્થ, પ્રયોજનથી વિશુદ્ધ, પ્રકાશકારી છે. કઈ રીતે? પ્રભાષક છે. શેનું? જીવલોકમાં સર્વભાવોને. અવિસંવાદી-યથાર્થ, મધુર-કોમળ, પ્રત્યક્ષ દેવતા જેવું તે ચિત્તને